• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: આપ’ સાયલન્ટ કિલર બને તેવો અન્ય પક્ષોને ભય

|

સેન્સેક્સ મંગળ સુધી ભલે પહોંચે પણ ભૂતકાળમાં વિપક્ષમાં હતા ત્યારના વાયદાઓનો ભાજપના નેતાઓ-આગેવાનોને સામનો મુશ્કેલ બન્યો છે. પંજાબનાં સ્થાનિક ચૂંટણીનાં પરિણામો બાદ કેટલાક સટોડીયાઓ ગુજરાતમાં ભાજપ માટે કપરા ચઢાણ હોવાનું કહી રહ્યા છે. મોંઘવારી અને પેટ્રોલના વિના કારણ વધતા ભાવો સામે મતદારોમાં આક્રોશ. સરકાર પોતાની તિજારી ભરવાને પ્રાધાન્ય આપતા ગરીબ-મધ્યમવર્ગ વધુ કંગાળ થઈ રહ્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં કાર્યક્રમ અનુસાર રવિવારે ૬ મહાપાલિકાનું તેમજ ત્યાર બાદ એક સપ્તાહે જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું મતદાન ઈ.વી.એમ. (વીવીપેટ વગર) યોજાનાર છે. ત્યારે રાજ્યનાં ઈતિહાસમાં વધુ એક વાર ભાજપ તથા કોંગ્રેસને પડકારવા દેશના કેટલાક રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષોએ બિડુ ઉઠાવી આડકતરી રીતે બે માંથી એકાદ પક્ષને ફાયદો કરાવી આપવાનું નિશાન પણ આપ્યું છે. રાજ્યમાં મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓનું બ્લડ પ્રેશર પક્ષ પલ્ટા અને બળવાખોરી જેવી બાબતથી નથી વધી રહ્યું તેટલું આપ (આમ આદમી પાર્ટી)નાં ઘેર-ઘેર મતદારોનાં સીધા સંપર્ક બાદ આ નવી આવેલ પાર્ટી દ્વારા મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સત્તા પ્રાપ્તિ બાદ અપાયેલ વચનોનો બીજા ઉપયોગ થવા સામે મતદારોમાં જાગૃતિ લાવતાં આ પક્ષ બન્ને પક્ષ માટે સાયલન્ટ કિલર સાબિત થાય તેવા રાજકીય સમીકરણો સર્જાતા હોવાથી વર્ષો જૂના પક્ષોનાં મોવડીઓ તથા કાર્યકરો પણ મુંઝવણાં મુકાયા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીના મતદાનને થોડા જ દિવસો રહ્યા છે ત્યારે તમામ પક્ષોએ તથા ઉમેદવારોએ પ્રચાર કાર્યમાં પુરેપુરી તાકાત લગાવી છે. પોતાની નિષ્ફળતાઓ છુપાવવા કેટલાક સ્થળોએ ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો બદલી નવા ચહેરા આપ્યા છે. પરંતુ સૌથી મોટી સમસ્યા ભાજપ માટે ચૂંટણી પ્રચાર સમયે મતદાન પહેલા જ પેટ્રોલિયમ્સ ઉત્પાદનોમાં દરરોજ યોગ્ય કારણ વગર જ સતત ભાવ વધારો કંપનીઓ દ્વારા થતો હોવાથી સામાન્ય મધ્યમવર્ગ પણ અંદરખાને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. જે નારાજગી ઈ.વી.એમ.નું બટન દબાવતા સમયે મતદાર સમક્ષ આવી જાય તો પક્ષને મોટું નુકશાન થવાનો પણ ડર સતાવી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓની ચર્ચા હોય તો રસ્તા, ગેરકાયદેસરનાં દબાણો, પા‹કગની અસુવિધા, સફાઈમાં વધુ કચરાનું ઉત્પાદન થાય તેવ કેટલા કાયદાઓનાં કારણે રસ્તા પર કચરા-ગંદકીના ઢગલાઓ જાવા ન મળતા હોય તેવા વિસ્તાર કે માર્ગો આંગળીના વેઢે ગણાય તેટલા હશે પરંતુ મુખ્ય બજારો કે સરકારી કચેરીઓ આસપાસ ભયંકર ગંદકી-કચરો જાવા મળે છે. પાણી જેવા મુદ્દે રાજ્યમાં ૧પ૦ ટકા જેવો વરસાદ થયા બાદ બધા જળાશયો છલોછલ ભરેલા હોય તો પણ અપુરતા દબાણથી ઓછું પાણી મળે છે.
પ્રમાણિક કરદાતા ચાલુ વર્ષનો વેરો ભરવા જાય તો વર્ષ પુરૂં થયા પહેલા જ તેની પાસેથી વ્યાજની ગેરકાયદેસર રીતે વસુલાત કરી મહાપાલિકાની તિજારી ભરવાના પ્રયાસ થાય છે. અઢળક કરવેરો ચૂકવ્યા બાદ પણ શહેરીજનોને મળવી જાઈતી પ્રાથમિક સુવિધાઓથી અસંખ્ય વિસ્તારો-મતદારો વંચિત હોવાથી મતદારો સ્વયંભુ મતદાનનો બહિષ્કાર કરતા હોવાની પણ વાતો બહાર આવેલ છે.
મહાનગર કે સ્થાનિક ચૂંટણી સમયે જીવનજરૂરી ચીજ વસ્તુઓ તેમજ પેટ્રોલ-ડીઝલનાં વધી રહેલા ભાવોમાં સરકાર જનતાના હિતમાં પોતાના હિસ્સામાં વધારેલા કરની રકમ (અગાઉ કરતાં અનેક ગણો કર) ઘટાડી જનતાને રાહત આપવામાં આનાકાની કરી આજે જે નેતાઓ ભાવ વધારાનો લુલો બચાવ કરે છે તેમણે આજથી આઠ-દશ વર્ષ પહેલાનો પોતાનો ભૂતકાળ ચકાસી પોતે ભાવવધારા સામે કરેલા આંદોલનો સમયે આપેલા ભાષણો અને વચનો સત્તા મળતા ભૂલી ગયા લાગે છે !
વર્તમાન ચૂંટણીમાં ભાજપના નેતાઓ જાણી જાઈ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ભાવવધારા જેવા મહત્વના મુદ્દાઓ મતદારોને ભૂલાવવા અને તેનું ધ્યાન બીજી તરફ દોરી અગાઉ થયેલ નિષ્ફળતાઓ ઢાંકવાના ભરપુર પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ મતદારોને દરરોજ પોતના ખિસ્સા હળવો થતો ભાર નજર સમક્ષ દેવાખાવા લાગ્યો છે. આ વાતનો ડર અંદરખાને નેતાઓને સતાવી રહ્યો છે. છતાં પક્ષનાં નેતાઓને ચમત્કાર સાથે પોતાના ઉમેદવારોના વિજયની આશા વ્યક્ત કરે છે.
દેશની વર્તમાન સ્થિતીએ શેરબજાર ભલે આકાશને આંબવાનો પ્રયાસ કરે પરંતુ
આભાર - નિહારીકા રવિયા ગરીબો દરિદ્ર અવસ્થામાં અને ઉચ્ચ મધ્યમવર્ગ ખસકી મધ્યમવર્ગમં તો મધ્યમવર્ગ ખસકી ગરીબ વર્ગમાં આવી રહ્યો છે ત્યારે સતાધારી પક્ષનાં વચનો ઝાંઝવાનાં જળ સાબિત થઈ રહેલ છે. દેશનાં સૌથી વધુ મતદારવર્ગ ગરીબ, મધ્યમવર્ગ, વેપારીઓ, ખેડૂતો તેમજ શિક્ષીત બેરોજગારી ઉપરાંત અનેક લાગુ કરાયેલા અવ્યવહારૂ નિયમો-કાયદાથી સામાન્ય મતદાર મુશ્કેલી અનુભવી રહ્યો છે. મતદારોમાં છૂપાયેલ રોષ કોને ફાયદો કરાવી આપે છે અને કોને કેટલું નુકશાન પહોચાડે તે તો ચૂંટણી પરિણામ (મતદારોનો ચૂકાદો) જ નક્કી કરી આપશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા પક્ષોએ મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવા ઢંઢેરા બહાર પાડી મતદારોને માલામાલ કરવાનાં સીધા-આડકતરા વચનો આપેલ છે. મતદારો ચૂંટણી સમયે આવા વચનો સાંભળી ચૂક્યા હોવાથી પોતાનું મન અકળ રાખતા હોવાથી રાજનેતાઓને અંદરખાને અકળામણ વધી રહી છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી માટે વકરો તેટલો નફો જેવી સ્થિતી હોવાથી કંઈ જ ગુમાવવાનું ન હોવાથી આ પાર્ટી જે કાંઈ રાજકીય કાઠું કાઢે તે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ તથા કોંગ્રેસ માટે ચેતવણીની ઘંટડી અને લાલબત્તી સમાન બની રહેશે.

આ પણ વાંચો: Helina Missile: આકાશમાંથી ટેંકોને નષ્ટ કરશે ભારતનો નાગ, દુશ્મનો પર ભારે પડશે આ ખાસિયત

English summary
Gujarat Local Body Election: Fear of other parties becoming AAP's silent killer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X