ગુજરાત પંચાયત ચૂંટણી પરિણામઃ 1620 સીટો જીતીને ભાજપ પહેલા નંબર પર, જાણો અન્યના હાલ
અમદાવાદઃ ગુજરાતના 27 જિલ્લાઓમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે થયેલ મતદાન બાદ મંગળવારે ચૂંટણી પરિણામ આવ્યા. જેમાં સત્તારૂઢ ભાજપનુ પ્રદર્શન અન્ય બધી પાર્ટીઓથી સારુ રહ્યુ. કોંગ્રેસ બીજા નંબરે રહી. વળી, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાલી આમ આદમી પાર્ટી(આપ)એ પણ ઘણા જિલ્લાઓમાં સારુ પ્રદર્શન કર્યુ. જૂનાગઢ તાલુકા પંચાયતમાં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાનુ ખાતુ ખોલાવ્યુ. ત્યારબાદ જામનગર તાલુકામાં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી.

શહેરો બાદ ગામોમાં પણ ભાજપ
અત્યાર સુધીના ચૂંટણી પરિણામો જોઈએ તો રાજ્યમાં 2010 પાલિકા પંચાયત ચૂંટણી બાદ આ પહેલી વાર છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં દરેક જગ્યાએ ભાજપ જ જોવા મળી રહી છે. આ પાર્ટી હવે એ સીટો પર પણ કબ્જો કરવામાં સફળ રહી જ્યાં 2015માં કોંગ્રેસને જીત મળી હતી. બપોરે 2 વાગ્યા સુધીની મતગણતરીમાં 1620 સીટો જીતીને ભાજપ પહેલા નંબરે આવી ગયુ. કોંગ્રેસના ખાતામાં 368 સીટો અને અન્યને 30 સીટો મળી છે.

સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
જો કે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં શહેર પછી ગામોમાં પણ એન્ટ્રી કરી છે. અત્યાર સુધી ગુજરાતની બીજી મોટી પાર્ટીનો દરજ્જો મેળવતી રહેલી કોંગ્રેસ આ વખતે ઘણી જગ્યાએ સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યુ કે આખી તસવીર આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થવાની આશા છે. મતગણતરી માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને કોરોના વાયરસ પ્રોટોકૉલનુ પાલન કરવામાં આવી રહ્યુ છે.

રવિવારે થયુ હતુ મતદાન
ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે રવિવારે મતદાન થયુ હતુ. અહીં લગભગ 64 ટકા મતદાન થયુ હતુ. જેમાંથી 81 નગરપાલિકાઓમાં 58.82 ટકા મતદાન થયુ હતુ. વળી, 31 જિલ્લા પંચાયતોમાં 65.80 ટકા અને 231 તાલુકા પંચાયતોમાં 66.60 ટકા મતદાન થયુ હતુ. બધી સ્થાનિક નિગમોમાં સરેરાશ મતદાન 63.74 ટકા થયુ હતુ.