Gujarat Local Body Election: શું છે બે બાળકોનો નિયમ, જેને કારણે કેટલાયની ઉમેદવારી રદ્દ થઈ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થનાર છે. પરંતુ બે બાળકોના પ્રાવધાનને પગલે સોમવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારીએ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા દીપક શ્રીવાસ્તવનું નામાંકન રદ્દ કર્યું. દીપક શ્રીવાસ્તવ બે વખત કાઉન્સિલર રહી ચૂક્યા છે. ભાજપે ટિકિટ આપવાનો ઈનકાર કર્યા બાદ દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું હતું. દીપકને ત્રણ બાળકો છે. જેમાંથી એક બાળકને ચૂંટણીના એલાન પહેલાં જ ખોળે બેસાડ્યું હતું.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ભાજપી ઉમેદવાર આશીષ જોશિએ સોમવારે સવારે દીપક શ્રીવાસ્તવની ઉમેદવારી પર વાંધો ઉઠાવ્યો હતો. જોશીનો આરોપ છે કે દીપક શ્રીવાસ્તવે ખોટું સોગંધનામું દાખલ કર્યું છે. જોશીએ આરોપ લગાવ્યો કે દીપકે માત્ર બે બાળકોનો ઉલ્લેખ કરી ચૂંટણી અધિકારીનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી. જે બાદ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને દીપક પોતાના સમર્થકો સાથે જિલ્લા વિકાસ કાર્યાલયે એકત્રિત થયા અને સંતાનના મુદ્દે બોલનારાઓ સામે માનહાનીનો કેસ દાખલ કરવાની ધમકી આપી.
શું છે બે બાળકોનો નિયમ
જણાવી દઈએ કે ચૂંટણી અધિકારીના આદેશમાં ગુજરાત પ્રોવિઝનલ મ્યૂનિસિપાલ કોર્પોરેશન એક્ટ 1949ની કમલ 10નો હવાલો આપવામાં આવ્યો. જેમાં 4 ઓગસ્ટ 2020ના રોજ સંશોધન કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રાવધાન કરવામાં આવ્યું હતું કે જે ઉમેદવારને બેથી વધુ બાળકો હશે તેમની ઉમેદવારી રદ્દ કરાશે.
વડોદરા નિગમના વોર્ડ નંબર 9થી અપક્ષ ઉમેદવાર અને હાલના કાઉન્સિલર વિરેન રામીની પણ ઉમેદવારી રદ્દ કરવામાં આવી. તેમની ઉમેદવારી પર ભાજપ ઉમેદવાર શ્રીરંગ આયરે વાંધો ઉઠાવ્યો હતો. બાજપી ઉમેદવારનો આરોપ હતો કે વિરેન રામીએ માત્ર બે બાળકો વિશે જાણકારી આપી છે જ્યારે તેમના ત્રણ બાળકો છે. જ્યારે રામીની દલીલ હતી કે એક બાળક તેમની પહેલી પત્નીથી છે જે તલાક બાદ અલગ રહે છે અને બાળક પણ તેની પાસે છે. જેને ત્રીજા બાળક તરીકે ના ગણી શકાય. પરંતુ ચૂંટણી અધિકારીએ તેની દલીલ ફગાવી દીધી, અને ગુજરાત પ્રોવિઝનલ મ્યૂનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 10નો હવાલો આપ્યો.
આવી જ રીતે રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર 4 માટે કોંગ્રેસના ઉમેદવાર નારણ સાવસેટાનું નામાંકન પણ આ કારણે જ રદ્દ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આ પ્રાવધાનની જાણકારી નહોતી. તેમણે પોતાનું નામાંકન પરત લેવા માટે શપથ પત્ર તૈયાર કર્યો. હવે તેમની જગ્યાએ રામ જિલારિયા સત્તાવાર ઉમેદવાર હશે.
ગુજરાત ચૂંટણીઃ કોંગ્રેસના 25 મુસ્લિમ ઉમેદવાર, AIMIMના 21, સત્તારુઢ ભાજપના એક પણ નહિ