For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં દલિત યુવકના વાળ કાપ્યા તો હજામની થઈ પિટાઈ, 4 ની ધરપકડ

ગુજરાતમાં ફરીથી એકવાર દલિત યુવક સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. આ મામલો મહેસાણાના સતલાસણા તાલુકના ઉમરેચા ગામનો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ફરીથી એકવાર દલિત યુવક સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. જાણકારી મુજબ ઉચ્ચ જ્ઞાતિના ચાર લોકોએ યુવકની એટલા માટે પિટાઈ કરી કારણકે તેણે દલિત યુવકના વાળ કાપ્યા હતા. આ મામલો મહેસાણાના સતલાસણા તાલુકના ઉમરેચા ગામનો છે. પીડિતના પિતાએ આ મામલે સતલાસણા પોલિસ સ્ટેશન પર ફરિયાદ દાખલ કરાવી છે. જસીબેન ભગવાનદાસે આરોપ લગાવ્યો છે કે તેમનો પુત્ર ગામમાં સલુન ચલાવે છે. તેના પર રવિવારે રાત્રે ચાર લોકોએ હુમલો કરી દીધો. મહિલાએ આ ચારેય હુમલાખોરોની ઓળખ કરી લીધી છે.

dalit

મહિલાએ જણાવ્યુ કે ચારેય હુમલાખોર ગોવિંદ ચૌધરી, નાનજી ચૌધરી, રાજેશ ચૌધરી અને વસંત ચૌધરી છે. આ બધા ગામમાં રહે છે. જસીબેને આરોપ લગાવ્યો છે કે 10 દિવસ પહેલા જિગરને આ લોકોએ ધમકી આપી હતી કે તે દલિત યુવકના વાળ નહિ કાપે પરંતુ જિગરે તેમની આ ધમકીને નજર અંદાજ કરી દીધી અને પોતાની દુકાનમાં દલિતને આવવા દીધો. મામલાની તપાસ કરી રહેલા સબ ઈન્સ્પેક્ટર રતિલાલ મકવાણાએ જણાવ્યુ કે દલિતના વાળ કાપવાની યુવકને ચેતવણી આપવામાં આવી હતી પરંતુ જ્યારે તેની દુકાન પર દલિત યુવક પહોંચ્યો તો આનાથી નારાજ લોકોએ તેના પર હુમલો કરી દીધો.

મકવાણાએ જણાવ્યુ કે તે ગામમાં ગયા અને ઘણા દલિતોના નિવેદનો નોંધ્યા છે. આ બધા લોકોએ કહ્યુ કે તેમને જિગર સાથે ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો. આ લોકોએ જણાવ્યુ કે તેને ક્યારેય કોઈએ ધમકી નથી આપી કે તેની દુકાનમાં દલિતોને નહિ આવવા દેવામાં આવે. તમને જણાવી દઈએ કે ઉમરેચામાં કુલ 1800 લોકોની વસ્તી છે. અહીં 40-50 ઘર છે જે દલિતોના છે. ગામમાં ક્યારેય જાતિ અંગે કોઈ પણ પ્રકારનો વિવાદ થયો નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ જ મહિને 13 વર્ષના દલિતને દરબાર સમુદાયના લોકોએ ખૂબ માર્યો હતો કારણકે તેણે રજવાડી જૂતા પહેર્યા હતા, સોનાની ચેન પહેરી હતી જે સામાન્ય રીતે ઉચ્ચ જાતિના લોકો પહેરે છે.

English summary
Gujarat: man was beaten for cutting the hair of Dalit man. Police has arrested 4 men in the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X