રાજ્યમાં 11 વાગ્યા સુધી સરેરાશ 10 ટકા મતદાન થયું છે
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થઈ ગયું હતું. પહેલી ચાર કલાકમાં એટલે કે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 10 ટકા મતદાન થયું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન થયું છે, જામગનર મહાનગરપાલિકામાં અત્યાર સુધી 19 ટકા મતદાન થયું છે, સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધી 18 ટકા મતદાન થયું છે, રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધી 17 ટકા મતદાન થયું છે, ભાવનગર મહાનગરપાલિકામાં અત્યાર સુધી 20 ટકા મતદાન થયું છે, વડોદરામાં 11 વાગ્યા સુધી 18 ટકા મતદાન થયું છે.
રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાની કુલ 575 સીટ માટે મતદાન થઈ રહ્યું છે, જેના માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી ભાજપના 577, કોંગ્રેસના 566, આમ આદમી પાર્ટીના 470, રાકાંપાના 91 અને અન્ય દળોના 353 તથા 228 અપક્ષ ઉમેદવારો છે. આ છ શહેરોમાં મતદાતાઓની કુલ સંખ્યા 1.14 કરોડ છે, જેમાંથી 60.60 પુરુષ અને 54.06 લાક મહિલા મતદાતા છે. તેમણે કહ્યું કે 11121 ચૂંટણી બૂથમાંથી 2255 સંવેદનશીલ છે અને 1188ને અત્યંત સંવેદનશીલ ઘોષિત કરવામાં આવ્યા છે.
ભાજપે લોકોનો વિશ્વાસ જીત્યો છે અને લોકો ભાજપને જ ચૂંટશેઃ સીઆર પાટિલ