For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ બે વર્ષમાં નવજાત શિશુ યૂનિટ્સમાં 15 હજારથી વધુ બાળકોનાં મોત

ગુજરાતઃ બે વર્ષમાં નવજાત શિશુ યૂનિટ્સમાં 15 હજારથી વધુ બાળકોનાં મોત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત સરકારે મંગળવારે વિધાનસભાને જણાવ્યું કે રાજ્યમાં નવજાત શિશુ દેખાળ એકમોમાં વિવિધ બીમારીઓને કારણે 15000થી વધુ બાળકોના મૃત્યુ થયાં છે. રાજ્યના લગભગ તમામ જિલ્લમાં સ્થાપિત નવજાત શિશુ દેખભાળ એકમોમાં આ મોત થયાં છે. પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલોના જવાબમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં 2018 અને 2019 દરમિયાન આવા એકમોમાં ભરતી થયેલ 1.06 લાખ શિશુઓમાંથી 15013 શિશુઓના ઈલાજ દરમિયાન મૃત્યુ થયાં છે. નીતિન પટેલ સ્વાસ્થ્ય વિભાગ પણ સંભાળે છે.

15000 બાળકોના મોત

15000 બાળકોના મોત

પોતાના લેખિત જવાબમાં નીતિન પટેલે કહ્યું કે આ 1.06 લાખ બાળકોમાંથી 71774 સિવિલ હોસ્પિટલમાં જન્મ્યા હતા અને બાદમાં ઈલાજ માટે નવજાત શિશુ દેખભાળ એકમોમાં લાવવામાં આવ્યાં હતાં. મંત્રીએ કહ્યું કે અન્ય હોસ્પિટલોમાં જન્મનાર 34727 બાળકોને પણ બાદમાં આ દેખભાળ એકમોમાં લાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં સૌથી વધુ મોત

અમદાવાદમાં સૌથી વધુ મોત

નીતિન પટેલે કહ્યું કે સૌથી વધુ બાળકોના મોત ક્રમશઃ અમદાવાદ (4322), વડોદરા (2,362) અને સુરત (1,986)માં થયાં. નીતિન પટેલે નવજાત બાળકોના દેખભાળ એકમોમાં સુવિધાઓમાં સુધારા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પગલાંઓને પણ સૂચીબદ્ધ કર્યા.

નીતિન પટેલે જવાબ આપ્યો

નીતિન પટેલે જવાબ આપ્યો

આ ઉપાયોમાં બાળરોગ વિશેષજ્ઞો અને ચિકિત્સા અધિકારીઓની નિયુક્તિને પ્રાથમિકતા આપવી, ડૉક્ટર્સ અને નર્સિંગ કર્મચારીઓ માટે વિશેષ પ્રશિક્ષણ અને આ એકમોમાં ઉપકરણો અને અન્ય આવશ્યક વસ્તુઓની પર્યાપ્ત આપૂર્તિ બનાવી રાખવી સામેલ હતું.

હિંમતનગરની બાળકીએ સંભળાવી આજના શિક્ષણ-શિક્ષકોની વ્યથા, વિડિઓ વાયરલહિંમતનગરની બાળકીએ સંભળાવી આજના શિક્ષણ-શિક્ષકોની વ્યથા, વિડિઓ વાયરલ

English summary
Gujarat: More than 15,000 children die in newborn infant units in two years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X