• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 વર્ષના બાળકે માને પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધી, કોઈને કહી દેશે એ બીકે કરી હત્યા

|

મહેસાણાઃ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં ઝાડી ઝાંખરા વચ્ચે એક બાળકની લાશ મળી. પોલિસને બનાવની જાણ થતા તપાસ કરવામાં આવી જેમાં સમગ્ર ઘટના બહાર આવી. પોલિસ તપાસમાં જાણવા મળ્યુ કે બાળકને તેની માના પ્રેમીએ ગળુ દબાવીને મારી નાખ્યો હતો. વાસ્તવમાં બાળકે માને પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધી હતી અને તેને ડર હતો કે આ વાત તે કોઈને કહી દેશે માટે તેેણે બાળકી હત્યા કરી દીધી.

હાલમાં આરોપી પોલિસ કસ્ટડીમાં છે અને પોલિસના જણાવ્યા મુજબ તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો છે. તેની ઓળખ સંજય ગોપાલ તરીકે થઈ છે. તેણે જે બાળકની હત્યા કરી તેનુ નામ જગદીશ લલિત ઠાકોર (5) હતુ. જગદીશનુ શબ શનિવારે રાતે ઝાડીઓમાંથી મળ્યુ હતુ. આ પહેલા શનિવારે સવારે તેની ગાયબ થવા પર પરિવારે અપહરણનો કેસ નોંધાવ્યો હતો. તેની શોધખોળ પણ કરવામાં આવી હતી પરંતુ તે ક્યાંય મળ્યો નહોતો.

આ હત્યાકાંડમાં મા પણ ગુનેગાર છે. માના આરોપી સંજય ગોપાલ સાથે આડા સંબંધ હતા અને બંને ઘણી વાર મળતા હતા. બાળકે તેમને જોઈ લીધા હતા માટે બાળકને મારી નાખવામાં આવ્યો. પોલિસનુ કહેવુ છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકનીમાના પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેણે બાળકની હત્યા કબૂલી લીધી છે. બાળક મેમદપુરનો રહેવાસી હતો.

જામનગરઃ સગીરા પર બે વાર બળાત્કાર, આઘાતમાં પિતાએ કર્યુ સુસાઈડજામનગરઃ સગીરા પર બે વાર બળાત્કાર, આઘાતમાં પિતાએ કર્યુ સુસાઈડ

English summary
Gujarat: Mother's lover Killed her 5 year child in Mehsana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X