For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Municipal Election Result: ગુજરાત નગર નિગમ ચૂંટણી પરિણામ આજે, સમજો રાજકીય ગણિત

ગુજરાતમાં મહાનગર પાલિકાઓ માટે થયેલ ચૂંટણીના પરિણામ આજે (23 ફેબ્રુઆરી)એ આવશે.

|
Google Oneindia Gujarati News

Gujarat Municipal Election Results 2021, અમદાવાદઃ ગુજરાતમાં મહાનગર પાલિકાઓ માટે થયેલ ચૂંટણીના પરિણામ આજે (23 ફેબ્રુઆરી)એ આવશે. રવિવારે (21 ફેબ્રુઆરી)એ અહીં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાઓમાં મતદાન થયુ હતુ. જેમાં રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર શામેલ હતા. રાજ્યભરના નગર નિગમો(મહાનગર પાલિકાઓ)માં 575 સીટો માટે લોકોએ મત આપ્યા હતા. મત આપનારામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અમિત શાહ પણ શામેલ હતા. ગુજરાતમાં ભાજપ સત્તામાં છે અને સ્થાનિક નગર નિગમમાં પણ અહીં ભાજપ છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહનો દાવો છે કે ભાજપ ફરીથી બધી સીટો પર જીત મેળવશે. ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલનુ પણ એમ જ કહેવુ છે. આ ચૂંટણીને આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા વિજય રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર માટે એક સેમી ફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. જો ભાજપનુ પ્રદર્શન સારુ રહે તો તે રૂપાણીના નેતૃત્વ માટે સારુ રહેશે. અત્યારે અહીં 31 જિલ્લા તેમજ 231 તાલુકા પંચાયત તેમજ 81 નગર પાલિકા માટે પણ 28 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે.

પહેલી વાર ઓવેસીની એન્ટ્રી

પહેલી વાર ઓવેસીની એન્ટ્રી

આ વખતની મહાનગર પાલિકા ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ની પણ એન્ટ્રી થઈ છે. દિલ્લીની સત્તા પર રહેલ આમ આદમી પાર્ટી પણ પોતાના વિકાસ ફૉર્મ્યુલાના દમ પર અહીં એન્ટર થઈ છે. આપ અને એઆઈએમઆઈએમ ઉપરાંત સ્થાનિક પાર્ટી બીટીપીએ પણ કોંગ્રેસ-ભાજપ હોવા છતાં એન્ટ્રી કરી છે. સૌથી રસપ્રદ અહીં ઓવૈસીની પાર્ટીનુ આવવુ છે. વાસ્તવમાં થોડા સમય પહેલા જ્યારે હૈદરાબાદમાં નગરનિગરની ચૂંટણી થઈ હતી તો ભાજપે ત્યાં જઈને ચૂંટણી લડી. ભાજપ ત્યાં બીજા નંબરની પાર્ટી બનીને ઉભરી. હૈદરાબાદ એઆઈએમઆઈએમનો ગઢ રહ્યો છે. તેમછતાં ભાજપે ત્યાં સારુ પ્રદર્શન કર્યુ. એ રીતે ઓવૈસીએ પણ ભાજપનો ગઢ રહેલ ગુજરાતમાં પોતાનો દમ દેખાડવાની કોશિશ કરી છે. કોણ કેવુ પ્રદર્શન કરશે એ આજે(23 ફેબ્રુઆરી)એ ખબર પડશે.

2276 ઉમેદવાર અને 1 કરોડથી વધુ મતદારો

2276 ઉમેદવાર અને 1 કરોડથી વધુ મતદારો

આ વખતની ચૂંટણીમાં 576 સીટો પર 2276 ઉમેદવારો ઉભા રહ્યા છે. ચૂંટણી લડનારામાં ભાજપના 577, કોંગ્રેસના 566, આપના 470, એનસીપીની 91, અન્ય પક્ષોના 353 અને 228 અપક્ષ શામેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર વગેરે બધી 6 નગર નિગમોમાં 576 વૉર્ડ જ છે. જેમાં સૌથી વધુ ધ્યાન બે મોટા શહેર અમદાવાદ મહાનગર પાલિકા તેમજ સુરત મહાનગર પાલિકાની ચૂંટણી પર રહેશે. ચૂંટણી સંપન્ન કરાવવા માટે પંચ દ્વારા 63209 કર્મચારી તૈનાત કરવામાં આવ્યા. પંચમાંથી મળેલી માહિતી મુજબ 6 નગર નિગમોમાં 1,14,67,358 મતદારો છે. જેમાં 60.60 લાખ પુરુષ અને 54.06 લાખ મહિલાઓ છે.

અલગ અલગ દિવસે મત ગણતરી

અલગ અલગ દિવસે મત ગણતરી

6 નગર નિગમોમાં 2276 ઉમેદવાર, 31 જિલ્લા પંચાયતમાં 2655, 231 તાલુકા પંચાયતમાં 12265, 81 નગરપાલિકામાં 7245, પેટાચૂંટણીવાળી સીટો પર 51 અલગ અલગ દિવસે મત ગણતરી ગુજરાતમાં નગર નિગમ ચૂંટણી અને નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત ચૂંટણીની મત ગણતરી અલગ અલગ તારીખોમાં થશે. સુપ્રીમ કોર્ટમાંથી પણ ચૂંટણી અલગ અલગ તારીખો પર મતદાન કરાવવાની અનુમતિ મળી ગઈ છે. આ પહેલા કોંગ્રેસે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારીને અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે બે અલગ અલગ દિવસે થનારી મતોની ગણતરીના વિરોધમાં કોંગ્રેસની અરજીને ફગાવી દીધી હતી. વાસ્તવમાં ચૂંટણી પંચે નગર નિગમ ચૂંટણી માટે મતગણતરી 23 ફેબ્રુઆરીએ જ્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણી માટે મતગણતરી 2 માર્ચે કરાવવાની જાહેરાત કરી છે.

Gujarat Municipal Election Results 2021 Live Updates: 6 મહાનગરપાલિકાનું આજે પરિણામGujarat Municipal Election Results 2021 Live Updates: 6 મહાનગરપાલિકાનું આજે પરિણામ

English summary
Gujarat Municipal Election Results 2021: 6 Municipal Corporation Election Result today on 23 february.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X