For Quick Alerts
For Daily Alerts
ગુજરાત : પાકિસ્તાની કેદીએ જેલમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી
બનાસકાંઠા, 6 માર્ચ : ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ જિલ્લાના રાધનપુરની જેલના શૌચાલયમાં આજે એક પાકિસ્તાની કેદીએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ બનાવ અંગે રાધનપુર જેલના ઉપજેલર કે એલ દેસાઇએ જણાવ્યું કે "આ ઘટના એ સમયે ઘટી જ્યારે પરબતસિંહ અમરસિંહ કોળી (ઉંમર 40)ને અન્ય કેદીઓની સાથે જેલમાંથી નહાવા માટે બહાર કાઢવામાં આવ્યા હતા."
દેસાઇએ એમ પણ જણાવ્યું કે કોળી શૌચાલય ગયો હતો. તેણે પહેરેલા ઉપવસ્ત્રની મદદથી ફાંસી લગાવી દીધી હતી. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નગરપારકર જિલ્લાના આજ નામવાળા તાતુકાના કરઇ ગામનો નિવાસી હતો.
ઉલ્લેખનીય છે કે 40 વર્ષીય કોળીને વર્ષ 2012માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય સીમા વિસ્તારમાં પિલ્લર નંબર 982 પાસેથી પકડ્યો હતો. ત્યાર બાદ તેને રાજ્ય પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.