Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Police: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

Gujarat Police Recruitment 2026: ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું જોતા લાખો ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા PSI અને લોકરક્ષક દળ (LRD) ની શારીરિક કસોટીનું શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતીની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે.

Gujarat Police

12 જાન્યુઆરીથી હોલ ટિકિટ મળશે

પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ, ઉમેદવારો પોતાના કોલ લેટર 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. આ માટે ઉમેદવારોએ ઓજસ (OJAS) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

ભરતી પ્રક્રિયાની મહત્વની વિગતો

  • કુલ જગ્યાઓ: 13,591 (વર્ગ-3 સંવર્ગ)
  • કસોટીનો પ્રારંભ: 21 જાન્યુઆરી 2026
  • કોલ લેટર ડાઉનલોડ તારીખ: 12 જાન્યુઆરી 2026 (બપોરે 2 વાગ્યાથી)
  • પારદર્શિતા: દોડ દરમિયાન સમય માપવા માટે RFID ચીપ અને ગ્રાઉન્ડ પર CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત

ઉમેદવારો નીચે મુજબના સરળ સ્ટેપ્સ દ્વારા પોતાની હોલ ટિકિટ મેળવી શકે છે.

  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  • ત્યાં 'Call Letter' સેક્શનમાં જઈને 'Preliminary Exam Call Letter' પર ક્લિક કરો.
  • ત્યારબાદ લિસ્ટમાંથી પોલીસ ભરતીની જાહેરાત પસંદ કરો.
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ સબમિટ કરો.
  • સ્ક્રીન પર કોલ લેટર દેખાશે, જેની પ્રિન્ટ કાઢી લો.

ઉમેદવારો માટે સૂચના

પરીક્ષાના દિવસે ઉમેદવારોએ કોલ લેટરની સાથે પોતાનું ઓરિજનલ આઈડી પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ) અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રાખવા અનિવાર્ય છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.

ભરતી બોર્ડે ઉમેદવારોને સોશિયલ મીડિયાની અફવાઓથી બચીને માત્ર સત્તાવાર વેબસાઇટ પરની માહિતી પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X