ગુજરાત: મસાજની આડમાં યુવક-યુવતીઓ પાસે કરાવતું અનૈતિક કામ
શહેરમાં દેહવેપાર અને અનૈતિક સંબધોંની ફરિયાદ પર પોલીસ આજકાલ ખુબ જ કાર્યવાહી કરી રહી છે. છેલ્લા બે દિવસથી તૈયારી હેઠળ પોલીસે કાલાવાડ રોડ નજીક આવેલા કોઝી કેફે અને યુનિવર્સીટી રોડ પાસે આવેલા સીટ એન્ડ બ્રાઇટ કેફે પર છાપો માર્યો. તેનાથી કેફે સંચાલકના હોશ ઉડી ગયા. એટલું જ નહીં પરંતુ ત્યાં અય્યાશી કરી રહેલા યુવક અને યુવતીઓ પણ અહીં તહીં ભાગવા લાગ્યા. તેમ છતાં આ રેડ દરમિયાન ઘણા લોકો પોલીસના હાથ લાગી ગયા.
સ્પામાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, પોલીસને 5 થાઈ છોકરીઓ મળી

ગ્રાહકોમાં ભાગદોડ મચી, યુવતીઓ સંતાવા લાગી
મળતી જાણકારી અનુસાર અહીં કેફેમાં યુવક-યુવતીઓને એકાંતની સુવિધા આપવામાં આવતી હતી. મસાજના નામે દેહવેપારનો કારોબાર ચાલતો હતો. આ સ્પા વિશે કોઈએ પોલીસને તેની ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસ આ જગ્યા પર આવી પહોંચી. પોલીસને જોતા જ અંદર રહેલા ગ્રાહકો અને યુવતીઓમાં ભાગદોડ મચી ગઈ.

કોલેજીયન યુથ અહીં જોવા મળતું હતું
કોલેજીયન યુવક અને યુવતીઓને કાલાવાડ રોડ નજીક આવેલા કોઝી કેફે અને યુનિવર્સીટી રોડ પાસે આવેલા સીટ એન્ડ બ્રાઇટ કેફે પાસે જોવામાં આવતા હતા. પરંતુ કોઈને પણ અહીં ચાલી રહેલા કુકર્મો વિશે અંદાઝો પણ નહીં લાગ્યો.

રેડ મારવામાં આવી, સીસીટીવી ફૂટેઝ પણ જપ્ત
અહીં એકાંતની સુવિધા આપવામાં આવે છે તેવી જાણકારી ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી હતી. જેને કારણે બંને કેફે પર રેડ મારવામાં આવી. અહીંની સીસીટીવી ફૂટેઝ પણ જપ્ત કરવામાં આવી છે. તેની સાથે અહીંની માલિકો પર કાનૂની કાર્યવાહીની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.

કપડાં વિનાના કસ્ટમર પણ જોવા મળ્યા
આ પહેલા શહેરમાં બુદ્ધ ઇન્ટરનેશનલ સ્પા અને હેવન વેલનેસ સ્પામાં મસાજના નામે દેહવેપાર થતો હોવાની જાણકારી પોલીસને મળી હતી. તેને કારણે પોલીસે મીડિયાને સાથે લઈને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી, જેમાં ઘણા ગ્રાહકો કપડાં વિનાના જોવા મળ્યા. સ્પામાં કામ કરતી યુવતીઓ જલ્દી જલ્દી ભાગવા લાગી.

હુક્કા સહીત બીજી પણ કેટલીક સુવિધાઓ આપવામાં આવતી હતી
જણાવવામાં આવી રહ્યું છે કે સ્પામાં હુક્કા સહીત બીજી પણ કેટલીક નશાની સુવિધાઓ આપવામાં આવતી હતી. હાલમાં આ મામલે જાંચ કરવામાં આવી રહી છે.