For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 વર્ષમાં MLAsની આવકમાં 13થી 4281 ટકા સુધીનો વધારો

|
Google Oneindia Gujarati News

gujarat-plain-map
અમદાવાદ, 8 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં મુખ્ય પક્ષો પોતાના મતદારોને ઘરનું ઘર, રોજગારી આપવા જેવા વચનો આપીને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. પણ અહીં એ જાણવું પણ રસપ્રદ છે કે છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના અનેક કાર્યો કર્યાના દાવાઓ પોકારતા રાજકીય નેતાઓ, ધારાસભ્યોના આવકનો વિકાસ ગુજરાતના વિકાસ અને આવક કરતા પણ વધી જાય એવો છે. આ અંગેનું એક રસપ્રદ વિશ્લેષણ અહીં રજૂ કરવામાં આવ્યું છે.ફરીથી ચુંટણી લડતા ઉમેદવારો અને એમએલએ ની મિલ્કત અંગેની તુલના ફરીથી ચૂંટણી લડતા ઉમેદવારોની મિલ્કત અંગેની તુલનાનો સારાંશઃ

2007ની ચુંટણી લડેલા ઉમેદવારોમાંથી ફરીથી 2012માં ચુંટણી લડતા ઉમેદવારોની સંખ્યા 82 છે. આ ઉમેદવારોની 2007માં જાહેર કરેલી સંપત્તિ રૂ. 2,35,60,076 કરોડ (2.35 કરોડ) છે. આ ઉમેદવારોએ 2012ના પ્રથમ ચરણમાં ચુંટણી લડતા ઉમેદવારોની સંપત્તિ રૂ. 9,31,59,749 (9.31 કરોડ) જાહેર કરેલ છે. આ ઉમેદવારોની સરેરાશ સંપત્તિમાં વધારો 295 ટકા થયેલ છે.

સિધ્ધપુર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂતે તેમની સંપત્તિમાં સૌથી વધારે રૂ. 233.73 કરોડનો વધારો જાહેર કરેલ છે (2007માં રૂ. 34.66 કરોડથી વધીને 2012માં રૂ. 268.40 કરોડ) છે. આમના પછી પાદરા વિધાનસભા ક્ષેત્રથી ચુંટણી લડતા ભાજપના ઉમેદવાર પટેલ દિનેશભાઇ બાલુભાઇની સંપત્તિમાં રૂ. 34.89 કરોડનો વધારો થયો છે (2007માં રૂ. 4.51 કરોડથી વધીને 2012માં રૂ. 39.41 કરોડ) અને ભુજ વિધાનસભા ક્ષેત્રથી ચુંટણી લડનાર ભાજપના
ઉમેદવાર આચાર્ય ડૉ નીમાબેન ભાવેશભાઇની સંપત્તિમાં રૂ. 32.30 કરોડનો વધારો થયો (2007માં રૂ. 2.34 કરોડથી વધીને 2012માં રૂ. 34.64 કરોડ) છે.

સંપત્તિની ટકાવારીમાં સૌથી વધારે વધારો 4281 ટકા ફરીથી ચુંટણી લડી રહેલ પાનડાના વજેસિંહભાઇ પરસિંહભાઇ (વિધાનસભા ક્ષેા દાહોદ એસ.ટી.કોંગ્રેસ) થયેલ છે (2007માં રૂ. 4.40 લાખથી વધીને 2012માં 1.92 કરોડ). આમના પછી પરમાર શૈલેષ મનહરભાઇ (દાણીલીમડા વિધાનસભા ક્ષેત્ર એસ.ટી.-કોંગ્રેસ) ની સંપત્તિમાં 2944 ટકાનો વધારો થયેલ છે (2007માં રૂ. 96.15 લાખથી વધીને 2012માં રૂ. 29.26 કરોડ) અને બલદેવભાઇ સી. ઠાકોર (વિધાનસભા ક્ષેત્ર કલોલ-કોંગ્રેસ)ની સંપત્તિમાં 2579 ટકાનો વધારો (2007માં 63.91 લાખથી વધીને 2012માં 17.12 કરોડ) થયેલ છે.

ફરીથી ચુંટણી લડતા ઉમેદવારોમાંથી બે ઉમેદવારો એવા છે જેમણે પોતાની સંપત્તિમાં ઘટાડો દર્શાવેલ છે (2007ની એફિડેવિટની તુલના 2012ની એફિડેવિટ સાથે કરવાથી) તેમાં પ્રવિણસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (વિધાનસભા ક્ષેત્ર ગોધરા-ભા.જ.પ.) એ 13 ટકા (2007માં રૂ. 83.54 લાખથી ઘટીને 2012માં 72.79 લાખ)નો ઘટાડો દર્શાવેલ છે અને દલાલ પટેલ સૌરભ યશવંતભાઇ (વિધાનસભા ક્ષેત્ર અકોટા- ભાજપ) એ 13 ટકા (2007માં રૂ. 65.29 લાખથી ઘટીને 2012માં રૂ. 56.60 લાખ)નો ઘટાડો
દર્શાવેલ છે.

ફરીથી ચૂંટણી લડતા એમ.એલ.એ.ની મિલકતોની સરખામણીનો (તુલનાનો) સારાંશ :

61 ઉમેદવાર એવા છે જેઓ ગુજરાત વિધાનસભા 2007માં વિજયી થયેલા છે અને 2012માં ફરી ચુંટણી લડી રહ્યા છે. 2007માં જીતેલા આ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 2,20,60,291 (2.20 કરોડ) હતી. આ ઉમેદવારોએ 2012માં જાહેર કરેલ સરેરાશ સંપત્તિ રૂ. 6,73,51,537 (6.73 કરોડ) છે. ફરીથી ચુંટણી લડી રહેલા આ ઉમેદવારોની સંપત્તિમાં સરેરાશ રૂ. 4,52,91,245 (4.52 કરોડ)નો વધારો થયેલ છે. આ ઉમેદવારોની સરેરાશ સંપત્તિમાં 205 ટકાનો વધારો થયેલ છે.

પાદરા વિધાનસભા ક્ષેત્રથી ચુંટણી લડી રહેલા ભાજપના MLA પટેલ દિનેશભાઇ બાલુભાઇએ પોતાની સંપત્તિમાં સૌથી વધારે રૂ. 34.89 કરોડનો વધારો જાહેર કરેલ છે (2007માં રૂ. 4.51 કરોડથી વધીને 2012માં રૂ. 39.41 કરોડ). આમના પછી ભુજ વિધાનસભા ક્ષેત્રથી ચુંટણી લડી રહેલા ભાજપના MLA આચાર્ય ર્ડૉ નિમાબેન ભાવેશભાઇની સંપત્તિમાં રૂ. 32.30 કરોડનો વધારો થયેલ છે (2007માં રૂ. 2.34 કરોડથી વધીને 2012માં રૂ. 34.64 કરોડ) અને દાણીલીમડા વિધાનસભા ક્ષેત્રથી ચુંટણી લડનાર કોંગ્રેસના MLA પરમાર શૈલેષભાઇ મનહરભાઇની સંપત્તિમાં રૂ. 28.30 કરોડનો વધારો થયેલ છે (2007માં રૂ. 96.15 લાખથી વધીને 2012માં રૂ. 29.26 કરોડ).

સંપત્તિમાં સૌથી વધારે 4281 ટકાનો વધારો ફરીથી ચુંટણી લડી રહેલા પનાડા વજેસિંહભાઇ પરસિંહભાઇ (વિધાનસભા ક્ષેત્ર દાહોદ એસ.ટી.-કોંગ્રેસ)નો થયેલ છે (2007માં રૂ. 4.40 લાખથી વધીને 2012માં રૂ. 1.92 કરોડ). આમના પછી પરમાર શૈલેષ મનહરભાઇ (વિધાનસભા ક્ષેત્ર દાણીલીમડા-કોંગ્રેસ)ની સંપત્તિમાં 2944 ટકાનો વધારો થયો છે (2007માં રૂ. 96.15 લાખથી વધીને 2012માં રૂ. 29.26 કરોડ) અને મહેશ્વ્વરી રમેશ વચ્છરાજ (વિધાનસભા ક્ષેત્ર ગાંધીધામ એસ.સી.-ભાજપ)ની સંપત્તિમાં 1467 ટકાનો વધારો થયો છે (2007માં રૂ. 17.73 લાખથી વધીને 2012માં રૂ. 2.77 કરોડ).

ફરીથી ચુંટણી લડી રહેલા MLAમાંથી એક એવા પણ છે જેમણે પોતાની સંપત્તિમાં ઘટાડો દર્શાવેલ છે (2007ની એફિડેવિટની તુલના 2012નીએફઇડેવિટ સાથે કરવાથી). આમાં દલાલ પટેલ સૌરભ યશવંતભાઇ (વિધાનસભા ક્ષેત્ર અકોટા-ભાજપ)એ 13 ટકા (2007માં રૂ. 65.29 કરોડથી ઘટીને 2012માં રૂ. 56.60 કરોડ)નો ઘટાડો દર્શાવેલ છે.

English summary
Gujarat Election: Income of MLA rise 13 to 4281 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X