For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેન અથવા સૌરભ પટેલને મોદી બનાવી શકે છે મુખ્યમંત્રી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 2 ડિસેમ્બર: આગામી લોકસભા ચુંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જો રાષ્ટ્રીય રાજકારણમાં કૂદકો મારે છે અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પોતાનો દાવો રજૂ કરે છે તો આવી પરિસ્થિતીમાં સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તા પોતાના કોઇ વિશ્વાસપાત્રને સોંપવા માંગશે. કહેવામાં આવે છે કે તે માટે નરેન્દ્ર મોદીએ બે ઉત્તરાધિકારીઓની શોધ કરી દિધી છે. ખાસ વાત એ છે કે બંને સંભવિત ઉત્તરાધિકારી પટેલ સમુદાયના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીના જૂના સહયોગી આનંદીબેન પટેલને પાટણથી હટાવીને ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાંથી મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીના પસંદગીના રાજ્યમંત્રી સૌરભ પટેલને બોટાદથી હટાવીને અકોટાથી ટીકીટ આપી છે. આ પરિવર્તન તે માટે નથી કરવામાં આવ્યું કે બંને પોતાના જૂના વિસ્તારમાંથી ચૂંટણી હારી જઇ શકે છે પરંતુ બંને ઉમેદવારોની જરૂરિયાતોના હિસાબે સુરક્ષિત સીટ આપવામાં આવી છે.

કહેવામાં આવે છે કે આનંદીબેન પટેલની તબિયત ઠીક નથી. તો અમદાવાદ સીટની ઇચ્છતા હતા કારણ કે તેમને સારવાર માટે વધુ મુસાફરી કરવી ન પડે. બીજી તરફ સૌરભ પટેલને 2014માં દિલ્લી ગયા બાદ નરેન્દ્ર મોદી તેમને પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં જોઇ રહ્યાં છે. આનંદીબેન પટેલની તબિયત સારી નહીં હોય તો સૌરભ પટેલ નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે રહેશે. અમિત શાહ કાનૂની પ્રક્રિયા કારણે તેમના વચ્ચે હાલમાં અંતર વધ્યું છે ત્યારે સૌરભ પટેલ નરેન્દ્ર મોદીની નજીક આવ્યાં છે.

નરેન્દ્ર મોદીએ સંસદીય બોર્ડની બેઠકમાં કહ્યું હતું કે સૌરભ પટેલને જીતવા લાયક જોઇએ કારણ કે આગામી વિધાનસભામાં તેમની જરૂરિયાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરભ પટેલને અમેરિકામાંથી એમબીએ કર્યું છે. સૌરભ પટેલ અંબાણી કુંટુંબના સંબંધી છે. અદાણી પરિવાર સાથે તેમને સારા સંબંધો છે. સૌરભ પટેલની કોર્પોરેટમાં સારી છાપ છે. ગુજરાત સરકારમાં સૌરભ પટેલે કેટલાક મહત્વના વિભાગો સંભાળ્યા છે.

English summary
A normally inflexible Narendra Modi has gone out of his way to secure his past and future, if one analyses the reason behind shifting two of his closest aides, both Patels, to safer seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X