• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતના જામવાળામાં વીજ કંપનીએ 21 લાખનો દંડ ફટકારતા ગરીબ ખેડૂતની આત્મહત્યા

|

ઉના, 19 સપ્ટેમ્બર : ગુજરાતમાં એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓમાં રાજ્યમાં ઔદ્યોગિકીકરણને ભરપૂર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ અસહ્ય બોજાને કારણે ખેડૂતઆત્મહત્યા કરી રહ્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ બાબતનો પુરાવો ગુજરાતના ઉનામાં આવેલા જામવાળા ગામે એક ખેડૂતે કરેલી આત્મહત્યા છે.

ગુજરાતમાં આવેલા ઉનાના જામવાળા ગામે રહેતા 70 વર્ષના ખેડૂત જીવાભાઈ ગજેરાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃતકની સ્યૂસાઈડ નોટમાં જણાવ્યા મુજબ તેમને વીજકંપનીએ રૂપિયા 21 લાખનો દંડ કર્યો હતો. આ દંડ તેમનાથી ભરપાઈ થઈ શકયો ન હતો. જીવાભાઈએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે PGVCLની પઠાણી ઉઘરાણીથી હેરાન થઈ તેમણે આ પગલું ભર્યુ છે.

farmer-suicide-una

ઉલ્લેખનીય છે કે મૃતક ખેડૂતના પરિજનોએ રૂપિયા 10 લાખ તો ભરી દીધા હતા. વર્ષ 2007માં કોડિનાર PGVCL કંપનીમાં ફરજ બજાવતાં કાથડ નામના અધિકારીએ આ ખેડૂતને ખોટી રીતે રૂપિયા 21 લાખનો દંડ કર્યો હતો.

જીવભાઈના પુત્રના કહેવા અનુસાર PGVCL દ્વારા ખોટી રીતે દંડ કરાયા બાદ, તેમના પિતાએ અઢી વીઘા જમીન વેચીને રૂપિયા 10 લાખ ભર્યા હતા. પરંતુ PGVCLના અધિકારીઓ જીવભાઈને વારંવાર ધમકીઓ આપી રહ્યા હતા.

PGVCL કોડિનાર શાખામાં ફરજ બજાવતાં કાથડ નામના અધિકારીએ કેટલાય ખેડૂતોને ડૂબાડયા હોવાની વાતો બહાર આવી છે.

English summary
Gujarat : Power company fined 21 lakh, poor farmer commit suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more