For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajya Sabha Election : ભાજપ કોંગ્રેસે સામ-સામે પરત લીધા ફોર્મ

રાજ્યસભાની ચૂંટણી થઇ બિનહરીફ. ભાજપના કિરીટસિંહ રાણાએ પરત ખેંચ્યું ફોર્મ અપક્ષના પી.કે. વાલેરાએ પણ ફોર્મ પરત ખેંચ્યું. નોંધનીય છે કે નારણ રાઠવાના ફોર્મને લઇ થયો હતો વિવાદ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં રાજ્યસભાની આ વખતની ચૂંટણી શરૂ થાય તે સાથે જ વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ 1-1 વધારાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. આમ ચાર બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના કુલ 3-3 એમ છ ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા. પણ આજે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખે બંને પક્ષે ક્યાંક ને ક્યાંક પોતાના હથિયાર થોડા સમય માટે નીચે મૂક્યા હોય તેવી ઘટના બની હતી. રાજ્યસભાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા મામલે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી એક એક ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું હતું. આમ રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતથી હવે ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થશે.

bjp congress

રાજ્યસભાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો મામલો કૉંગ્રેસના P.K વાલેરા અપક્ષ, BJPના કિરીટ સિંહ રાણાએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચુંટણી માટે હવે મતદાન નહીં થાય. બંને પક્ષે બે ઉમેદવાર રહેતા આમ ગુજરાતમાં રાજ્યસભાની જે બેઠકો ખાલી થઇ છે તેમાં ભાજપના મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા અને કાંગ્રેસના એમી બેન યાજ્ઞિક અને નારાણ રાઠવા જશે. ઉલ્લેખનીય છે કે ગત રાજ્યસભાની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે વિવાદ થયો હતો. તેને જોતા આ વખતે પણ રાજ્યસભાની ચૂંટણી વિવાદપૂર્ણ બની રહેશે તેમ લાગતું હતું. પણ ફોર્મ પરત ખેંચતા આ મામલે વિવાદ અટક્યો છે.

English summary
Gujarat Rajya sabha election : BJP candidate Kiritsinh Rana and Congress support independent candidate PK Valera, withdraw their nomination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X