• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતનું ગૌરવ વધારી રહ્યાં છે આ 10 ઇન્ફ્રાસ્ટ્રકચર

|

ગુજરાત અનેક રીતે વિશ્વભરમાં જાણીતું છે. વિકાસની વાત કરવામાં આવે તો ગુજરાત ભારતનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે અને એટલા માટે જ અન્ય પ્રદેશોને પણ ગુજરાતના વિકાસ મોડલનું અનુકરણ કરવાની ફરજ પડી છે. ગુજરાતના દરેક શહેરમાં આપણને કંઇકને કંઇક એવું જોવા મળી જશે કે જે એ વાતની પૃષ્ટિ કરે છેકે ગુજરાતે વિકાસની એક અલગ પરિભાષા લખી છે. માત્ર શહેરો જ નહીં હવે તો ગામડાંઓ પણ ઘણા જ આધુનિક અને વિકસિત બની રહ્યાં છે.

ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટૂરિઝમ અને ઇકોનોમી અનેક રીતે વિશ્વને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ ઉપરાંત કેટલીક પૌરાણિક બાબતો પણ એક પ્રવાસન રાજ્ય તરીકેની છાપ વિશ્વભરમાં ઉભી કરી રહ્યાં છે. આજે અમે અહીં વિકાસ મોડલ ગણાતા ગુજરાતના 10 એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જે ગૌરવપૂર્ણ ગુજરાતની ગરીમાને વધુ ગૌરવવંતુ બનાવી રહ્યાં છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટી

ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટીનું નિર્માણ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે થઇ રહ્યું છે. ગિફ્ટ સિટીને એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ટાઉનશિપ, સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સ, એન્ટરટેઇનમેન્ટ અને શોપિંગ મોલ્સને મળીને બનાવવામાં આવી રહી છે. જેના બે 29 માળના કોમર્સિયલ ટાવર્સ તૈયાર થઇ ચૂક્યા છે.

સરદાર સરોવર ડેમ

સરદાર સરોવર ડેમ

આ ડેમને નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે. ભારતના પાંચ સૌથી મોટા ડેમમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આ ડેમની આસપાસની સુંદરતા અંગે વાત કરવામાં આવે તો ત્યાં એક સુંદર સરદાર સરોવર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. ચોમાસા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યા વધારે જોવા મળે છે.

સોલાર પાર્ક

સોલાર પાર્ક

એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક બનાવવાનું સૌભાગ્ય ગુજરાતને મળ્યું છે. પાટણના ચારણકા ગામ ખાતે સૌથી મોટો સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્ક વિશ્વનો સૌથી મોટો બીજો સોલાર પાર્ક છે. આ પાર્કને 2 હજાર હેક્ટર પ્લોટમાં બનાવવામાં આવ્યો છે.

નર્મદા કેનાલ

નર્મદા કેનાલ

નર્મદા કેનાલ ખેડૂતો માટે એક આશિર્વાદ સમાન છે આ કેનાલ વિશ્વની સૌથી મોટી લાઇન ઇરિગેશન કેનાલ છે. કેનાલ સોલાર પાવર પ્રોજેક્ટ 19 હજાર કિ.મી લાંબા નર્મદા કેનાલના નેટવર્ક પર બનાવવામાં આવ્યું છે. આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે અને ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યુ છે જે પાણી પર પેનલ બનાવી સોલાર પાવર જનરેટ કરે છે.

નર્મદા બ્રિજ

નર્મદા બ્રિજ

બીજો નર્મદા બ્રીજ જડેશ્વર ખાતે નેશનલ હાઇવે 8 પર છ કિ.મી લાંબો બાંધવામાં આવ્યો છે, જે અમદાવાદ-વડોદરા-મુંબઇ સેક્શન પર છે. ભરૂચ ખાતે આવેલા પહેલા નર્મદા બ્રિજ બાદનો આ રાજ્યનો સૌથી લાંબો રિવર બ્રિજ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદા ડેમ પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ થનારું છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમ પાસે સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર્સની પ્રતિમા બનવાની છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.

વરાછા ફ્લાયવે

વરાછા ફ્લાયવે

એસ્ટર્ન એક્સપ્રેસવે વરાછા ફ્લાઇવે તરીકે જાણીતો છે, સુરતને ફ્લાયઓવરનું શહેર કહેવામાં આવે છે, સુરત ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. વરાછા ફ્લાયવે એ ભારતમાં આવેલા કેટલાક મલ્ટિ લેયર ફ્લાયઓવરમાનો એક છે.

અમદાવાદ બીઆરટીએસ

અમદાવાદ બીઆરટીએસ

અમદાવાદમાં બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમને જનમાર્ગ અને અમદાવાદ બીઆરટીએસ તરીકે ઓળખવામાં આવે છે. તેને વિશ્વની સૌથી સસ્ટેઇન્બલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાઇન્સ ગણવામાં આવે છે, જે અમદાવાદમાં ઘણી જ સફળ રહી છે.

નેશનલ એક્સપ્રેસ વે

નેશનલ એક્સપ્રેસ વે

અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસવેને નેશનલ એક્સપ્રેસવે 1 અથવા મહાત્મા ગાંધી એક્સપ્રેસવે કહેવામાં આવે છે, જે વિકસી રહેલા બે શહેર અમદાવાદ અને વડોદરાને જોડે છે. આ એક્સપ્રેસ વે પર ટૂ વ્હીલર્સને પસાર થવાની મનાઇ છે.

ગુજરાતના સ્થાપત્ય

ગુજરાતના સ્થાપત્ય

ગુજરાત પોતાના મંદિરો અને તેની બાંધકામ શૈલી માટે વિશ્વભરમાં જાણીતું છે. ગાંધીનગરનું અક્ષરધામ, સોમનાથ મંદિર, અંબાજી માતાનું મંદિર, દ્વારકાનાથ મંદિર, પાલિતાણા મંદિર, હઢીસિંગ જૈન મંદિર, ગુરુદ્વારા લખપત સાહેબ, સિદી સૈયદની મસ્જિદ, મોઢેરા સુર્ય મંદિર વિગેરે તેની સાક્ષી પૂરે છે.

English summary
gujarat's 10 outstanding infrastructure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X