For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનો સૌથી મોટો કોર્પોરેટ ફ્રોડ સુનીલ કક્કડ નાઇજીરિયાથી પકડાયો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 જૂન : અમદાવાદ સ્થિત આઇટી કંપની SIS (સાંઇ ઇન્ફોસિસ્ટમ લિમિટેડ)ના પ્રમોટર અને ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા 2000 કરોડનું કૌભાંડ આચરનારા સુનીલ કક્કડની 26 જૂનના રોજ નાઇજીરિયાથી ધરપકડ કરવામાં આવી છે.

સુનીલ કક્કડને નાઇજીરિયાથી ગુજરાત પરત લાવવા માટે ગુજરાત પોલીસે રાજ્યની સીઆઇડી (ક્રાઇમ)ની ટીમ સાથે સંકલન સાધ્યું છે. સુનીલ કક્કડને 29 જૂન, 2014ને રવિવારના રોજ અમદાવાદ લવાશે. આ અંગે ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઇન્ટરપોલની બાતમીને આધારે નાઇજીરિયાથી સુનીલ કક્કડની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સુનીલ કક્કડની નજીકના મનાતા સૌના ફોન કોલ પર નજર રાખી રહી હતી. ગુજરાત પોલીસે તેને પકડવા માટે ઇન્ટરપોલની મદદ પણ લીધી હતી. નોંધનીય છે કે સુનીલ કક્કડ 27 જૂન, 2013થી નાસતો ફરે છે. છેલ્લે પોલીસે તે દુબઇમાં હોવાની બાતમી તેના સેલફોન રેકોર્ડને આધારે મેળવી હતી.

sunil-kakkad-gujarat

નોંધનીય છે કે વર્ષ 2013માં જ્યારે SISએ નાદારી નોંધાવી ત્યારે તે શેરબજારમાં લિસ્ટિંગ મેળવવાની તૈયારી કરી રહી હતી. આ માટે તેણે મે 2012થી જૂન 2013ની વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના વડપણમાં વિવિધ બેંકો પાસેથી રૂપિયા 2084 કરોડ વ્યાજે લીધા હતા.

નોંધનીય છે કે આ વર્ષના પ્રારંભમાં કેટલાક કર્મચારીઓએ આરોપ મુક્યો હતો કે કંપનીના કેટલાક ટોચના અધિકારીઓ સુનીલ કક્કડ માટે કામ કરી રહ્યા છે અને તેને નાસવામાં મદદ કરી રહ્યા છે. કંપનીના પૂર્વ કર્મચારીઓનું કહેવું છે કે રાજ્ય પોલીસ કક્કડ સામે પગલાં લેવામાં નબળી રહી છે, જેથી કક્કડ નાસી છૂટ્યો છે. આ ઉપરાંત પોલીસે કક્કડના નાસી છૂટ્યાના ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધી તે અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સુનીલ કક્કડની છેતરપિંડીની અસર
- રૂપિયા 2000 કરોડની છેતરપિંડી
- રૂપિયા 1035 કરોડની લોન ચૂકવણી બાકી
- 1400 કર્મચારીઓ બેકાર બન્યા
- કંપની બંધ થઇ ત્યારે રૂપિયા 2500 કરોડના ઓર્ડર હતા

English summary
Gujarat’s biggest corporate fraud Sunil Kakkad nabbed in Nigeria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X