For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મોદી સામે પડકાર, પેટા ચૂંટણીઓમાં તમામ બેઠકો જીતવા માથાપચ્ચી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 સપ્ટેમ્બર : છેલ્લા 14 વર્ષમાં એવું પ્રથમવાર બનવા જઇ રહ્યું છે કે ચૂંટણીઓ નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં યોજાવા જઇ રહી છે. અત્યાર સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સતત ચૂંટણીઓમાં વ્યક્તિગત રસ લઇને રેકોર્ડ માર્જિનથી ચૂંટણી જીતવાનો વિક્રમ ધરાવતા નરેન્દ્ર મોદી માટે ગુજરાતની પેટા ચૂંટણીઓ પડકાર બની ગઇ છે.

નરેન્દ્ર મોદીની પ્રત્યક્ષ હાજરીમાં, તેમની ચૂંટણી સભાઓને કારણે છવાતા મોદી મેજિકની વાસ્તવિકતા ખુલ્લી પાડતી આ ચૂંટણીમાં રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માપવા માંગે છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વર્તમાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આગેવાનીમાં યોજાઇ રહેલી ચૂંટણી આનંદીબેન પટેલ માટે તો પડકારરૂપ છે જ. પરંતુ અસલી પરીક્ષા નરેન્દ્ર મોદીની છે. આ ચૂંટણીઓમાં જ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું પાણી મપાવાનું છે.

modi-voting-2

ભારતભરમાં 13 સપ્ટેમ્બર, 2014 શનિવારના રોજ ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલી કરેલી વડોદરા સહિત લોકસભાની ત્રણ બેઠક અને જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાની 33 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેના બળે ભારતીય જનતા પાર્ટીએ ત્રણ મહિના પહેલા લોકસભાની ચૂંટણીમાં જ્વલંત જીત હાંસલ કરીને કેન્દ્રમાં સત્તા મેળવી છે તે 'મોદી મેજિક'ની અસલી કસોટી યોજાવાની છે.

ગુજરાતમાં આવતી કાલે જે 9 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી માટે મતદાન થવાનું છે તેમાં ડીસા, મણીનગર (મોદીએ ખાલી કરેલી), ટંકારા, ખંભાળીયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લિમખેડાનો સમાવેશ થાય છે. આ બધી બેઠકોના વિધાનસભ્યો લોકસભામાં ચૂંટાઈ આવતા તેમણે આ બેઠક ખાલી કરી હતી.

English summary
Gujarat's bye elections are real test of Narendra Modi's popularity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X