ગુજરાતના બાપ-બેટાએ દેશભરમાં 30 કંપનીઓ ખોલી, કરોડો રૂપિયાનો ગોટાળો
ગુજરાતમાં રહેતા પિતા-પુત્રએ દેશભરમાં 30 કંપનીઓ ખોલી છે. પછી, તેના દ્વારા તેમણે કરોડોનું ધન ભેગું કરી લીધું. એક દિવસ જ્યારે 262 કરોડના ઇ-વે બિલનું કૌભાંડન પકડાયું ત્યારે, તેમનું ષડયંત્ર નિષ્ફળ ગયું. જીએસટી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેઓએ 25 કરોડની ટેક્સ ચોરી તો કરી લીધી હતી. પરંતુ આ ઉપરાંત, તે લોકો જે તેમની સાથે જોડાયેલા હતા, તેમને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. પિતા-પુત્રને દિલીપભાઈ અને મિતેશ તરીકે ઓળખવામાં આવ્યા છે. તેઓ જુનાગઢના રહેવાસી છે.
પત્રકાર અનુસાર, તેમણે ગુજરાતમાં 14 અને અન્ય રાજ્યોમાં 16 બનાવટી કંપનીઓ ખોલી. પછી તેના દ્વારા, તેઓ લોકો સાથે છેતરપિંડી કરવા લાગ્યા. દિલીપ સેજપાલ અને મિતેશ સેજપાલ બંનેએ ચા, પાન અને મજૂરી કરનારા લોકોને લોનની લાલચ આપી. આ રીતે તેમના દસ્તાવેજો લઇ લીધા અને પછી કરોડો રૂપિયાનો ઘપલો કર્યો. દેશભરમાં ટેક્સ ચોરી કરી. જોઈન્ટ ડિવીઝન 11 ના જોઈન્ટ કમિશનર વી.એન.ગુર્જરના જણાવ્યા મુજબ, આ કેસમાં પિતા દિલીપભાઈ સેજપાલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પુત્ર મીતેશ ફરાર થઇ ગયો છે. પોલીસ તેને શોધવામાં લાગેલી છે.
પિતા-પુત્ર દ્વારા મોટાભાગના ગામના ઓછા શિક્ષિત લોકોના ડોક્યુમેન્ટનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આ કારણોસર, જે ડોક્યુમેન્ટ આપનારા લોકોને તેમના નામ પર કરવામાં આવેલી છેતરપિંડીનો કોઈ ખ્યાલ ન હતો. અધિકારીઓને આ લોકોને શોધવા માટે 50 કિલોમીટરથી વધુ ચાલવું પડ્યું હતું. અધિકારીઓ દ્વારા સમજવામાં આવ્યું ત્યારે તેમને ખબર પડી કે અમારા પાન કાર્ડ અને આધાર નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.