For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના માનવ ઠકકરે ટેનિસ વર્લ્ડ રેકિંગ અંડર-18 માં મેળવ્યું બીજું સ્થાન

ગુજરાતના સુરતના ટેનિસ ખેલાડી માનવ ઠકકરે ટેનિસ વર્લ્ડ રેકિંગ અંડર-18માં બીજું સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાત તેમજ ભારતનું ગૌરવ વધાર્યું છે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગુજરાતના સુરતના ટેનિસ ખેલાડી માનવ ઠકકરે ટેનિસ વર્લ્ડ રેકિંગ અંડર-18માં બીજું સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાત તેમજ ભારતનું ગૌરવ વધાર્યું છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશને જાહેર કરાયેલ ક્રમાંકમાં તેઇપેઇનો લી ચાંગ વર્લ્ડ નંબર વન છે. માનવ આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી છે.વર્ષ 2017માં માનવ ઠક્કરે આઇટીટીએફ વર્લ્ડ જુનિયર સર્કિટ ટુર્નામેન્ટમાં ભારત અને સ્લોવેનિયાની ટુર્નામેન્ટ જીતી હતી જ્યારે સર્બિયા અને થાઇલેન્ડમાં તે રનર્સ અપ રહ્યો હતો.

Manav

નોંધનીય છે કે નવેમ્બર 2017માં માનવે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ)માં ટોપ રેન્ક મેળવી હતી. આ સિદ્ધિ મેળવનાર માનવ ઠક્કર પ્રથમ ભારતીય બન્યો હતો.માનવે તે સમયે સર્બિયાના બેલગ્રેડ ખાતે યોજાયેલી ટેબલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ગુજરાતના સુરત શહેરના માનવ ઠક્કરે 2017ની સર્બિયન જૂનિયર કેડેટ ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેણે ઉત્કૃષ્ઠ દેખાવ કરીને ફાઇનલ સુધીની સફર કરી હતી. ફાઇનલમાં તેનો રસાકરી બાદ પરાજય થતા તે રનર્સ અપ રહ્યો હતો. જોકે તેણે ભારત તરફથી ટોચનો ક્રમ મેળવ્યો છે. માનવના હાલમાં 3455 પોઇન્ટ્સ છે જ્યારે ત્રીજા ક્રમે અમેરિકાનો કનક જ્હા છે. તેના 2590 પોઇન્ટ્સ છે.

English summary
gujarat s manav thakkar gets second place in under 18 tennis world ranking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X