ગુજરાત સરકારનો નવો કાયદો, પાણીના બગાડ પર 2 લાખ સુધીનો દંડ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. સરકારે પાણી બચાવો અભિયાન અંતર્ગત એક નવો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા અનુસાર સરકાર પાણીના ગેરકાયદે અને બિજરૂરી ઉપયોગને અટકાવવા ઈચ્છે છે. અધિકારીોનું કહેવું છે કે લોકો નવા નિયમનું પાલન કરશે તો આખા રાજ્યમાં સિંચાઈ અને પીવા માટે પાણી બચાવી શકાય છે. ત્યારે સરકાર ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પાણી માટે બે મોટા કાયદા લાવી રહી છે.

2 વર્ષની જેલ થશે
પીવા માટે અને સિંચાઈ બંને માટે ગેરકાયદે પાણીનો ઉપયોગ અટકાવવા સરકાર વિધાનસબામાં બે બિલ જરૂ કરશે, જેમાં પાણી ચોરી દંડનીય અપરાધ ગણાવાયો છે. નવા કાયદાનું ઉલ્લંઘન કરનારને બે વર્ષની જેલ થઈ શકે છે અને 10 હજારથી લઈ 2 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે.

આ છે બિલ, જે વિધાનસભામાં થશે રજૂ
સરકાર જે બે નવા બિલ લાવી રહી છે તેનું નામ ધ ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય (પ્રોટેક્શન) બિલ 2019 અને ગુજરાત ઈરિગેશન એન્ડ ડ્રેનેજ (એમેડમેન્ટ) બિલ 2019 છે. આ બિલનું ઉદ્દેશ્ય શહેર અને નાના ગામડાઓમાં પીવાના પાણીની ચોરી અટકાવવાનો છે. ખાસ કરીને સરકાર નહેરો અને અન્ય જળ સંસાધનોમાંથી સિંચાઈ માટે પાણીની ચોરી અટકાવવા ઈચ્છે છે.

જળ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન
જળ સંચય (સંરક્ષણ) વિધેયક વિશે માહિતી આપતા જળ સંચય મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે પીવાના પાણીનું સમાન વિતરણ નક્કી કરવું જોઈએ. બદનસીબે કેટલાક લોકો ગેરકાયદે પામી મેળવે છે. જળ વિતરણ પ્રણાલીને મચેદીને કે દૂષિત કરી તેમાં છેડછાડ કરવાથી લોકોને મુશ્કેલી થતી હોવાના પણ દાખલા છે. એટલે જ પાણીના જથ્થાના સંરક્ષણ માટે કાયદો બનાવવાનો પ્રસ્તાવ છે.

લાપરવાહ લોકો પર લેવાશે પગલાં
સિંચાઈ અને ડ્રેનેજ (સંશોધન) વિધેયકના મહત્વ વિશે વાત કરતા મંત્રી બાવળિયાનું કહેવું છે કે કેટલાક બેજવાબદાર લોકો નહેરોમાંથી ગેરકાયદે પાણી ખેંચીને જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, જેને કારણ ખરેખર જે વ્યક્તિઓને જરૂર છે, તેમને સિંચાઈ કે પીવા માટે પાણી મળતું નથી. આવા બેજવાબદાર લોકો દ્વારા થતી પાણી ચોરી અટકાવવા માટે અને નહેરો, ડેમ, જેવા જળાશયોમાં ક્ષતિ શોધવા માટે હાલના અધિનિયમમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે.