For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો-કૉલેજો નહિ ખુલે, સરકારે રદ કર્યો પોતાનો પહેલો આદેશ

ગુજરાતમાં સ્કૂલ-કૉલેજ 23 નવેમ્બરથી ખોલવામાં નહિ આવે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્કૂલ-કૉલેજ બંધ રાખવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્કૂલ-કૉલેજ 23 નવેમ્બરથી ખોલવામાં નહિ આવે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્કૂલ-કૉલેજ બંધ રાખવામાં આવશે. સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલ-કૉલેજ ખોલવાના પોતાના પહેલા નિર્ણયને રદ કરી દીધો છે. આ વિશે સીએમઓના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યુ કે સરકારે સ્કૂલ ખોલવાના પોતાના ઑર્ડરને હાલમાં રદ કરી દીધો છે. સાથે જ સ્કૂલો અને કૉલેજોને ફરીથી ખોલવાની નવી તારીખોની પણ ઘોષણા કરવામાં આવી નથી.

bhupendrasingh chudasma

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એ પણ કહ્યુ હતુ કે, 'આ મામલે અમે કેન્દ્ર સરકારની એસઓપીનુ પાલન કરાવીશુ. સરકારે નક્કી કર્યુ હતુ કે દિવાળી પછી મોટાભાગની સ્કૂલો ખુલી જશે.' જો કે ઘણા રાજ્યોમાં તો નવેમ્બરની શરૂઆતમાં જ સ્કૂલ ખોલવામાં આવ્યા હતા. અમુક રાજ્યોમાં ઓક્ટોબરથી ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા. વળી, કોવિડ-19 લૉકડાઉન લાગુ થયા બાદ ગુજરાતમાં બધા શૈક્ષણિક સંસ્થાનો બંધ છે.

જો કે, સ્કૂલ ખોલવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો હતો તે હવે રદ થઈ ગયો છે. સીએમઓ ગુજરાત તરફથી કહેવામાં આવ્યુ છે કે સરકાર હાલમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા 23 નવેમ્બરથી ગુજરાતમાં સ્કૂલો અને કૉલેજોને ફરીથી ખોલવાના પોતાના આદેશને રદ કરે છે.

અમદાવાદમાં ફરીથી વધ્યા કોરોના કેસ, જાણો હોસ્પિટલની સ્થિતિઅમદાવાદમાં ફરીથી વધ્યા કોરોના કેસ, જાણો હોસ્પિટલની સ્થિતિ

English summary
Gujarat: Schools and colleges would not reopen from November 23rd.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X