માખી પર રિસર્ચ કરતી વડોદરાની વૈજ્ઞાનિક યુવતી સર્જરી દરમિયાન કોમામાં જતી રહી
ગુજરાતની એક વૈજ્ઞાનિક યુવતી ડૉક્ટરોની બેદરકારીના કારણે કોમામાં જતી રહી છે. કમર પાસે થયેલ એક ઘાની સર્જરી માટે તે વારસિયામાં સ્થિત નિસર્ગ હોસ્પિટલમાં ભરતી થઈ હતી જ્યાં ઑપરેશન બાદ તેનો જીવ જોખમમાં આવી ગયો. તેના કોમામાં જવા પર પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કરી દીધો. પરિવારજનોએ ડૉક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવીને તેમની દીકરીના આ હાલત કરવા માટે જવાબદાર ગણાવ્યા છે.
યુવતીના પરિવારજનો ફરીથી રિંગ રોડ સ્થિત ઈન્ટસ્ટીટ્યુટમાં તેને લઈ ગયા પરંતુ ત્યાં પણ તે ભાનમાં ન આવી. શહેરના આજવા રોડ પર સી-19, સાહસ પાર્ક સોસાયટીમાં રહેતા વ્યક્તિએ જણાવ્યુ કે અમારા પડોશી પ્રદીપસિંહ રાવ જે એમ આર છે. તેમની દીકરી આકાંક્ષા ભોપાલમાં માખી પર રિસર્ચ કરી રહી હતી. લૉકડાઉનના કારણે તે વડોદરા આવી હતી. ઘરે તેને બેક સાઈડમાં ઘા થઈ ગયો હતો. જેના કારણે પપ્પાએ આકાંક્ષાને વારસિયા રિંગ રોડ સ્થિત ઑર્થોપેડિક નિસર્ગ હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં ડૉ. શ્વેતા શાહે તેની પ્રાથમિક તપાસ કરી અને ડૉક્ટર બોલ્યા કે ઘામાં પરુ થઈ ગયુ છે માટે તેનુ ઑપરેશન કરવુ પડશે.
આના પર આકાંક્ષાએ પિતાએ સર્જીરીની અનુમતિ આપી દીધી. ડૉક્ટરે કહ્યુ કે આકાંક્ષાને બેભાન કર્યા વિના સર્જરી સંભવ નથી. એનેસ્થેસિયા આપતા જ આકાંક્ષાના ધબકારા વધી ગયા. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી જેના કારણે તેને નજીકની બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી જ્યાં તે થોડી વાર પછી કોમામાં જતી રહી.
પી. ચિદમ્બરમની જામીનને પડકારતી સમીક્ષા અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી