ગાંધીજીની જન્મભૂમિ પર જ બાપુનું અપમાન, મૂર્તિ પરથી ચશ્મા ગુમ
ગુજરાતના પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિથી ચશ્મા ગુમ થવાની વાત સામે આવી છે. પોરબંદરના મણેક ચોક પર લગાવવામાં આવેલી ગાંધીજીની મૂર્તિ પર ગત ત્રણ દિવસથી ચશ્મા ગાયબ છે. અને પ્રશાસન પણ આ મામલે ચૂપકી સાંધીને બેઠું છે. નોંધનીય છે કે કાલે એટલે કે 2જી ઓક્ટોબરે સમગ્ર દેશમાં ગાંધી જયંતી મનાવવામાં આવી તે પહેલાથી આ ચશ્મા ગુમ છે. જો કે ગુજરાતમાં આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ ગાંધીના ગુજરાતમાંથી ગાંધીજી સમેત આંબેડકરજીની મૂર્તિઓ પરથી ચશ્મા ગાયબ થવાની ઘટનાઓ બની છે.
સાથે જ અનેક વાર આ મૂર્તિઓ પર લોકોએ કાળી શાહી ફેંકી હોવાની ઘટનાઓ પણ બની છે. નોંધનીય છે કે ગાંધીજી હંમેશા પોતાની મૂર્તિ મૂકવાનો વિરોધ કરતા આવ્યા છે. ત્યારે એક તરફ જ્યાં આપણે તેમને રાષ્ટ્રપતિ કહી 2 ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમો યોજી તેમનું સન્માન કરી છીએ ત્યાં જ ગાંધીની જન્મભૂમિ પર જ તેમની મૂર્તિ સાથે આવી હરકત કરવામાં આવી છે. જે નિંદનીય છે.