For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની શાળાઓમાં હવે યસ સર, પ્રેજન્ટ સર નહિ જય હિંદ, જય ભારત કહેવું પડશે

ગુજરાતની શાળાઓમાં યસ સર નહિ, જય હિંદ બોલવું પડશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત સરકારે સ્કૂલોની અંદર ચાલી આવી રહેલી પરંપરા બદલવાનો ફેસલો લીધો છે. સરકારે હવે સ્કૂલમાં યસ સર અને પ્રેજન્ટ સરને બદલે જય હિંદ અને જય ભારત કહેવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. સરકારના આ નોટિફિકેશન બાદ હવે તમામ સ્કૂલમાં બાળકોએ ક્લાસમાં યસ સર અને પ્રેજન્ટ સર નહિ કહેવું પડશે. સરકારનું આ નોટિફિકેશન આજેથી એટલે કે પહેલી જાન્યુઆરીથી રાજ્યભરની સ્કૂલોમાં લાગુ થઈ રહ્યું છે.

students

સરકારના નોટિફિકેશન બાદ સ્કૂલોમાં ઉપસ્થિતિ દરમિયાન વિદ્યાર્થીઓએ જય હિંદ અથવા જય ભારત કહેવું પડશે. આ નોટિફિકેશનને ગુજરાત સરકાર તરફથી 31મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું, જે પહેલા ધોરણથી 12 ધોરણ સુધીના તમામ કક્ષા માટે ફરજિયાત હશે. સરકારનો આ નિર્દેશ માત્ર સરકારી શાળાઓ માટે જ નહિ બલકે પ્રાઈવેટ સ્કૂલોમાં પણ લાગુ થશે. આ બાબત તમામ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ નિયમ સ્કૂલમાં લાગુ કરાવે.

ડાયરેક્ટોરેટ ઑફ પ્રાઈમરી એજ્યુકેશન, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમોને પહેલી જાન્યુઆરી 2019થી તમામ સ્કૂલોમાં લાગુ કરી દેવામાં આવશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ ફેસલો ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસામાએ સોમવારે થયેલ સમીક્ષા બેઠક બાદ લીધો છે.

આ પણ વાંચો- સબસિડી વિનાના ગેસ સિલિન્ડર થયા 120 રૂપિયા સસ્તા

English summary
Gujarat: students of all classes will have to say Jai hind or jai Bharat says government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X