
ગુજરાતમાં દલિત વરરાજા ઘોડે ચડવા પર થઈ બબાલ, જાનૈયાઓએ પાઘડી બાંધી તો ભડક્યા ઉંચી જાતિના લોકો
બનાસકાંઠાઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના મોટા ગામમાં દલિત વરરાજાના ઘોડી ચડવા અને જાનૈયાઓ દ્વારા પાઘડી બાંધવા પર ઉંચી જાતિના લોકોએ હોબાળો કરી દીધો. વરરાજાને ગાળાગાળી કરવા સાથે જ જાન પર પત્થરમારો કર્યો. ચોંકાવનારી વાત એ છે કે પોલિસ બંદોબસ્ત વચ્ચે આવુ થયુ. પોલિસકર્મીઓની સંખ્યા વધારી ત્યારે ઉપદ્રવ અટક્યો.

પોલિસ સુરક્ષા વચ્ચે થયો હોબાળો
વરરાજના પરિવારનુ કહેવુ છે કે ઉંચી જાતિના લોકો દ્વારા હોબાળો કરવાનો અંદાજ તેમને પહેલેથી હતો. દેશમાં ઘણી જગ્યાએ સમાજમાં આજે પણ દલિત વરરાજાના ઘોડી પર ચડવા અને જાનૈયાઓ દ્વારા પાઘડી બાંધવા પર ઉંચી જાતિના લોકો ભડકી ઉઠે છે. અમને પણ ગામના ઉંચી જાતિના અમુક લોકોએ પહેલેથી જ ધમકી આપી દીધી હતી કે વરરાજા ઘોડી પર બેસીને જાન નહિ કાઢ. આ ઉપરાંત જાનમાં કોઈ પણ જાનૈયા પાઘડી નહિ પહેરે. વળી, જ્યારે ગામવાળાએ વરરાજા ઘોડા પર અને જાનૈયાઓને પાઘડી બાંધેલા જોયા તો તે ભડકી ગયા અને પત્થર મારવા લાગ્યા.

હુમલામાં જાનૈયાઓ ઘાયલ
ઉપદ્રવીઓના હુમલામાં એક જાનૈયો ઘાયલ થઈ ગયો. આ દરમિયાન પોલિસ પણ હાજર હતી. પીડિત પરિવારનુ કહેવુ છે કે પોલિસ સુરક્ષા વચ્ચે પણ ગામ લોકોએ જાન પર પત્થરમારો કર્યો. એટલુ જ નહિ, ઉંચી જાતિના લોકો તરફથી પરિવારને પહેલેથી જ ધમકી મળી ગઈ હતી. ઘટના મંગળવારની છે જ્યારે દલિત વરરાજાના ઘોડી પર ચડવા અને જાનૈયાઓના પાઘડી બાંધ્યા બાદ મોટા ગામમાં રહેતા ઉંચી જાતિના લોકો તરફથી પત્થરમારો કરવામાં આવ્યો. પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ પોલિસને જોઈને પણ ઉપદ્રવીઓનો હોબાળો શાંત ન થયો.

વરરાજાનો ભાઈ ફૌજી
આ મામલે ખાસ વાત એ છે કે પીડિત પરિવારમાં વરરાજાનો ભાઈ સુરેશ શેખાલિયા ભારતની સેનામાં છે. તે ફૌજી છે માટે પરિવારને લાગ્યુ કે ગામમાં દલિત વરરાજાના ઘોડી ચડવા અને જાનૈયાઓ દ્વારા પાઘડી બાંઘવા પર વિવાદ નહિ થાય. પરંતુ...મામલો બગડી ગયો. બબાલ બાદ હવે ગામમાં ભારે પોલિસ બળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે. બનાસકાંઠાના ડેપ્યુટી એસપી કૌશલ ઓઝાનુ કહેવુ છે કે આ મામલે 28 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.