ગુજરાતમાં 49.19 ટકા મતદાન સાથે 10 બેઠકોના 49 ઉમેદવારોના ભાવિ EVMમાં બંધ
અમદાવાદ, 13 સપ્ટેમ્બર : આજે દેશભરમાં યોજાનારા પેટા ચૂંટણીઓના મતદાનની સાથે ગુજરાતની પણ 10 બેઠકો માટે પેટાચૂંટણીનું મતદાન શરૂ થયું છે. રાજ્યમાં લોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે. આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં મતદાન ચાલ્યું હતું. જેમાં પ્રાથમિક આંકડા અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 49.19 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે પેટા ચૂંટણી અને મતદાન બાબતે જણાવ્યું હતું કે 10 બેઠકો માટે કુલ 2045 બિલ્ડીંગમાં કાર્યરત 3766 મતદાન મથકો પરથી 36,03,164 મતદારો મતદાન કરવામાં આવશે. આ માટે કુલ 7432 ઇવીએમ કંટ્રોલ અને બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વરસાદી માહોલને જોતા રાજ્યમાં મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. અલબત્ત આ વખતીન પેટા ચૂંટણીમાં બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને નીચા મતદાનની આશંકા છે. આ કારણે બંને પક્ષોએ વરસાદની ચિંતા વચ્ચે વધુને વધુ મતદારો બહાર નિકળી મતદાન કરે તેવા પ્રયાસો આદર્યા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં વડોદરાની લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજેતા બન્યા બાદ તેમણે વારાણસીની બેઠક જાળવી રાખવાનું નક્કી કરતાં આ બેઠક ખાલી પડી હતી. આ ઉપરાંત, લોકસભાની ચૂંટણીમાં ભાજપે નવ તત્કાલીન ધારાસભ્યોને પણ ચૂંટણીમાં ઉતાર્યા તે તમામ વિજેતા બન્યા અને તેમણે પોતપોતાની વિધાનસભા બેઠકો પરથી રાજીનામા આપતાં આ બેઠકો પર પેટા ચૂંટણી યોજવી પડી છે. આ પેટા ચૂંટણીની મતગણતરી 16 સપ્ટેમ્બરે યોજાશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થશે.
સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
મતદાન પૂર્ણ થયા બાદ મળેલા પ્રાથમિક આંકડા અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં વડોદરામાં - 43.5 ટકા, ડીસા - 59.76 ટકા, મણિનગર - 33.50 ટકા, તળાજા - 49.59 ટકા, ખંભાળિયા - 55.50 ટકા, માંગરોળ - 60.90 ટકા, માતર - 53 ટકા, આણંદ - 57 ટકા , લીમખેડા - 64.01 ટકા, ટંકારા - 56.50 ટકા
બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
વડોદરા - 33.4 ટકા, ડીસા - 51.2 ટકા, મણિનગર - 28.4 ટકા, તળાજા - 49 ટકા, ખંભાળિયા - 44 ટકા, માંગરોળ - 46.6 ટકા, માતર - 40.8 ટકા, આણંદ - 46.7 ટકા , લીમખેડા - 58.2 ટકા, ટંકારા - 51 ટકા
બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
વડોદરા - 25 ટકા, ડીસા - 42 ટકા, મણિનગર - 20.4 ટકા, તળાજા - 23.7 ટકા, ખંભાળિયા - 35.8 ટકા, માંગરોળ - 37.7 ટકા, માતર - ટકા, આણંદ - 36.1 ટકા , લીમખેડા - 51 ટકા, ટંકારા - 36.3 ટકા
11.45am : વડોદરા અને મણિનગરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરીને મતદાન કર્યાની ફરિયાદ ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવી.
11 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
વડોદરા - 11.25 ટકા, ડીસા - 24.5 ટકા, મણિનગર - 12.69 ટકા, તળાજા - 23.7 ટકા, ખંભાળિયા - 18 ટકા, માંગરોળ - 25 ટકા, માતર - 15.80 ટકા, આણંદ - 23 ટકા , લીમખેડા - 29.60 ટકા, ટંકારા - 17.12 ટકા
10.20am : નરેન્દ્ર રાવતે ખેંચેલી સેલ્ફી મુદ્દે ચૂંટણી પંચે (ઇલેક્શન કમિશને) વડોદરાના કલેક્ટર પાસે જવાબ માંગ્યો છે.
10.10am : નરેન્દ્ર રાવતે જણાવ્યું કે હું ભાજપના તે સમયના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સંદેશ આપવા માંગુ છું કે તેમણે 5.7 લાખથી વધારે લીડ સાથે બેઠક જીતી હતી. તેમણે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન વડોદરા નક્કી કરશે. ત્યારે ચૂંટાયા બાદ તેમણે વડોદરાવાસીઓને દગો દીધો છે. તેમના વિશ્વાસઘાતથી વડોદરા સ્તબ્ધ છે. હું આ શહેરને મજબૂત નેતૃત્વ આપીશ. એન્જીનિયર હોવાના નાતે હું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરીને વડોદરામાં ફરી આવી સ્થિતિ ના સર્જાય તેવો પ્રયાસ કરીશ. વારાણસીને સ્માર્ટ સિટી બનાવવાના છે, પણ વડોદરાનું શું?
10.00am : વડોદરાની બેઠકના કોંગ્રેસી ઉમેદવાર નરેન્દ્ર રાવતે, નરેન્દ્ર મોદીની જેમ કોંગ્રેસના ચિહ્ન સાથે સેલ્ફી ફોટો ખેંચતા વિવાદ.
પ્રથમ બે કલાકમાં મતદાનની ટકાવારી
વડોદરા 6 ટકા, ડીસા - 4.44 ટકા, માતર - 5.96, મણિનગર - 3.67, તળાજા - 9 ટકા, ખંભાળિયા - 9 ટકા, માંગરોળ - 10 ટકા, માતર - 8.96, આણંદ - 7.54, લીમખેડા - 6
9.45am : વડોદરાની સિદ્ધાર્થ બંગલોના રહીશો હજી સુધી મતદાન માટે નીકળ્યા નથી.
9.30am : વરસાદની ઋતુને ધ્યાનમાં લઇને મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે.
9.00am : વરસાદને કારણે 9 પોલિંગ બૂથ બદલાયા, બૂથની બહાર વોટરપ્રૂફ ટેન્ટ લગાવાયા.
8.30am : SRPની 56 કંપનીઓ તૈનાત કરવામાં આવી.
8.00am : તમામ બેઠકો પર મતદાન શરૂ.