Gujarat Weather: અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તંત્ર સાબદુ

Gujarat Weather: અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. રાજ્યમાં વરસાદની આગાહી દરમિયાન સાર્વત્રિક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતના કૂલ 33માંથી 30 જિલ્લામાં ઓરેન્જ અને 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

rain

વલસાડમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરને 40 ગામ સાથે જોડતો પુલ પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે.તાપી નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 102.13 મીટર પહોંચી છે. તાપી નદીની આસપાસના ગામોમાં અલર્ટ આપવામાં આવ્યુ છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, વાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના 10 કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ વૈકલ્પિક માર્ગથી જવાની લોકોને કરી અપીલ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અતિ ભારે વરસાદને પગલે ગુજરાતમાં પ્રભાવિત જિલ્લાઓમાં પરિસ્થિતિઓનુ મોનિટરીંગ કરી રહ્યા છે. કલેક્ટરો સાથે વાત કરીને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં રે઼ડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, વાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધનની સૂચનાઓ આપી હતી.

નોંધનીય છે કે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ વરસાદ 64 મી.મી. થયો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં 326 મી.મી. નોંધાયો છે.

આજે રાજ્યમાં 6 કલાકમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખેરગામમાં 6 કલાકમાં 8.5 ઇંચ, વલસાડમાં 7 ઇંચ, પારડી અને સાંગબારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાસંદા, ડાંગ, કુકરમુંડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત 45 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X