For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આવનારા દિવસોમાં બનશે મેડિકલ હબઃ સીએમ વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે આવનારા દિવસોમાં ગુજરાત મેડિકલ હબ બનશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપાણીએ ગુરુવારે રાજકોટમાં આસ્થા કેન્દ્ર 146 વર્ષ જૂના પ્રાચીન મંદિર શ્રી પંચનાથ મહાદેવના પરિસરમાં લોકોને રાહત દરે સમુચિત ઈલાજ પૂરો પાડવાના ઉદ્દેશથી 1 કરોડ રૂપિયાની કિંમત નિર્મિત 50 બેડના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે કહ્યુ કે રાજકોટમાં એઈમ્સ પણ બની રહી છે. આવનારા દિવસોમાં ગુજરાત મેડિકલ હબ બનશે. સીએમ રૂપાણીએ કહ્યુ કે વિકાસ માટે સ્વાસ્થ્યને પ્રાથમિકતામાં રાખવામાં આવ્યુ છે. આના કારણે સરકારે ગરીબો માટે આયુષ્માન ભારત અને અમૃતમ યોજના ચલાવી છે. જે હેઠળ 5 લાખ રૂપિયા સુધીનો ઈલાજનો ખર્ચ સરકાર વહન કરી રહી છે. તેમણે કહ્યુ કે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયોનુ નિર્માણ, મહિલાઓને દેશી ચૂલાના ધૂમાડામાંથી મુક્તિ માટે નિઃશુલ્ક ગેસ કનેક્શન પૂરા પાડવાની ઉજાલા યોજના વગેરે તેના ઉદાહરણ છે.

cm rupani

સીએમ રૂપાણીએ વધુમાં કહ્યુ કે પંચનાથ હોસ્પિટલ ભક્તો માટે આસ્થા અને દર્દીઓ માટે ઈલાજ બંનેનુ કેન્દ્ર બનશે. વર્તમાન સમયમાં ઈલાજનો ખર્ચ ઘણો મોંઘો થઈ ગયો છે. એવામાં આ હોસ્પિટલ સસ્તા દરોએ દર્દીઓનો ઈલાજ કરશે. જીવ અને શિવના સંગમ સમાન આ શિવ મંદિરમાં નિર્મિત આધુનિક હોસ્પિટલમાં દર્દીઓની સેવા પણ કરવામાં આવશે. રૂપાણીએ એ વાત પર ખુશી વ્યક્ત કરી કે પંચનાથ ટ્રસ્ટને અનેક દાતા અને સેવાભાવી લોકો મળ્યા છે જેના યોગદાનથી હોસ્પિટલની આધુનિક ઈમારતનુ નિર્માણ સંભવ બન્યુ છે. હોસ્પિટલનુ સંચાલન મિશન સાથે ઉત્તમ રીતે કરવા માટે તેમણે ટ્રસ્ટના સંચાલકોને અભિનંદન પાઠવ્યા.

આ પ્રસંગે ઉપસ્થિત કથાકાર રમેશભાઈ ઓઝાએ કહ્યુ કે મહાદેવ બિરાજમાન હોય એવા પવિત્ર સ્થળે આરોગ્ય મંદિર પણ દર્દીઓની સેવા-ઈલાજ માટે છે, જે ખૂબ પ્રશંસનીય વાત છે. દાતાઓએ પણ ખુલ્લા મનથી આધુનિક હોસ્પિટલના નિર્માણ માટે દાન આપીને સામાજિક ફરજ નિભાવી છે. આ પ્રસંગે દાતા કિશોરભાઈ કોટેચા, ધીરુભાઈ ડોડિયા અને અમેરિકા નિવાસી ડૉ. રામાણી પરિવારનુ સમ્માન કરવામાં આવ્યુ.

પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડે અત્યાધુનિક હોસ્પિટલમાં સહયોગ આપનાર બધા દાતાઓનો આભાર વ્યક્ત કરીને કહ્યુ કે આ નવનિર્મિત હોસ્પિટલમાં ભગવાન મહાદેવના આશીર્વાદથી દર્દીઓની સેવા થતી રહેશે. કાર્યક્રમમાં મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, અરવિંદભાઈ રૈયાણી, ઉપકુલપતિ વિજય દેસાણી, અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, અંજલિબેન રૂપાણી, નાગરિક બેંકના ટ્રસ્ટી જ્યોતિન્દ્ર મહેતા, પંચનાથ ટ્રસ્ટના મંત્રી તનસુખ ઓઝા સહિત કાર્યકર્તા અને નાગરિક ઉપસ્થિત હતા. હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ કાર્યક્રમનુ સંચાલન કર્યુ.

ટ્રેક્ટર માર્ચમાં રાજ્યોની ઝાંકી પણ કાઢશે ખેડૂત સંગઠનોટ્રેક્ટર માર્ચમાં રાજ્યોની ઝાંકી પણ કાઢશે ખેડૂત સંગઠનો

English summary
Gujarat will become medical hub said CM Vijay Rupani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X