India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદીના સ્વાગતની દોડધામમાં કિટલીની ખોટી ડિઝાઇનથી AMCની બદનામી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 સપ્ટેમ્બર : નવા વાડજના અખબારનગરના સર્કલ પર 15 સપ્ટેમ્બરના રોજ એક વિશાળ કિટલી મૂકવામાં આવી છે. આ કિટલી સર્કલ પાસેથી પસાર થતા વાહનચાલકોમાં તે આકર્ષણનું કેન્દ્ર તો છે જ. જો કે હવે તે વિવાદનું પણ કેન્દ્ર બની રહી છે.

આ કિટલી ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની ભેટ રૂપે તેમના જીવનના પ્રારંભકાળમાં ચાની કીટલી પર કામ કરી ચૂક્યા હોઈ એક સામાન્ય ચાવાળો પણ વડાપ્રધાન બની શકે છે તેના પ્રતીકરૂપે મૂકવામાં આવી છે.

હવે આ જ ચાની કિટલીએ પ્રથમ દિવસે વાહવાહી મેળવ્યા બાદ તેની ખોટી ડિઝાઈનને પગલે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. કિટલીની આવી ડિઝાઇનથી સમગ્ર શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને વખોડવામાં આવી રહી છે. આ સાથે એએમસીની ફજેતી પણ થઈ રહી છે.

આ ફજેતીનું કારણ શું છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

કિટલીની ડિઝાઇન જ ક્ષતિયુક્ત છે

કિટલીની ડિઝાઇન જ ક્ષતિયુક્ત છે


આ કિટલીને બનાવવાની ઉતાવળમાં તેની ડિઝાઈનમાં મોટી ક્ષતિ રહી ગઈ છે. કિટલીનું હેન્ડલ ખોટી જગ્યાએ મુકાયું છે. અખબારનગર સર્કલ પાસેથી રોજ પસાર થતા હજારો લોકો ખોટી ડિઝાઈનવાળી ચાની કિટલી જોઈને તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ચાની સામાન્ય કિટલીની ડિઝાઇનમાં ભૂલ કેમ રહી ગઇ?

ચાની સામાન્ય કિટલીની ડિઝાઇનમાં ભૂલ કેમ રહી ગઇ?


અખબારનગર સર્કલની વચ્ચે મુકવામાં આવેલી કિટલીની જે ડિઝાઇન છે તે મુજબ કિટલીથી ચા ભરવી શક્ય નથી. એક જ હાથે કિટલી નમાવીને ચા કાઢવા માટે કિટલીનું હેન્ડલ નાળચાની ઉપર હોવું જોઇએ. ચાની કિટલી સામે મૂકીને પ્રતીક બનાવ્યું હોત તો આટલી મોટી ભૂલ થવી સંભવ ન હતી.

તમામ ખર્ચ સિલ્વર ઓક કોલેજે ઉઠાવ્યો

તમામ ખર્ચ સિલ્વર ઓક કોલેજે ઉઠાવ્યો


ઈજનેર વિભાગનાં સૂત્રો એમ પણ કહે છે કે મોન્યુમેન્ટ તૈયાર કરવાના ખર્ચ ઉપરાંત અખબારનગર સર્કલને નવાં રંગરૂપ આપવાની કામગીરીનો ખર્ચ સિલ્વર ઓક કોલેજના સત્તાવાળાઓએ ઉઠાવ્યો હતો. કોર્પોરેશનની તિજોરીમાંથી એક રૂપિયો ખર્ચાયો નથી.

સિલ્વર ઓક કોલેજની ડિઝાઈનનો ભોગ AMC બન્યું!

સિલ્વર ઓક કોલેજની ડિઝાઈનનો ભોગ AMC બન્યું!


મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના અધિકારીઓ કહે છે કે ચાની કિટલીની ડિઝાઈન સિલ્વર ઓક કોલેજ દ્વારા કોઈ ખાનગી કંપનીને તૈયાર કરવા આપવામાં આવી હતી. આમાં કોર્પોરેશનનો કોઈ રોલ નથી. જોકે ખોટી ડિઝાઈનનો ભોગ કોર્પોરેશન બન્યું છે.

આસપાસના ચાના ગલ્લાવાળાઓને તો ભૂલની ખબર પડી હતી

આસપાસના ચાના ગલ્લાવાળાઓને તો ભૂલની ખબર પડી હતી


આસપાસના ચાના ગલ્લાવાળાઓને તો ઉદ્ઘાટનના દિવસે જ ખબર પડી ગઈ હતી કે આ હેન્ડલ ખોટી રીતે મુકાયેલું છે. પાંચ વર્ષ માટે રૂપિયા 50,000 ડિપોઝિટ લઇને સિલ્વર ઓક કોલેજને સર્કલ સોંપાયું છે. પાંચ વર્ષ સુધી જાહેરાતનો હક્ક પણ તેનો જ રહેશે. અખબારનગર સર્કલને પીપીપી ધોરણે ડેવલપ કરાયું હોઈ પાંચ વર્ષ માટે કોલેજને જાહેરાતના હક પ્રદર્શિત કરવાની મંજૂરી સાથે સોંપાયું છે તેમ પણ પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ કહે છે.

મેયર ઉદ્ઘાટન કરીને જતાં રહ્યાં

મેયર ઉદ્ઘાટન કરીને જતાં રહ્યાં


શહેરનાં મેયર મીનાક્ષીબહેન પટેલે ચાની કીટલીના મોન્યુમેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપના અસંખ્ય કાર્યકરોની હાજરીમાં આ સમારંભ થયો હતો, પરંતુ કિટલીની ખોટી ડિઝાઈન પર કેમ કોઇનું ધ્યાન ના ગયું તેનું સૌને આશ્ચર્ય થાય છે.

સર્કલના રૂપ રંગ રાતોરાત બદલાયા

સર્કલના રૂપ રંગ રાતોરાત બદલાયા


અખબારનગર સર્કલ શહેરના સૌથી વ્યસ્ત સર્કલ પૈકીનું એક છે. અત્યાર સુધી અખબારનગર સર્કલ સાવ ઉપેક્ષિત હાલતમાં હતું. PM નરેન્દ્ર મોદી તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન આ રૂટ પરથી પસાર થશે તેવી ગણતરીના આધારે તેણે રાતોરાત નવાં રંગરૂપ આપવામાં આવ્યા હતાં. જે માટે રાતોરાત ડામર લાવીને સત્તાવાળાઓએ ખાડા પૂરી દીધા હતા. સર્કલને નવી રેલિંગ, રંગરોગાન, હાઈમાસ્ટ વગેરેથી અપટુડેટ કરી દીધું હતું અને નવા પેવર બ્લોક લગાડી દેવાયા હતા. ચાર દિવસમાં કિટલી ઊભી કરાઈ હતી.

English summary
Gujarat : Wrong design of kitli in hurry to welcome PM Modi, disrepute Ahmedabad municipal corporation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X