For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને મુકત કરેલા ૬૮ માછીમારો પહોંચ્યા માદરે વતન

પાકિસ્તાનથી મુક્ત કરાયેલા 68 માછીમારો હવે સુખરૂપ તેમના માદરે વતન પહોંચી ગયા છે. અને માછીમાર સમુદાયના લોકો અને તેમના પરિવારજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. વધુ વાંચો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન તરફથી મુકત કરાયેલા ૬૮ માછીમારો વાઘા બોર્ડરેથી સુરક્ષા ચકાસણીની પ્રાથમિક વિગતો પૂર્ણ કરીને ગોલ્ડન ચેમ્પલ ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યા હતા. ત્યાર બાદ વડોદરામાં તેમને વલસાડના મતસ્ત્ય અધિકારી આર.એન પટેલે આવકાર્યા હતા અને પોલીસ સુરક્ષા સાથે બસ દ્વારા શુક્રવાર રોજ વેરાવળ પહોંચ્યા હતા. જ્યાં માછીમાર અદિકારીઓ તેમજ ખારવા સમાજ દ્વારા માછીમારોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માછીમારો માદરે વતન પહોંચ્યા ત્યારે પરિવારજનોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાનની જેલમાં બંધ નાગરિકોને પાકિસ્તાન જેલ તરફથી પાકિસ્તાની ચલણના 5000 રૂપિયા તેમજ કપડાંની ભેટ આપવામાં આવી હતી. માછીમારોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના વતનમાં ભારતમાં આવીને પોતાના સ્વજનોને મળીને ખૂબ ખુશ છે.

Gujarat

આ માછીમારો પૈકી કોડીનારના ૪૩ ,ઉનાના ૯ ગીરસોમનાથના ૩, વેરાવળના ૨ નવાસીરના ૧ તેમજ પોરબંદરના ૪ અને સૂત્રાપાડાના ૨ તેમજ ઉત્તર પ્રદેશના ૨ માછીમારોનો સમાવેશ થાય છે. માછીમારી દરમિયાન ભૂલથી જળ સીમા ઓળંગીને પાકિસ્તાન પહોંચી ગયેલા આશરે ૩૨૭ જેટલા માછીમારો હજુ પાકિસ્તાનની જેલમાં સબડે છે. ત્યારે તેમના પરિવાર દ્વારા પણ સરકારને અપીલ કરવામાં આવી છે કે સરકારી પ્રયાસો દ્વારા બીજા પણ માછીમાર ભાઇઓ છૂટી માદરે વતન પરત ફરી શકે.

English summary
Gujarati Fishermen who released from Pakistan Jail, come back to their home town.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X