For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NASAમાં અવાજ આપનાર ગુજરાતી લોકગાયક બાબુભાઇ રાણપુરાનું નિધન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 જુલાઇ : ગુજરાતના લોકકલા અને સાહિત્યના ફલક પર અનન્ય પ્રદાન કરનારા સૌરાષ્ટ્રના લોક ગાયક અને કલાકાર બાબુ રાણપુરાનું બુધવારે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

બાબુભાઇ રાણપરાના નિધન અંગે શોક અને દુ:ખની લાગણી વ્યક્ત કરતા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે 'ગુજરાતના વિશ્વવિખ્યાત લોક ગાયક બાબુભાઇ રાણુપુરાના નિધન અંગે મને દુ:ખ છે. તેમના અવસાનને પગલે ગુજરાતની લોકગીતોની એક અનન્ય પરંપરાની એક કડી આપણે ગુમાવી છે. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.'

તેમનો જન્મ મહેસાણા જિલ્લાના ઝાકસણા ગામમાં 4 ફેબ્રુઆરી, 1943ના રોજ થયો હતો. શ્રીમાળી સોની પરિવારમાં જન્મેલા બાબુભાઈનું મૂળ વતન મોરબીમાં મચ્છુનદીને કાંઠે આવેલું નાનાઘાંટીલા ગામ છે. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે માતા સંતોકબહેને સંસારનો ત્યાગ કર્યો અને બાદમાં સમાધિ લીધી હતી. આ બનાવના થોડા સમય પહેલા જ તેમના પિતા અવસાન પામ્યા હતા.

babubhai-ranpura-1

નવ વર્ષની ઉંમરે મોરબી નજીક માંડલ ગામમાં જૈનુદ્દીન વોરાને ત્યાં તેમણે આશ્રય લીધો હતો. જેઓ વાયોલિન વગાડતા અને બાબુ રાણપુરા ગીતો ગાતા હતા. આ રીતે તેમના જીવનમાં સંગીતનો પ્રવેશ થયો હતો અને ત્યાર બાદ સંગીત જ તેમનું જીવન બની ગયું હતું.

મોરબીના આર ડી ભટ્ટે તેમને વિનયમંદિરમાં ભણવા મૂક્યો. ત્યાર બાદ ગણેશ નાટક મંડળીમાં મીઠા અવાજના કારણે તેમને લોકચાહના મળી અને ત્યારથી તેમની ગાયકીની સફર શરૂ થઈ.

બાબુ રાણપુરા માત્ર ગાયક જ નહીં લોકજીવન અને લોકસાહિત્યના મર્મી પણ હતા. લોકગીત, ભજન કે રાસડા તેમની પાસેથી સાંભળા લ્હાવો ગણાતો હતો.

તેમણે વર્ષ 1985માં પેરિસમાં ઉજવવામાં આવેલા 'ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' પ્રસંગે એફિલ ટાવર પરથી 'આપણા મલકના માયાળુ માનવી...' ગીત ગાયું હતું. 1987માં મોસ્કોમાં યોજાયેલા ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો આરંભ પણ બાબુભાઇના ગીત સાથે થયો હતો.

બાબુ રાણપુરા વિશે અને તેમના સાહિત્ય વિશે ‘શિવમત', ‘બાબલ શતક', ‘નવરસ', ‘નવતાલ', ‘રાગ વંદના', ‘અવતારી', ‘અલગારી', ‘અવધૂત શ્રી બાબુ રાણપુરા', ‘અમરવેદ', ‘અવધૂત સંગે ઉજૈયણીમાં', ‘ઝાલાવાડનું મોરપિચ્છ' (અભિવાદન ગ્રંથ), ‘ભૂ ગરભ જગત વિજ્ઞાન - પથ્થરપુરાણ', ‘અદ્ભુત - અનુભૂત - અવધૂત છે' જેવા પુસ્તકો અને ગ્રંથો પ્રકાશિત થયા.

વર્ષ 1988માં ભારત સરકારે દક્ષિણ ભારતના સાંસ્કૃતિક ધામોના અભ્યાસ માટે તેમને મોકલ્યા હતા. આ ઉપરાંત
અન્ય ગ્રહ પર માનવવસ્તી છે કે કેમ ? તેની શોધમાં નાસા દ્વારા અંતરિક્ષમાં મોકલાયેલ ટાઇમ કેપ્સ્યુલમાં વિશ્વભરમાંથી વિવિધ ભાષામાં રેકોર્ડ કરાયેલ અવાજ મોકલાયા હતા. જેમાં ભારતભરમાંથી બાબુભાઈનો અવાજ ગુજરાતીમાં મોકલાયો હતો.

તેમને વર્ષ 2006માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામ દ્વારા અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. બાબુ રાણપુરાને રાજ્ય સરકારના લોકસંગીત માટેનો ગૌરવ પુરસ્કાર, રામાયણી મોરારિદાસ હરિયાણી પ્રેરિત કાગ અવાર્ડ તથા ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી દ્વારા લોકસાહિત્યના સંવર્ધન માટે લોકસંગીત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અવાર્ડથી સમ્માનિત કરાયા હતા.

English summary
Gujarati folk singer Babubhai Ranpura who performed in NASA passes away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X