For Daily Alerts

ભાષા નિયામકની કચેરી દ્વારા આગામી તા. ૫, ૬, ૭ અને ૮ જુલાઈના રોજ યોજાનાર ગુજરાતી ભાષાની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ
રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અધિકારી-કર્માંચારીઓ માટે ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ગુજરાતી ભાષાની ઉચ્ચ, નિમ્ન અને બોલચાલ શ્રેણીની પરીક્ષાનું અનુક્રમે તારીખ ૫, ૬, ૭ અને ૮ જુલાઈ-૨૦૨૨ના રોજ ગુજરાત જલ સેવા સંસ્થા, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મોકૂફ રખાયેલ આ પરીક્ષા આગામી સમયમાં યોજાશે, જેની તારીખ નક્કી થયેથી તેનો વિગતવાર કાર્યક્રમ ભાષા નિયામકની કચેરીની વેબ-સાઈટwww.dol.gujarat.gov.inઉપર જાહેર કરવામાં આવશે.
Comments
English summary
Gujarati Language Examination organized by the Office of the Director of Languages has been postponed
Story first published: Thursday, June 30, 2022, 19:31 [IST]