• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતી કાવ્યસંગ્રહ 'એક અક્ષરનું અનુબંધ'ને લિમ્કા બુકમાં સ્થાન

|

સાવરકુંડલા, 8 નવેમ્બર : આપણે જાણીએ છીએ કે સાહિત્‍ય, કલા, વિજ્ઞાન, અર્થશાસ્‍ત્ર, રમતગમત જેવા અનેકવિધ ક્ષેત્રોમાં કેટલાક લોકો અનોખી અને અસાધારણ સિધ્‍ધી હાંસલ કરે ત્યારે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં અથવા રાષ્‍ટ્રીય સ્‍તરે લીમકા બુક ઓફ રેકોર્ડસમાં સ્‍થાન મેળવે છે.

આમ તો લીમકા બુક ઓફ રેકોડર્સમાં રોજબરોજ કોઇને કોઇ રેકોર્ડ નોંધાતા હોય છે, પરંતુ સાવરકુંડલાની સંઘવી કુમાર શાળામાં સહાયક નિયામક તરીકે કામ કરતા તેજસ્‍વી તેજસભાઇ જોષીએ, છ સહસ્‍ત્રાબ્‍દી પૂર્વે સંસ્‍કૃત ભાષામાં લખાયેલા કેટલાક શ્લોક અને સુક્તિઓથી પ્રેરાઇને 1330 શબ્‍દોના ટાઇટલવાળા 'એક અક્ષરનો અનુબંધ' કાવ્‍યસંગ્રહનું સર્જન કર્યુ છે. આ કાવ્યસંગ્રહને લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

માત્ર એક અક્ષરથી મર્યાદિત કાવ્‍ય રચના આ કાવ્‍યસંગ્રહની વિશેષતા હોય સાહિત્‍યમાં ભાગ્‍યે જ જોવા મળે છે. અગાઉ 2012ના વર્ષમાં કેરાળાના કોલ્લુમ જિલ્લાના જયકુમાર જૈજીએ પ્રાદેશિક ભાષામાં 1147 શબ્‍દોવાળા ટાઇટલ સાથેના પુસ્‍તકને લીમકા બુક ઓફ રેકોર્ડસમાં સ્‍થાન પ્રાપ્‍ત થયું હતુ જેનો રેકોર્ડ હવે તેજસ્‍વી તેજસભાઇએ તોડ્યો છે.

gujarat

મળવાનું મન થાય તેવા સાહિત્‍યિક વ્‍યક્તિ તેજસભાઇ કાંટા ઉદ્યોગ અને માંડવીપાક માટે પ્રસિધ્‍ધ નાવલી નગરી સાવરકુંડલામાં રહે છે. તેજસભાઇએ લીમકા બુક ઓફ રેકોડર્સ-2014માં સ્‍થાન મેળવી અમરેલી જિલ્‍લાને ભારતના સાહિત્‍યિક નકશે મૂકી દીધું છે. તેઓ 12 વર્ષથી સાવરકુંડલાના વિવેકાનંદ કેન્‍દ્ર અને તેની વિવિધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

તેમણે જણાવ્યું કે "મેં ગુજરાતી સાહિત્‍યસર્જન દ્વારા પ્રાચીનત્તમ ભારતીય સાહિત્‍યિક માળખાને અને તમામ ભાષાની જનનીસમી સંસ્‍કૃત ભાષાને પુનઃધબકતી કરવા પ્રયાસ કર્યો છે. પણ મારા કાવ્‍યસર્જન અને વાર્તાલેખનની પ્રવૃત્તિમાં સ્‍વામી વિવેકાનંદજીના વિચારો અને સમૃધ્‍ધ વાંચનની ઉંડી અસરો છે, તેના કારણે જ મારો સાહિત્‍યિક શોખ વિકસ્યો અને લેખનકાર્ય સ્‍ફુરવા લાગ્‍યું એમ કહું તો ખોટું નહિ."

એક અક્ષરનું અનુબંધ કાવ્‍યસંગ્રહના સર્જન થકી જ તેજસભાઇએ સાહિત્‍ય અને શિક્ષણ વિભાગમાં પદ્મશ્રી એવોર્ડ માટે પણ પોતાનું નામ નોમિનેટ કરાવ્‍યું છે, અને હવે તેઓ કદાચ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ પણ સ્‍થાન હાંસલ કરે તો નવાઈ નહિ!

તેજસભાઇએ જણાવ્યું કે, મેં કોઇ રેકોર્ડસની ખેવનાથી સાહિત્‍યિક પ્રવૃત્તિમાં રસ નહોતો દાખવ્યો, પરંતુ મેં તો માત્ર નિજાનંદ માટે લેખન શરૂ કર્યુ હતુ. છેલ્‍લા ચાર વર્ષથી હું કાવ્‍યસર્જન અને વાર્તાલેખન કરું છું પરંતુ આ લેખનને ક્યારેય પ્રકાશિત કરવાનો વિચાર આવ્‍યો નહોતો.

સંસ્‍કૃત સાહિત્‍યમાં માધ નામના સાહિત્‍યકારે 'શિશુપાલવધમ'માં 'ભ' અને 'ર' એમ માત્ર બે જ વ્‍યંજનથી શ્લોક વર્ણવેલ છે તેવી જ રીતે ભારવિ નામના સાહિત્‍યકારે 'કિરાતાર્જુનીય' કાવ્‍યસંગ્રહમાં ફક્ત 'ન' મુળાક્ષરનો ઉપયોગ કરી અદ્દભૂત સાહિત્ય કૌશલ દાખવ્‍યાનું મારા ધ્‍યાને આવેલ તેમજ જુની સાહિત્‍ય રચના પધ્‍ધતિથી મને ઘણી પ્રેરણા મળતાં મને થયું કે આવું કંઇક ગુજરાતીમાં લખી શકું તો કેવું રહે? પરિણામે રચાયો એક કાવ્‍યસંગ્રહ જેનું નામ છે 'એક અક્ષરનું અનબુંધ'.

મેં મારા કાવ્‍યસંગ્રહમાં એક જ મુળાક્ષરનો ઉપયોગ કરી, શબ્‍દોની ગોઠવણ સાથે ભાવ પણ જળવાઇ રહે તેની કાળજી લીધી છે. એટલું જ નહિ આગળ-પાછળની કાવ્‍યપંક્તિઓને અનુરૂપ લય તથા વિષયવસ્‍તુ ધ્‍યાને લઇ સરળ અને સચોટ કાવ્‍ય માળખું જાળવવાનો પ્રયત્‍ન કર્યો છે. આ કાવ્‍યસંગ્રહમાં ગઝલ, પ્રાસ-અનુપ્રાસ, વ્‍યંગ, રૂપકની પણ છાંટ જોવા મળશે જે બીજા કાવ્‍યસંગ્રહથી જુદો પાડે છે.

'એક અક્ષરનું અનબુંધ'ની કેટલીક પંક્તિઓ આ મુજબ છે...

'ખ'ની ખાનદાની

ખેલ ખેલો ખેલાડીના, ખમતીધર ખૂબ ખેલૈયાના

ખરાખરીના, ખેલ ખેલો, ખડતલ, ખડગે ખાસમખાસ ખલનાયકના

ખેલ ખેલો ખેલાડીના, ખમતીધર ખૂબ ખેલૈયાના...

'ન' નું નજરાણું

નકામો નવયુવાન નાચતો, નાણે નાથાલાલ,

નિષ્‍ઠા, નીતિ ને નિર્વસ્‍ત્ર નિહાળો, નવલખા નેતા નહિ...

નાતજાતનું નામોનિશાન નહિ, નફરતોનું નિંદામણ નીરૂપરણ નહિ...

English summary
Gujarati poem collection 'Ek Akshar nu Anubandh'got entry in Limca book of records
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more