For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના પુસ્તકમાં ભૂલ, સીતાનું અપહરણ રાવણે નહિ પરંતુ રામે કર્યું

સીતાનું અપહરણ કોને કર્યું? આ સવાલનો જવાબ દરેક ને ખબર છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ 12 સંસ્કૃતની બુકમાં જે લખ્યું છે તે તમને ચોંકાવી શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સીતાનું અપહરણ કોને કર્યું? આ સવાલનો જવાબ દરેક ને ખબર છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ 12 સંસ્કૃતની બુકમાં જે લખ્યું છે તે તમને ચોંકાવી શકે છે. ગુજરાત બોર્ડની ધોરણ 12 સંસ્કૃતની બુકમાં જણાવવામાં આવ્યું છે કે સીતાનું અપહરણ રાવણે નહીં પરંતુ રામે કર્યું હતું. ખરેખર ગુજરાતમાં સંસ્કૃત ભાષા સાથે જોડાયેલા પુસ્તકના બાળકો એક અલગ જ કહાની વાંચી રહ્યા છે. ગુજરાત બોર્ડના ધોરણ 12 માં ભણાવવામાં આવે છે કે રામે સીતાનું અપહરણ કર્યું હતું.

ઇન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત લેન્ગવેજ

ઇન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત લેન્ગવેજ

આ હેરાન કરતી જાણકારી ગુજરાત બોર્ડની ધોરણ 12 સંસ્કૃતની બુકમાં ભણાવવામાં આવી રહી છે. જેનો ઉલ્લેખ 'ઇન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત લેન્ગવેજ' નામના પુસ્તકમાં 106 નંબરના પેજ પર છે. ખબરો અનુસાર આ ભૂલ ફક્ત અંગ્રજી માધ્યમ ના પુસ્તકમાં છે.

અંગ્રજી માધ્યમના પુસ્તકમાં ભૂલ

અંગ્રજી માધ્યમના પુસ્તકમાં ભૂલ

મહાન કવિ કાલિદાસની રચના 'રઘુવંશનમ' પર આધારિત પાઠમાં ગુજરાતી પુસ્તકમાં આ ભૂલ નથી કરવામાં આવી. તેમાં આ પેરાગ્રાફ બિલકુલ સાચો લખવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ નીતિન પેથાણી ઘ્વારા પહેલા તેની જાણકારી હોવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો, ત્યારપછી તેમને અનુવાદની ગરબડી જણાવી. તેમાં રાવણની જગ્યા પર રામ લખાઈ ગયી છે.

સંસ્કૃત રીટાયર પ્રોફેસર વસંત શુ કહે છે

સંસ્કૃત રીટાયર પ્રોફેસર વસંત શુ કહે છે

નીતિન પેથાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતી ટેક્સ્ટ બુકમાં આ ભૂલ નથી. તેમાં સંસ્કૃત રીટાયર પ્રોફેસર વસંત ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પેરાગ્રાફમાં રામના ચરિત્ર ને ખુબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તેમને આગળ જણાવ્યું કે દરેક લોકો જાણે છે કે સીતાનું અપહરણ રાવણે કર્યું હતું.

English summary
Gujarati textbook says Sita was abducted by lord Rama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X