• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતના ઉઘોગ સાહસિકતા વિકાસ સંસ્થાનથી અનેક બેરોજગારોને આજીવિકા મળી

|

વડોદરા, 13 એપ્રિલ : આજના 21મી સદી તરફ પગ માંડી રહેલા અઘતન વિજ્ઞાન અને ટેકનોલોજીથી ક્ષણે-ક્ષણે પ્રગતિ તરફ કૂચ કરી રહેલા યુગમાં દરેક વ્યક્તિ જાગૃત રહે તો જ સમય સાથે ડગ માંડી શકે. રોજ રોજ ક્ષણે ક્ષણે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવતું રહે છે ત્યારે આ ઝડપી યુગમાં માહિતીસભર બનવું અતિ આવશ્યક છે. સતત માધ્યમો દ્વારા જાણકારી મેળવવી જોઇએ.

ગુજરાતે છેલ્લા દસેક વર્ષોથી તમામ ક્ષેત્રોમાં પ્રગતિ હાંસલ કરીને દેશ-દુનિયામાં અવ્વલ નંબરે સ્થાન મેળવ્યું છે. જેની ગણના વિશ્વભરમાં થઇ રહી છે.

રાજ્ય સરકારે અનેકવિધ કાર્યક્રમો, અભિયાનો થકી વિકાસની હરણફાળ ભરી છે. નવી નવી યોજનાઓનો લાભ છેવાડાના જનસમુદાય સુધી પહોંચ્યો છે. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સ્વરોજગારીના સાધનો પૂરા પાડયા છે. શિક્ષિત બેરોજગાર યુવાનો માટે પણ ઉચ્ચશિક્ષણની સાથે જુદા જુદા વ્યવસાયોની તાલીમ અપાય છે. રોજગાર મેળા યોજી એકી સાથે અસંખ્ય બેરોજગારોને રોજગારી પૂરી પડાઇ. બેરોજગારી દૂર કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નો હાથ ધરી રહી છે.

બેરોજગારી દૂર કરવા માટે અને સિમિત ખેતીલક્ષી જમીનોને ધ્યાનમાં રાખી ઉઘોગો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનુ઼ આયોજન કર્યું અને દર વર્ષે વાયબ્રન્ટ સમિટોના આયોજન થકી ઉઘોગકારો, વિદેશી રોકાણકારો પોતાના ઉઘોગ-ધંધા-કંપનીઓના રોકાણો માટે આકર્ષાયા અને કરોડાના રોકાણો રાજ્યમાં થયા છે અને બેરોજગારોને રોજગારીની તકો પ્રાપ્ત થઇ રહી છે.

રાજ્ય સરકારે એથીયે આગળ વધીને શિક્ષિત બેરોજગારો અને કામ કરવા માટે શક્તિમાન એવી યુવા પેઢીને મદદરૂપ બનતી પ્રેરણાસ્ત્રોત ઉઘોગ સાહસિકતા વિકાસ સંસ્થાન સરકાર સંચાલિત છે. જે ઉત્પાદન સેવા પ્રકારના ઉઘોગની સ્થાપના માટેની તાલીમ આપે છે. આ સીઇડી સંસ્થાની વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે.

આ સંસ્થાનો ઉદ્દેશ ઔઘોગિક એકમમાં રોજગારીની તક આપી શકે તેવા ઉઘોગ સાહસિકો તૈયાર કરવા જેથી "અમને કામ આપો'ની સમસ્યાના ઉકેલમાં કદમ ભરી શકાય અને પોતે રોજગાર મેળવે એટલું જ નહીં પરંતુ અન્યને પણ સીધી કે આડકતરી રીતે રોજગારી આપી શકે. ભણતરને માપદંડ રાખ્યા સિવાય ઉઘોગ સાહસિક બનવા યોગ્ય વ્યક્તિઓ અથવા અનુભવ પામેલા વ્યક્તિઓને પસંદગી અપાય છે. જેમાં ચાર સપ્તાહ માટે પૂર્ણ સમયની દિવસના ચારથી પાંચ કલાકની ગુજરાતીમાં તાલીમ બિન નિવાસી અને સ્વખર્ચે લેવાની હોય છે.

આ સંસ્થાઓ દ્વારા કયો ઉઘોગ-ધંધો શરૂ કરવો, ક્યાં શરૂ કરવો, કેવી રીતે સ્થાપવો, કઇ કઇ મદદ અને સવલતો ઉપલબ્ધ છે. ઉઘોગ-ધંધાનું સફળ સંચાલન કેવી રીતે કરવું ? ઉઘોગ-ધંધામાં સંકળાયેલા અગ્રીમ કક્ષાના નિપુણતા ધરાવતા અનુભવીઓ દ્વારા જરૂરી જ્ઞાન, વ્યવસ્થિત માહિતી અને વ્યવહારિક અને પ્રાયોગિક તાલીમ અંગે માર્ગદર્શન તેમજ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવામાં તથા નાણાંકીય સંસ્થામાં રજૂઆત અને મંજૂરીમાં જરૂરી માર્ગદર્શન આપે છે.

પ્રવેશ યોગ્યતા 18થી 45 વર્ષ સુધી કોઇપણ વ્યક્તિ, અભ્યાસ કે અનુભવના બાધ વગર ઉઘોગ સાહસિક બનવાની તીવ્ર ઇચ્છા, દૃઢ મનોબળ અને સખત પરિશ્રમ કરનારને પસંદગીમાં અગ્રીમતા આપે છે. વડોદરા, સયાજીગંજ, આર્ટસ ફેકલ્ટી સામે, મનુભાઇ ટાવર્સ, C/307 ખાતે વિભાગીય કચેરી કાર્યરત છે.

આ કચેરી દ્વારા વર્ષ 2013-13ના વર્ષમાં ડભોઇ, ગોધરા, તીલકવાડા, લીમખેડા, કડાણા, દાહોદ, ડભોઇ ખાતે 8 જેટલા તાલીમ વર્ગો યોજી વિષય નિષ્ણાતો દ્વારા 313 જેટલા અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ અને અન્ય જાતિના યુવાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વડોદરા, ડભોઇ, તીલકવાડા, નર્મદા, કડાણા ખાતે પાંચ જાગૃતિ શિબિર યોજીને 289 ઉઘોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. જે તે ઉઘોગો કાર્યાન્વિત હોય પણ તેમને જરૂરી માર્ગદર્શન માટે વડોદરા અને પંચમહાલના કાલોલમાં કાર્યશાળા યોજી 102 યુવાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. માનવ સંશાધન વિકાસ અંગે 108 યુવાઓને તાલીમ અપાઇ.

આ તમામ તાલીમ કાર્યક્રમોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઉઘોગ સાહસિકો આ કચેરીનો સંપર્ક કરી સ્વરોજગાર સાથે પોતાના ધંધાના વિકાસ માટે માર્ગદર્શન મેળવી પ્રગતિ કરે એવી વિભાગીય કચેરીના વડા કમલેશ શાહ જણાવે છે.

આ તાલીમનો લાભ લઈ શૂન્યમાંથી સર્જન કરનારા વિજયભાઇ મોહનભાઇ આડેસરા, જેઓ એક ખંતીલા યુવાન છે અને ધો. 10 નાપાસ છે. ઘરની પરિસ્થિતિના કારણે ડ્રાઇવીંગનો ધંધો કરી બે પૈસા રળી ખાતા, વિજયને ધંધો કરવો પણ કંઇ સૂઝ પડતી નહીં. તેમને ઉઘોગ સાહસિકતા વિકાસ સંસ્થાનો સંપર્ક કર્યો. નિષ્ણાતો દ્વારા તાલીમ લીધી અને તેમને ઇચ્છા મુજબ ફોટોગ્રાફર તરીકે કેમેરાની પસંદગી કરી. પ્રથમ તો સેકન્ડ હેન્ડ કેમેરો લીધો, આવડત અને ધગશથી 95,000/-નો નવો કેમેરો ખરીઘો અને વાર્ષિક લાખ રૂપિયાની ઉપરની આવક મેળવતા થયા. આજે સ્થાનિક ધંધો કરવાની સાથે દુબઇ, થાઇલેન્ડના પણ ઓર્ડર મેળવી આર્થિક રીતે સદ્ધર બન્યા છે. આગામી દિવસોમાં પણ તેઓ ઓર્ડર પ્રમાણે સ્પેન જવાના છે.

English summary
Gujrat's EDI help youth to get employment in various sector of there choice. Institute give training to 18to 45 years youth and help them to get batter job or start own business.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more