For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુલબર્ગ હત્યાકાંડઃ મુખ્ય આરોપી કેલાશ ધોબીએ કર્યું આત્મસમર્પણ

|
Google Oneindia Gujarati News

ગોધરાકાંડ પછી થયેલા રમખાણો વખતે થયેલા ગુલબર્ગ હત્યાકાંડમાં કોર્ટે 24 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. પણ આ કેસમાં સજાની સુનવણી હજી સુધી નથી થઇ. ત્યારે હવે આ કેસમાં આરોપીઓને સજાની સૂનાવણી 17 જૂનના રોજ કરવામાં આવશે.

વધુમાં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના મુખ્ય આરોપી કૈલાસ ધોબીએ પણ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. નોંધનીય છે કે આરોપી કૈલાશ ધોબી વચગાળાના જામીન મેળવ્યા બાદ સમયમર્યાદા પૂર્ણ થઇ હોવા છતાં હાજર નહતો થયો. અને તેણે પત્ર લખીને કોર્ટે કહ્યું હતું કે તે જ્યારે ચુકાદો થશે ત્યારે પરત ફરશે. જે મુજબ તેણે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે કોર્ટ તેની સામે કેવા પગલા લે છે તે હવે જોવાનું રહ્યું.

gulbarg case

નોંધનીય છે કે ગત શુક્રવારે, હાથ ધરાયેલી સુનાવણીમાં દોષિતોને કેટલી સજા કરવી તે અંગે દલીલો થઈ હતી. આ દરમિયાન કોર્ટે ન્યાયના હિતમાં મંગાવેલા દસ્તાવેજો અંગે મીડિયામાં થયેલા રિપોર્ટિંગ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત દોષિતો કેટલા સમય સુધી જેલમાં રહ્યા તે બાબતે વિસંગતતા જોવા મળતા, કોર્ટે જેલ રેકોર્ડ પરથી ખરાઈ કરીને રીપોર્ટ રજૂ કરવા ટકોર કરી હતી.

English summary
Gulbarg case : Key accused of Gulbarg case surrenders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X