હવે ગુજરાતમાં પણ બની રહી છે ચોટલી કાપવાની ઘટના
ભારતભરમાં ચોટલી કપાઇ જવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આવી જ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અંધશ્રદ્ધા અને વિવાદોએ જોર પકડ્યું છે. અંકલેશ્વર અને ખેરાળુ બાદ અમરેલીમાં પણ એક યુવતીના વાળ કપાઇ જવાની ઘટના સામે આવી છે. આમ ચોટલી કાંડે દક્ષિણ ગુજરાત તરફ મોઢું કર્યું હોય તેમ જણાઇ રહ્યું છે. અંકલેશ્વરના સોનમ સોસાયટીમાં એક 7માં ધોરણમાં ભણતી યુવતીની વાળની ચોટલી કપાઇ જવાની ખબર બહાર આવી છે. રાતે સુતી વખતે કોઇ તેના વાળ કાપી ગયું હતું. વધુમાં અમરેલીમાં એક યુવતીના રહસ્યમય સંજોગામાં વાળ કપાયા હોવાની વાત જાણવા મળી છે.
આમ ગુજરાતમાં એક પછી એક બનતી વાળ કાપવાની આ ઘટનાઓએ લોકોને ડરના ઓથાર હેઠળ મૂકી દીધા છે. સાથે જ લોકોને અંધશ્રદ્ઘા ફેલાવવાનો એક મોકે પણ મળી ગયો છે. ત્યારે જે જે વિસ્તારોમાં વાળ કપાવાની ઘટના બની છે ત્યાં લોકો અલગ અલગ તર્ક વિતર્ક કરી રહ્યા છે. આમ ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોમાં આ ઘટના બન્યા પછી ગુજરાતમાં પણ આવી ઘટના બનવા લાગી છે. જો કે બની શકે કે કોઇએ ટીખળ કરવા કે પછી ડરનો માહોલ ઊભો કરવા માટે આવું કર્યું હોય. ધણીવાર તેવું પણ બને છે કે લોકો ખોટી પ્રસિદ્ધ મેળવવા માટે પણ આવું કરતા હોય.