For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સ્વાસ્થ્યકર્મી પર થૂકવા, જીવથી મારવાની ધમકી બદલ 6ની ધરપકડ

કોરોના લૉકડાઉનના આ દિવસોમાં ખુદનો જીવ જોખમમાં નાખી લોકોના જીવ બચાવવામાં લાગેલા કોરોના કાર્મવીરોથી મારેપીટની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ કોરોના લૉકડાઉનના આ દિવસોમાં ખુદનો જીવ જોખમમાં નાખી લોકોના જીવ બચાવવામાં લાગેલા કોરોના કાર્મવીરોથી મારેપીટની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતમાં સર્વે કરવા પહોંચેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ પર લોકો થૂક્યા. દુર્વ્યવહાર કરતા તેને જીવતા સળગાવવાની ધમકી પણ આપી હતી. આ મામલે ચાર મહિલાઓ સહિત અડધા ડઝન લોકો વિરુદ્ધ મામલો નોંધી લેવામાં આવ્યો છે.

6ની ધરપકડ

6ની ધરપકડ

પોલીસે જણાવ્યું કે આ મામલો શહેરના પુણા ગામ પોલીસ સ્ટેશન ક્ષેત્રની સંજય નગર ઝુપડપટ્ટીનો છે. જ્યાં સુરત મહાનગર પાલિકાના પ્રાથમિક સ્વાસ્થ્ય કર્મી ઉધના જલારામ નગર નિવાસી ધર્મેન્દ્ર જોશિ કોરોનાને લઈ સર્વે કરી રહ્યા હતા. ત્યારે જ ચાર મહિલા સહિત અડધા ડઝનેક લોકોએ તેમના પર થૂક્યા અને મારપીટ કરી જિવતા સળગાવવાની ધમકી આપી. આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો મામલો નોંધી લેવામાં આવ્યો છે.

થૂકીને મારી નાખવાની ધમકી આપી

થૂકીને મારી નાખવાની ધમકી આપી

પીડિત મુજબ તે શનિવારે સવારે 10 વાગ્યે કંટેનમેન્ટ ઝોનમાં સામેલ સંજય નગર ઝુપડપટ્ટીમાં ડોર ટૂ ડોર સર્વે માટે ગયો. જ્યારે તે નવા કમેલા સ્થિત આ ઝુપડપટ્ટીની ગલી નંબર 2ના ઘરમાં પૂછપરછ કરવા માટે ત્યાં પહોંચ્યો તો સિરોઝ શેખ, સલીમ શેખ, જુલેખા બીબી, ફરીદા બીબી, હુસૈના બીબી, શબાના બીબીએ ઘેરી લીધો. તેમણે દુર્વ્યવહાર કર્યો અને કહ્યું કે તમે લોકો ખાવાનું તા દેતા નથી અને સર્વે કરવા માટે ચાલ્યા આવો છો, અહીંથી ચાલ્યા જાઓ, પછી તેમાંથી એકે કહ્યું કે તેમના ઉપર થૂકી દો કોરોના હશે તો આપોઆપ મરી જશે.

પોલીસે કાર્યવાહી કરી

પોલીસે કાર્યવાહી કરી

ધર્મેન્દ્રએ વિરોધ કર્યો તો તે લોકોએ ધક્કા-મુક્કી કરી ચહેરાથી માસ્ક હટાવી દીધું. મારપીટ કરી અને બીજીવાર આવવા પર ઓઈલ છાંટી જીવતા સળગાવી દેવાની ધમકી આપી. આ વિશે ધર્મેન્દ્રએ ફરિયાદ કરવા પર પુણાગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે મારપીટ, હત્યાનો પ્રયાસ, મહામારી એક્ટ, ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત મામલો નોંધી બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે કહ્યું કે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના ટેસ્ટ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શ્રમ કાનૂનમાં સંશોધન પર ભડક્યા રાહુલ ગાંધી, બોલ્યા- કોરોના મજૂરોના શોષણનું બહાનું ના હોય શકેઆ પણ વાંચોઃ શ્રમ કાનૂનમાં સંશોધન પર ભડક્યા રાહુલ ગાંધી, બોલ્યા- કોરોના મજૂરોના શોષણનું બહાનું ના હોય શકે

English summary
half a dozen people including 4 women misbehave with Health worker during covid-19 survey in surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X