• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતને દીપાવનાર ગર્વંતી ગુજરાતણોને Happy Woman Day!

|

અમદાવાદ, 8 માર્ચ: આજે વિશ્વ મહિલા દિવસ છે, અને આખા જગતમાં આજે આ દિવસને વુમન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જોકે નારી જે જગતની જનની છે, જો નારીનું અસ્તિત્વ ના હોય તો સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાઇ જાય. એટલે જ તો સ્ત્રી અને સૃષ્ટિને એકબીજાના પર્યાય છે. માના ખોળામાં પણ આપણને કૂદરત જેવું સુખ મળે છે. જો તમારા જીવનમાંથી માતા અને પત્નીની બાદબાકી કરવામાં આવી તો તમે ખાલી થઇ જાવ છો.

સંસ્કૃતમાં એક શ્લોક છે- ''યત્ર નાર્યેસ્તુ પુજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ'' માટે જ નારીને નારાયણી કહેવામાં આવી છે. મિત્રો એ વાતમાં પણ જરાય બેમત નથી કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ઉદાહરણ લઇએ મહાત્મા ગાંધીનું. જો કસ્તુરબાએ ગાંધીજીને તેમના દરેક કાર્યોમાં મદદ ના કરી હોત તો દેશના મહાન પુરુષ તરીકે ગાંધીજી ના મળી શક્યા હોત.

મહિલા દિવસ નિમિત્તે અહી એવી ગુજરાતી સ્ત્રીઓને યાદ કરીએ જેમણે કોઇકને કોઇક રીતે આપણા ગુજરાતને દીપાવ્યું છે, અને જગત આખીમાં ગરવા ગુજરાતની વાહવાહ કરાવી છે અને હાલમાં પણ ગુજરાતને પોતાના કાર્ય થકી ગર્વ અપાવી રહી છે.

કસ્તુરબા ગાંધી

કસ્તુરબા ગાંધી

જો કસ્તુરબાએ ગાંધીજીને તેમના દરેક કાર્યોમાં મદદ ના કરી હોત તો દેશને મહાન પુરુષ તરીકે ગાંધીજી ના મળી શક્યા હોત. કસ્તુરબાએ બાપુને તેમના સમાજ કાર્યોમાં છેલ્લા શ્વાસ સુધી મદદ કરી. અહીં સુધી તેમણે પોતાની અંગત ઇચ્છાઓ પણ નેવે મૂકી દીધી હતી. જોકે બાના ગયા બાદ બાપુ ખુબજ રોયા હતા અને ભાંગી પડ્યા હતા.

ઇલા ભટ્ટ

ઇલા ભટ્ટ

મહિલાઓ માટે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થા સેવા(સેલ્ફ એમ્પલોઇડ વુમન એસોસિએશન)ના ઇલાબેન ભટ્ટનું સેવાક્ષેત્રે મહત્વનું યોગદાન રહ્યું છે. લાખો મહિલાઓને રોજગારી આપે છે આ સંસ્થા, તેમજ તેમના હકો માટે, આદીવાસી બહેનો માટે આ સંસ્થા કાર્ય કરે છે. ઇલાબેનના અથાગ પ્રયત્નોના કારણે તેમની સંસ્થાને બહોળાશ મળી શકી છે અને તેમને 2010માં વોશિંગ્ટન ડીસીમાં હિલેરી ક્લિન્ટનના હાથે 'ફર્સ્ટ ગ્લોબલ ફેયરનેસ એવોર્ડ' અપાયો હતો. તેમને મેગસેસે એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

ઇલા પાઠક

ઇલા પાઠક

ઇલાબેન પાઠક અવાજ (Ahmedabad Women's Action Group) સંસ્થા ચલાવે છે. તેઓ અમદાવાદની મહિલાઓના સામાજિક, ન્યાયિક અને અન્ય પ્રશ્નોના હલ માટે કાર્ય કરે છે.

મૃણાલિની સારાભાઇ

મૃણાલિની સારાભાઇ

મૃણાલિની સારાભાઇ ભારતના ભરતનાટ્યમ ક્ષેત્રે બહુ મોટું નામ છે. અત્યાર સુધી તેઓ અઢાર હજારથી પણ વધારે વિદ્યાર્થિનીઓને ભરતનાટ્યમની તાલિમ આપી ચૂક્યા છે, તેમની પુત્રી મલ્લિકા સારાભાઇ પણ આ ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મૃણાલિની સારાભાઇએ નાટ્યકલાને વધુ વિસ્તારવા માટે અમદાવાદ ખાતે દર્પણ એકેડેમી ઓફ આર્ટની પણ સ્થાપના કરી છે.

સુનિતા વિલિયમ્સ

સુનિતા વિલિયમ્સ

સુનિતા વિલિયમ્સ મૂળ ભારતની અમેરિકન વૈજ્ઞાનિક છે. તે ગુજરાતના ઝુલાસણની વતની છે. સુનિતાએ તાજેતરમાં જ સૌથી લાંબા સમય સુધી અંતરિક્ષયાત્રા કરવાનો વિક્રમ બનાવ્યો છે.

દિશા વાકાણી

દિશા વાકાણી

તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ દયાબેન એટલે કે અમદાવાદની યુવતી દિશા વાકાણી. હેમા માતાજી કહીને સૌને હસાવનાર દિશાએ અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ડ્રામામાં ડિપ્લોમાં કર્યો છે. ઘણી ફિલ્મોમાં, સિરિયલોમાં, નાટકોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે.

સ્મૃતિ ઇરાણી

સ્મૃતિ ઇરાણી

સ્મૃતિ ઇરાણી એક સમયની સફળ મોડેલ અને અભિનેત્રી રહી ચૂકી છે. ઘણી સિરિયલોમાં અને ફિલ્મોમાં તે કામ કરી ચૂકી છે અને હવે તેણે રાજકારણમાં જંપલાવ્યું છે. સ્મૃતિ ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભામાં સભ્ય છે, તેમજ મહિલા મોર્ચાની અધ્યક્ષ પણ છે. તેમનું માનવું છે કે મહિલાઓ માટે માત્ર એક દિવસ ના હોવો જોઇએ. દરેક દિવસે મહિલાઓનું સન્માન થવું જોઇએ.

નીતા અંબાણી

નીતા અંબાણી

નીતા અંબાણી એ ગુજરાતના નામી બિઝનેસમેન અંબાણી પરિવારની વધૂ છે.

પ્રાચી દેચાઇ

પ્રાચી દેચાઇ

પ્રાચી દેસાઇએ જાણીતી બોલિવુડ અભિનેત્રી છે. જે હાલમાં અભિનય ક્ષેત્રે ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. તેણે વન્સ અપોન ટાઇમ ઇન મુંબઇ, રોકઓન જેવી સફળ ફિલ્મો આપી છે.

English summary
lets wish happy woman day to Gujarati women who made Gujarat proud.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more