For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday: હાર્દિક પટેલના બર્થ ડે પર જાણો તેની આ અજાણી વાતો

હાર્દિક પટેલનો આજે છે બર્થ ડે. પાટીદાર નેતા હાર્દિક પટેલ વિષે જાણો કેટલીક અજાણી વાતો. વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલનના નેતા તેવા હાર્દિક પટેલનો આજે જન્મદિવસ છે. હાર્દિક પટેલ વિષે આજથી 2 વર્ષ પહેલા ભાગ્યે જ કોઇ જાણતું હતું પણ હવે તે ગુજરાત રાજકારણનો એક મહત્વનો ચહેરો બની ગયો છે. ત્યારે આજે હાર્દિકના બર્થ ડે પર અમે તેના વિષે કેટલીક તેવી વાતો જણાવીશું જેના તમે અજાણ હશો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ હાલ ગુજરાતના યુવા નેતાઓમાંથી એક છે. અને આવનારી ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં પણ હાર્દિક અને પાટીદાર સમાજનું વોટ બેંક ચૂંટણી જીતવા માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યારે જાણો હાર્દિક વિષે કેટલીક ખાસ વાતો....

બંદૂક સાથે ફોટો પડાવાનો શોખ

બંદૂક સાથે ફોટો પડાવાનો શોખ

હાર્દિક જ્યારે પાટીદાર સમાજનો ચહેરો નહતો બન્યો ત્યારે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં તે બંદૂક અને તલવાર સાથે ફોટો પાડીને મૂકતો. એટલું જ નહીં તેના આવા ફોટોના કારણે જ શરૂઆતના સમયમાં તે વિવાદનો ભોગ બન્યો હતો.

બી.કોમ પાસ

બી.કોમ પાસ

હાર્દિકે અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બી.કોમ કર્યું છે. જે કે બી.કોમમાં તેને 50 ટકાથી પણ ઓછા માર્ક્સ આવ્યા હતા. જો કે તે પછી તે તેના પિતાનું સબમર્સિબલ પંપ વેચવાનું કામ હાથમાં ઉપાડ્યું હતું અને તે અમદાવાદ રૂરલ વિસ્તારમાં તેના પિતાના વેપારમાં મદદ કરતો હતો.

અનામત

અનામત

હાર્દિક પટેલ 17 વર્ષો હતો ત્યારથી જ પાટીદાર અનામત સંધર્ષ સાથે જોડાયો હતો. આમ શરૂઆતથી જ તે અનામત મુદ્દાનો વિરોધ કરતો આવ્યો છે. સાથે જ તેના કેરિયરની શરૂઆતમાં તે એસપીજીનો પણ સભ્યો હતો. એટલું જ નહીં તેના પિતા પર ભાજપના સભ્ય હતા.

વિવાદ કિંગ

વિવાદ કિંગ

રાજકારણનો એક નિયમ છે અહીં પ્રસિદ્ધિ સરળતાથી નથી મળતી. પણ હાર્દિક પટેલની સાથે જેટલા વિવાદો થયા છે તેટલા તો કદાચ ભાગ્યેજ કોઇ નેતા સાથે થયા હશે! ક્યારેક વિદેશી યુવતી સાથે તેના વીડિયો બહાર પડીને વિવાદ તો ક્યારેક પાસના પૈસા પડાવીને પોતાનું ખિસ્સુ ભરવાનો વિવાદ, વિવાદોએ હાર્દિકનું અને હાર્દિકે વિવાદોનો સાથ નથી છોડ્યો. ત્યારે તેના જન્મદિવસ પર વનઇન્ડિયા તરફથી તેને હાર્દિક શુભકામનાઓ.

English summary
Hardik Patel Birthday : know here some unknown facts about him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X