For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલના જન્મદિવસ પર જાણો 24 વર્ષોના હાર્દિકની આ ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલ, આ નામ હવે પાટીદાર અનામત આંદોલનનું પૂરક બની ગયું છે. હાર્દિક પટેલનો આજે જન્મદિવસ છે. આજે હાર્દિક પટેલ 24 વર્ષનો થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે PAASના કન્વિનર હાર્દિક પટેલને આજથી બે વર્ષ પહેલા ખાલી જૂજ લોકો જ જાણતા હતા. પણ આજે ગુજરાતમાં તેમની આગવી ઓળખ છે.

આજે પણ ધણા લોકો તેવી વાતોને જ્યાં છોકરમત કે બડબોલાપણું ગણાવે છે ત્યાં તે પણ હકીકત છે કે તેના એક અવાજ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો એકઠા થઇ જાય છે. અમદાવાદમાં જ્યારે 25મી ઓગસ્ટે હાર્દિક પટેલે પહેલી અનામત મહારેલી યોજી હતી. ત્યારથી લઇને આજ દિવસ સુધી હાર્દિકના જીવનમાં અનેક ઉથલ પાથલ થઇ છે. તે તમામ પર એક નજર કરીએ 24 વર્ષના હાર્દિકની 10 વાતોમાં...

ઝીરોથી હિરો

ઝીરોથી હિરો

25મી ઓગસ્ટના રોજ હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારો માટે અનામતની માંગ સાથે મહારેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. પહેલી વાર નેશનલ મીડિયાને ધ્યાનમાં રાખી હાર્દિકે આ દિવસે હિન્દીમાં ભાષણ કર્યું હતું. તેણે કહ્યું કે અમે અહીં ભીખ માંગવા નહીં પણ પોતાનો હક માંગવા આવ્યા છીએ. અનામત ના મળી તો સરકાર ઉથલાવી દેશું.

તેજાબી ભાષણ

તેજાબી ભાષણ

ધણા અર્થમાં હાર્દિક પટેલનું જીએમડીસીનું ભાષણ તેજાબી હતું. અને તે દિવસે જ્યાં તંગદિલીના બનાવો બની રહ્યા હતા ત્યારે ભારતભરના લોકો બસ એક જ વસ્તુ ઇન્ટરનેટ પર શોધી રહ્યા હતા કોણ છે આ હાર્દિક પટેલ?

કોણ છે હાર્દિક પટેલ

કોણ છે હાર્દિક પટેલ

હાર્દિક વિરમગામના એક સામાન્ય પટેલ કુંટુંબમાંથી આવે છે. આંદોલન પહેલા તે અમદાવાદ રૂરલ વિસ્તારમાં સબમર્સિબલ પંપાના વ્યવસાય સાથે જોડાયેલો હતો. તેણે અમદાવાદની જ સહજાનંદ કોલેજમાંથી 50 ટકા કરતા ઓછા માર્કેસે તેણે બીકોમ કર્યું છે.

રાજનીતી અને તેનો સંબંધ

રાજનીતી અને તેનો સંબંધ

હાર્દિક પટેલ અનામત આંદોલનથી જોડાયો તે પહેલા પિતા ભરતભાઇ પટેલ જે ભાજપ સાથે જોડાયેલા હતા તેમની જેમ જ ભાજપ અને વિશ્વ હિંદુ પરિવાર સાથે જોડાયેલો હતો. તેને એક સમયે પ્રવિણ તોગડિયાનો માણસ પણ કહેવામાં આવતો હતો.

હાર્દિકનો વિવાદથી જૂનો સંબંધ

હાર્દિકનો વિવાદથી જૂનો સંબંધ

જો કે હાર્દિક પટેલને જ્યારે થોડાક લોકો જાણતા હતા ત્યારથી જ હાર્દિક પટેલ અને વિવાદોનો જૂનો સંબંધ છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ બાદ તેના હાથમાં બંદૂક પકડેલા કેટલાક ફોટો લિંક થયા હતા જેણે વિવાદ ઊભો કર્યો હતો.

SPG અને હાર્દિક

SPG અને હાર્દિક

PAAS તો હવે આવ્યું પણ હાર્દિકનું રાજકીય શરૂઆત એસપીજીથી થઇ. તે પહેલા વીરમગામથી એસપીજી યુનિટનો અધ્યક્ષ હતો. પણ હાર્દિક પટેલ અને લાલજી પટેલના વિચારોમાં ક્યાંક ને ક્યાંક કંકાશ હંમેશાથી જોવા મળ્યો છે. અને એ જ કારણ છે કે અમદાવાદની મહારેલી પછી હાર્દિક અને લાલજી અલગ થઇ ગયા.

13 વર્ષે ગુજરાત ભડકે બળ્યું

13 વર્ષે ગુજરાત ભડકે બળ્યું

પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલને એક અન્ય વાત માટે કરીને ઇતિહાસમાં હંમેશા યાદ કરાશે. પાટીદાર અનામત આંદોલન શરૂ થવાથી 13 વર્ષ સુધી શાંતિપૂર્ણ રહેલા ગુજરાતની શાંતિ ડહોળાઇ હતી.

સુરત અને હાર્દિક

સુરત અને હાર્દિક

કોઇ પણ આંદોલન પૈસાના જોરે ચાલે છે. કારણ કે આટલા મોટા કાર્યક્રમ, મહારેલી અને તેના આયોજનમાં પૈસા વગર કશું પણ નથી ચાલતું. ત્યારે કહેવાય છે કે હાર્દિક પટેલના આ આંદોલનને સુરતના વગદાર પટેલોનો સાથ છે.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ પર 12 લાખ રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. હાર્દિક પટેલ પર 12 લાખ રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા.

ભાષા, વિવાદને હાર્દિક

ભાષા, વિવાદને હાર્દિક

હાર્દિકની ભાષા હંમેશાથી તેજાબી રહી છે આ કારણ છે કે લોકો તેને "ગબ્બર ઇઝ બેક", "ગુજરાતનો સિંહ" જેવા ઉપનામો આપે છે. એક સમયે તેને ન્યૂ મોદી તરીકે પણ ઉપનામ આપવામાં આવ્યું હતું. પણ તેને આ જ ભાષાએ તેના માટે અનેક વિવાદ સર્જ્યા છે. ત્યારે શું 24 વર્ષે તેની સંવાદોમાં કોઇ પુખ્તતા આવશે કે પછી હાર્દિક જેમ કહે છે તેમ "ગામડાનું માણસ છું આવું જ બોલતા આવડે છે!"

English summary
Hardik patel birthday update in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X