વિધાનસભામાં થયેલી મારામારી મામલે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે થયેલી ખુલ્લા હાથની મારામારીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કન્વીનર અને યુથ લિડર હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેણે કહ્યુ છે કે મારા તમામ સીસીટીવી ભાજપના મળતિયા જાહેર કરે છે. તો વિધાનસભાના તમામ ફુટેજ ભાજપ સરકાર શા માટે જાહેર નથી કરતા. તેણે એમ પણ જણાવ્યુ હતુ કે ભાજપે કોગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેર્યા હતા. જેથી આ ઘટના બની હતી પણ ભાજપના નેતાઓ મા બહેનના નામે ગાળો બોલતા હતા હકીકત છે. તેણે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કઈ હોટલમાં જાય છે, કૉંગ્રેસના ક્યાં નેતાને મળે છે, હાથમાં કઈ બેગ છે? એમા કેટલા રૂપિયા છે એ રેકોર્ડિંગ એક કલાકમાં જાહેર કરી નાખનારા મોદીપુત્રો આજના સેશનનું રેકોર્ડિંગ કેમ જાહેર કરતા નથી??

hardik patel

હાર્દિક ક્યાં જાય છે, કોને મળે છે એનાથી ગુજરાતની છ કરોડ જનતાને કાંઈ લેવાદેવા નથી છતા હાર્દિકની સીડી આવી જાય છે પણ વિધાનસભામાં ભાજપની સરકાર શું ઝખ મારે છે એ જાણવાની ઉત્સુકતા દરેક ગુજરાતીને ચોક્ક્સ હોય છે છતાંય વિધાનસભાનું રેકોર્ડિંગ કરવા દેવામાં આવતું નથી. આપણાં સમક્ષ મારામારીનો વિડીયો આવ્યો છે પણ સુરતના ધારાસભ્ય શ્રી હર્ષ મોદી, તેમજ નિકોલ ધારાસભ્ય જગદીશભાઈ મોદીએ દેશહિતમાં જે ગાળો બોલી છે તેનાં વિડીયો સામે આવ્યાં નથી..... જો ભાજપ ફોલ્ટમાં ન હોત તો ક્યારનુંય રેકોર્ડિંગ મીડિયામાં આપીને ભાજપના મોદી પુત્રો કૉંગ્રેસના નામના છાજીયા લેવાનું ચાલુ કર્યું હોત..... મીડિયા પણ ભાજપની ભાષા બોલે છે, મીડિયાએ સરકારને આજના આખા રેકોર્ડિંગ વિશે સવાલ કરવા જોઈયે પણ ભાજપ-મોદી અને શાહ સામે બોલવાની હિંમત નથી એટ્લે કૉંગ્રેસ ઉપર માછલાં ધોઈ પોતાની મોદીભક્તિ કરી રહ્યાં છે. ભાજપ આજના સેશનનું રેકોર્ડિંગ જાહેર કરતું નથી એટ્લે સ્પષ્ટ છે કે ભાજપના ધારાસભ્યોએ જ માથાકૂટની શરૂઆત કરેલ છે. ખેર વિજયભાઈ મોદી કે રાજેન્દ્ર મોદી અથવા નીતિનભાઈ મોદી રેકોર્ડિંગ જાહેર કરવા હશે તો કરશે પણ હર્ષ મોદી અને જગદીશ મોદી દ્રારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે માં-બહેન સામે બોલાયેલી ગાળોનું હું દેશહિત આવકારુ છું...અને બંને ગાળીયાઓને અભિનંદન પાઠવું છું.

English summary
Hardik Patel blames BJP for Gujarat Vidhan Sabha scuffle. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.