For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ, ખરાબ તબિયતના કારણે લખી વસિયત

આમરણાંત ઉપવાસ પર બેઠેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલના ઉપવાસનો દસમો દિવસ શરૂ થઈ ગયો છે. બગડતી તબિયતને જોતા હાર્દિક પટેલે પોતાની વસિયત જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

આમરણાંત ઉપવાસ પર બેઠેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલના ઉપવાસનો દસમો દિવસ શરૂ થઈ ગયો છે. બગડતી તબિયતને જોતા હાર્દિક પટેલે પોતાની વસિયત જાહેર કરી છે. હાર્દિકે પોતાની વસિયતમાં સંપત્તિની વહેંચણી માતાપિતા અને ગૌશાળા વચ્ચે કરવાનું કહ્યુ છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત સહિત પોતાની અન્ય માંગો પૂરી કરવા માટે 25 ઓગસ્ટથી ઉપવાસ શરૂ કર્યા છે. આઠમો દિવસ આવતા હાર્દિકની તબિયત ખરાબ થવા લાગી હતી પરંતુ તેણે ડૉક્ટરોની મદદ લેવાનો ઈનકાર કરી દીધો છે.

જાહેર કરી વસિયત

જાહેર કરી વસિયત

હાર્દિક પટેલે પોતાની વસિયત જારી કરતા કહ્યુ કે, ‘હું ભાજપ સરકાર સામે 25 ઓગસ્ટથી ઉપવાસ કરી રહ્યો છુ. પીડા, બિમારી, અંદરની ઈજા અને ઈન્ફેક્શનથી મારુ શરીર નબળુ પડી ગયુ છે. આવી પરિસ્થિતિમાં મારી આત્મા ક્યારેય પણ મારો સાથ છોડી શકે છે. એટલા માટે મે મારી વસિયતની ઘોષણા કરવાની જાહેરાત કરી છે.' હાર્દિક પટેલના એક નજીકના વ્યક્તિએ જણાવ્યુ કે જો હાર્દિકને કંઈ પણ થશે તો તેની બેંકમાં જમા 50,000 ની કુલ રકમમાંથી 30,000 રૂપિયા તેના માતાપિતા, ભરત અને ઉષા પટેલને આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ઉપવાસનો 9મો દિવસઃ હાર્દિકને કિડનીમાં થયું ઈન્ફેક્શનઆ પણ વાંચોઃ ઉપવાસનો 9મો દિવસઃ હાર્દિકને કિડનીમાં થયું ઈન્ફેક્શન

ક્યારે શરીર પ્રાણ ત્યજી દે ખબર નહિ

ક્યારે શરીર પ્રાણ ત્યજી દે ખબર નહિ

વળી, બચેલી રકમ તેના પૈતૃક ગામ પાસે એક ગૌશાળાને આપવામાં આવશે. આ ઉપરાંત હાર્દિક પટેલે પોતાનું પબ્લિશ થનાર પુસ્તક 'Who Took My Job' થી મળનારી રકમની વહેંચણી કરી દીધી છે. આ પુસ્તક પબ્લિશ થયા બાદ જે રકમ મળશે તેમાંથી 30 ટકા રકમ તેમના માતાપિતા અને બહેનને આપવામાં આવશે. બાકી બચેલી 70 ટકા રકમ એ 14 પાટીદાર પરિવારોને આપવામાં આવશે જેમના ઘરમાંથી યુવાનો ઓગસ્ટ 2015 માં થયેલા આંદોલન હિંસામાં પોલિસ ફાયરિંગમાં માર્યા ગયા હતા.

25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર

25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર

હાર્દિક પટેલે પોતાની અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરી છે. હાર્દિક પોતાની આંખો દાન કરવા ઈચ્છે છે. હાર્દિક પટેલ ખેડૂતોની દેવામાફી, પાટીદાર અનામત અને રાજદ્રોહના કેસમાં ધરપકડ કરાયેલ સાથી અલ્પેશ કથીરિયાની મુક્તિની માંગ માટે 25 ઓગસ્ટથી ગ્રીનવુડ રિસોર્ટ સ્થિત પોતાના નિવાસસ્થાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલો છે. હાર્દિકને મળવા માટે આજે શક્તિસિંહ ગોહિલ અને પ્રવિણ તોગડિયા તેના નિવાસસ્થાને ઉપવાસ છાવણી પર પહોંચવાના છે.

આ પણ વાંચોઃ આમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણીઆ પણ વાંચોઃ આમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણી

English summary
Hardik Patel Declares His Will As His Fast Continues To Ninth Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X