For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલે હાઇકોર્ટને કરી નજરઅંદાજ, ઊભો કર્યો નવો વિવાદ

|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલે આ વખતે ગુજરાત હાઇકોર્ટને નજરઅંદાજ કરી કાયદાકીય રીતે ફરી એક વાર નવો વિવાદ સર્જ્યો છે. નોંધનયી છે કે હાઇર્કોર્ટે હાર્દિક પટેલને 29મી સપ્ટેમ્બર સુધી કોઇ સભાને સંબોધવી નહીં તેવી ટકોર કરી હતી. અને આ પર બાંયધરી આપ્યા બાદ હાર્દિક પટેલે ગણતરીની પળોમાં આ વાતનું છેડચોક ઉલ્લંધન કર્યું છે.

એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા સુવર્ણો માટે 1000 કરોડની મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજનાની જાહેરાત કર્યા બાદ પણ હાર્દિક પટેલ તેના આંદોલનને ચાલુ રાખવાની વાત ઉચ્ચારી છે. વધુમાં તેણે રાજ્ય સરકારના આ પેકેજને લોલીપોપ ગણાવી રાજ્ય ભરમાં લોલીપોપ આંદોલન ચલાવાની ચિમકી પણ આપી છે.

એટલું જ નહીં આ વાત બાદ રાજકોટમાં પણ આનંદીબેનના ફોટોની સાથે લોલીપોપ મૂકી રાજકોટના પાટીદારો વિરોધ કાર્યક્રમ કર્યો હતો. ત્યારે હાર્દિક પટેલે કેવી રીતે હાઇકોર્ટની અવગણના કરી. આ મામલે હાર્દિક પટેલનું શું કહેવું છે. શું છે લોલીપોપ આંદોલન તે પર એક વિસ્તૃત અહેવાલ વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હાઇકોર્ટની હાર્દિકને ટકોર

હાઇકોર્ટની હાર્દિકને ટકોર

નોંધનીય છે કે ગત ગુરુવારે હાઇકોર્ટે હેબિયસ કોર્પ્સના કેસની સુનવણીમાં હાર્દિક પટેલને કાયદામાં રહેવાની ટકોર કરી હતી. કોર્ટે ચોખ્ખા શબ્દોમાં હાર્દિકના વકીલ કહ્યું હતું કે કાયદાનો અનાદર નહીં ચલાવીએ.

હાર્દિકે શું કર્યું?

હાર્દિકે શું કર્યું?

હાઇર્કોર્ટે હાર્દિક પટેલને 29મી સપ્ટેમ્બર સુધી કોઇ સભાને સંબોધવી નહીં તેવી બાંયધરી લીધી હતી. પણ આ વાતના ગણતરીના કલાકોમાં હાર્દિકે આ વાતને છડેચોક નકારી.

હાર્દિકનો વીડિયો

હાર્દિકનો વીડિયો

હાઇકોર્ટની ટકોર બાદ પણ હાર્દિક પટેલે એક વીડિયો રેકોર્ડ કરીને સોશ્યલ મીડિયા પર વહેતો મૂક્યો છે. વોટ્સઅપ પર આ વીડિયો દરેક પાટિદારોને મોકલવામાં આવ્યો

વીડિયોમાં શું છે

વીડિયોમાં શું છે

વોટ્સઅપ પર મૂકેલા આ વીડિયોમાં હાર્દિકે તમામ પાટીદાર સમાજના લોકોને અપીલ કરી છે કે તે 26મી સપ્ટેમ્બરના રોજ રેલીઓમાં શહીદ થયેલા લોકોને દિવો પ્રગટાવાને શ્રદ્ધાજંલિ અર્પે.

લોલીપોપ અભિયાન

લોલીપોપ અભિયાન

આ ઉપરાંત હાર્દિકે વીડિયોમાં રાજ્ય ભરમાં લોલીપોપ અભિયાન ચલાવાની વાત કરી છે. તેણે ચોકલેટ અને લોલીપોપ આપી રાજ્ય સરકારના સુવર્ણોના પેકેજનો વિરોધ કરવાની વાત કરી છે.

હાર્દિકનું બચાવમાં શું કહેવું છે?

હાર્દિકનું બચાવમાં શું કહેવું છે?

જો કે સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કોર્ટમાં હાર્દિકે આ અંગે ખાલી મૌખિકમાં જ બાયંધરી આપી હતી. જેથી આ વાત કોર્ટના આદેશનું ઉલ્લધન ના કહેવાય તેવી હાર્દિકના સપોટર્સની દલીલ છે.

English summary
Despite his assurances to the Gujarat high court on Thursday that he would restrain himself from any public programme till September 29, Hardik Patel, Patidar Anamat Andolan Samiti leader on Friday announced a state-wide lollipop protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X