For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલે ઓબીસી કમિશન સમક્ષ શું કરી રજુઆત? વાંચો અક્ષરશઃ પત્ર

હાર્દિક પટેલે ઓબીસી આયોગને આવેદનપત્ર આપી રજુઆત કરી

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં પાટીદાર આંદોલન બંધ થવાનું નામ લેતું નથી. મહારાષ્ટ્રમાં પછાત વર્ગમાં મરાઠા સમાજનો સ્વિકાર કર્યા બાદ હવે તેની સીધી અસર ગુજરાતમાં થઇ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે ઓબીસી આયોગ સમક્ષ હાજર થઇને પાટીદાર સમાજનો ઓબીસીમાં સમામવેષ કરવા વિસ્તૃત પત્ર પાઠવી માંગ કરી હતી. હાર્દિક પટેલે ઓબીસી આયોગને ઉદ્દેશીને પાઠવેલા પત્રની અક્ષરશઃ માહિતી આ પ્રમાણે છે.

મરાઠા સમાજ પછાત હોવાનો સ્વીકાર

મરાઠા સમાજ પછાત હોવાનો સ્વીકાર

મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના અહેવાલમાં મરાઠા સમાજ પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. અહેવાલની સૌથી મહત્વની ભલામણ છે કે મરાઠાઓને હાલના ઓબીસી માટેના 27 ટકાના કોટાને વધારીને અનામત આપી શકાય છે. મહારાષ્ટ્રમાં પહેલાં 52 ટકા અનામત હતી તે વધીને હવે 68 ટકા થવાની છે. રાજ્યની 32 ટકા વસતીને 16 ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્ર સરકારના મરાઠા સમુદાયને અનામત આપવા માટે બિલ લાવશે અને વિધાનસભામાં કાયદો પસાર કરાવશે. તો પછી ગુજરાત સરકાર પાટીદાર સમાજને અનામત આપવા સામે અત્યાર સુધી વાંધો રજૂ કરતી હતી તે બાબત હવે ટકતો નથી. ગુજરાતમાં પાટીદારોને અનામત માટે એમ કહેવાય છે કે બંધારણીય રીતે શક્ય નથી. જો ગુજરાતમાં બંધારણીય રીતે શક્ય નથી તો પછી મહારાષ્ટ્રમાં કેવી રીતે શક્ય થયું ?

50 ટકાથી વધું અનામત આપી શકાય

50 ટકાથી વધું અનામત આપી શકાય

મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે, ભારતના બંધારણના આર્ટિકલ 15 હેઠળ 50 ટકાથી વધુ અનામત આપી શકાય છે. 2014માં મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં અનામત બિલ પસાર કર્યું હતું. હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. સરકાર સર્વોચ્ચ અદલતમાં કોઈ રાહત મળી ન હતી. તેથી ફરી હાઈકોર્ટમાં સરકાર ગઈ હતી અને હાઈકોર્ટે રાજ્ય સરકારને પછાત વર્ગ પંચ રચવા અને તેનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ અનામત જાહેર કરી છે. આવું ગુજરાતમાં થઈ શકે તેમ છે.

અગાઉ પણ રજૂઆત કરી છે

અગાઉ પણ રજૂઆત કરી છે

અમે માંગણી કરીએ છીએ કે, હાલની અનામત, જે જ્ઞાતિઓને મળે છે, તે ચાલુ રાખીને તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર, પાટીદારોને OBC અનામત આપવામાં આવે. તેવી પાટીદાર સમાજની માંગણી છે. તે માટે અમે પંચ સમક્ષ તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવા અગાઉ પણ રજૂઆત કરી છે અને ફરી એક વખત માંગણી કરીએ છીએ.

અનામત આપી શકાય તેમ છે

અનામત આપી શકાય તેમ છે

ગુજરાત સરકાર સમક્ષ અને પંચ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે, ગામડામાં રહેતા પાટીદારોની હાલત ખરાબ છે તેમને પછાત વર્ગ તરીકેના લાભ મળવા જોઈએ. પણ આ સરકાર ગરીબ અને પછાત બનેલા ગામડાંના અમારા સમાજને ન્યાય આપવા તૈયાર નથી. આ કોઈ રાજકીય બાબત નથી, સામાજિક બાબત છે. તેથી પંચ સમક્ષ અગાઉ પાટીદારોની અલગ અલગ સંસ્થાઓ, જૂથો અને વ્યક્તિઓ દ્વારા રજૂઆતો થયેલી છે. ફરી એક વખત અમે રજૂઆત કરીએ છીએ કે, અમારા ગામડાના અને શહેરમાં વસતાં ઘણાં ગરીબ પાટીદારો માટે સરવે કરીને અનામત માટે કાર્યવાહી કરવામાં આવે. જેમાં સંપૂર્ણ પારદર્શીતા રાખવામાં આવે અને સરકારના ચોક્કસ પ્રકારના દબાણ વગર જ પંચ કાર્યવાહી કરે એવી અમારી સૌની માંગણી છે. 16 એપ્રિલ 2016માં પ્રથમ વખત આયોગ સમક્ષ અને સરકાર સમક્ષ 2014માં પાટીદારોને અનામત આપવાની માંગણી કરવામાં આવી હતી.

સર્વે માટે અમે મદદ કરીશું

સર્વે માટે અમે મદદ કરીશું

અનામત મેળવવા માટે અમે તૈયાર છીએ. તે માટે પંચ જે કહેશે તે મદદ કરવા તૈયાર છીએ. સરવે કરવામાં અમારા સમુદાયો તમામ મદદ કરશે. ગામડાના પછાત પાટીદારોનો સરવે કરવામાં અને તે માટેના ફોર્મ ભરવામાં અમે મદદ કરીશું. પાટીદાર સમાજની સેંકડો સંસ્થાઓ પણ પંચને લખીને આપશે કે ગામડામાં કેવી ગરીબી અને સામાજિક પછાત પણું છે. તે માટેનું વ્યવસ્થા તંત્ર અમારી પાસે છે. પંચ અને સરકારને અમે મદદ કરીશું.

સર્વે માટે સમિતિ બનાવો

સર્વે માટે સમિતિ બનાવો

છેલ્લાં 4 વર્ષથી અમે અનામત માટે માંગણી કરી રહ્યાં છીએ કે અનામત આપવા માટે સરવે કરવામાં આવે. તેમ છતાં સરકારે તેની મંજૂરી આપી નથી. આયોગ દ્વારા સરવે કરવા માટે સમિતિ બનાવવાની અમારી સ્પષ્ટ માંગણી છે. તે કોઈ ખાનગી એજન્સી, સરકારી એજન્સી કે પંચ સરવે કરે તેના બદલે એક સમિતિ બનાવવામાં આવે અને આ સમિતિ જ સરવે કરવા અંગેનો નિર્ણય તે જરૂરી છે. તો જ ભેદભાવ વગર ન્યાય મળી શકે તેમ છે. સમિતિમાં અમારા પ્રતિનિધિઓ પણ હોય એ પ્રકારની વ્યવસ્થા તેમાં કરવી જરૂરી છે. પાટીદાર જુથો અને સંસ્થાઓ સમિતિને તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. રાજકીય નેતાઓ પણ પંચ સમક્ષ રજૂઆત કરવા પંચે જે ફોર્મ નક્કી કરેલું છે, તે ભરી આપશે. મહારાષ્ટ્રમાં જે રીતે 2 લાખ ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમ પાટીદારો માટે લાખો ફોર્મ ભરીને પંચ સમક્ષ રજુ કરવા પડે તેમ છે. આજે ગ્રામ્ય વિસ્તારના પાટીદાર સમાની અત્યંત ખરાબ હાલત, સામાજિક અને શૈક્ષણિક રીતે ગ્રામ્ય પાટીદાર પછાત બની રહ્યાં છે. જો અનામત આપવામાં નહીં આવે તો આગામી વર્ષોમાં શિક્ષણ અને સામાજિક રીતે વધું પછાત રહેશે. તેમના માટે સરકારે વધું ધ્યાન આપવાની જરૂર છે. સરકાર પોતાની પ્રજાને ન્યાય આપવાની ચૂક કરી રહી છે.

ગુર્જરોને મરાઠાને અનામત મળે તો પાટીદારોને પણ મળે

ગુર્જરોને મરાઠાને અનામત મળે તો પાટીદારોને પણ મળે

ગુજરાતનો પાટીદાર સમાજ એ રાજસ્થાનના ગુર્જર સમાજનો અંશ છે. ગુર્જર સમાજને OBC આરક્ષણ છે. જો પાટીદાર સમાજ ગુર્જર સમાજની સીધી ઓળખ મેળવી લે તો પણ પાટીદાર જ્ઞાતિ સરવે વગર પણ સીધા OBCમાં આવી શકે છે. તેમ છતાં સરકાર સમક્ષ 2014થી માંગણી થયેલી છે કે, સરવે કરવામાં આવે. તેમ છતાં 4 વર્ષથી સરકારે તેનો સરવે કર્યો નથી. મરાઠા સમાજને અનામત મળે તો પાટીદારોને પણ અનામત મળે જ. મરાઠા સમૂહને અનામત મળી છે તે રીતે પાટીદાર સમૂહને અનામત આપી શકાય તેમ હતી. ખેડૂત સમાજ માટે અનામત મળી શકે છે. વી.પી.સિંહ સરકારે મંડલ આયોગની ભલામણ અનુસાર ઓબીસી માટે 27 ટકા અનામતની વ્યવસ્થા કરી હતી. તેમાં સતત ઉમેરો થતો રહ્યો છે, તેથી પાટીદાર સમાજનો પણ તેમાં સમાવેશ કરવો હવે જરૂરી બની ગયો છે. કેમ જરૂરી છે તેના કારણો હવે પછી નીચે આપવામાં આવ્યા છે. જે ધ્યાનમાં લેવા આપને વિનંતી છે.

રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળેલો છે

રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળેલો છે

6 ઓગસ્ટ 2018ના દિવસે સંસદમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપેલો છે. ત્યારે સામાજિક ન્યાય તેમજ અધિકારિતા પ્રધાન થાવરચંદ ગેહલોતે સ્પષ્ટ ખાતરી આપી હતી કે બંધારણીય દરજ્જો મળતાં રાજ્ય સરકારના જે અધિકારો છે તેના પર કોઈ તરાપ આવતી નથી. રાજ્ય પોતાના માટે OBC જાતિઓ પર નિર્ણય કરવા સ્વતંત્ર છે. જો કોઈ રાજ્ય કોઈ જાતિને OBCની કેન્દ્રની યાદીમાં સામેલ કરવા ઈચ્છે તો સામેલ કરાવી શકે છે. આયોગની પાસે પોતાની પ્રક્રિયા રેગ્યુલેટેડ કરવાનો અધિકાર છે. બંધારણીયની આર્ટિકલ 15 પ્રમાણે 50 ટકાથી વધું અનામત આપી શકાય તેમ છે.

આ મામલે અત્યાર સુધી થયેલ રજૂઆતો

આ મામલે અત્યાર સુધી થયેલ રજૂઆતો

1 - 2015માં પાટીદારોએ અનામત આપવા માટે પહેલી બેઠક કરી હતી. ત્યારે જ સર્વે કરવાની માંગણી કરવામાં આવી હતી.

2 - 16 એપ્રિલ 2016માં પ્રથમ વખત આયોગને અનામત માટે અરજી કરી હતી. તે આજે પણ પડતર છે અને તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યાર પછી બીજી જ્ઞાતિઓએ અરજી કરી છે તેમને અનામત આપવામાં આવ્યું છે.

3 - 17 ઓગસ્ટ 2015માં સુરતની રેલી હતી ત્યારે જાહેરમાં માંગણી ફરીથી કરાઈ હતી કે અનામત આપવામાં આવે. રાજસ્થાનથી દીનેશ ગુર્જર કે તેઓ ગુર્જન અનામત આંદોલન કરે છે તેમણે પણ સરવે કરવા માટે ગુજરાતમાં સલાહ આપી હતી. જો સરકાર કરવે કરવા માંગતી હોય તો પાટીદારો પોતે સરવે કરવો જોઈએ એવું ત્યારે તેમણે કહ્યું હતું. 15 લાખ ફોર્મ ભરાયા હતા. જે રીતે આંજણા પટેલ એ પટેલ છે, તેઓ અલગ થઈને અનામત મેળવી છે. તે રીતે પાટીદારોમાં અનેક સમાજ છે. જે ખરેખર 18 હજાર ગામોમાં ખેતી કરી રહ્યાં છે અને તેમને જીવવા માટે પણ મુશ્કેલી છે. જેમનો રેન્ડમ સરવે થઈ શકે છે. સરકાર તેમાં પણ મનમાની કરી શકે છે. વંશાવલીનો રેકોર્ડ કેશુભાઈ અને ચીમનભાઈ પાસે રહ્યો છે. જે રેકર્ડ અયોગમાં અને અદાલતમાં માન્ય છે.

4 - 17 ઓગસ્ટ 2015માં સરકારે 6 પ્રધાનોની એક સમિતિ બનાવી હતી, તેની બેઠક હતી. જેમાં પાટીદારોને અનામત આપવાની વાત નક્કી કરવાની હતી. પણ સરકારે તમામ જ્ઞાતિઓને તેમાં બોલાવી હતી. સરકારમાં નીતિન પટેલ ક્યારેય એવું ઈચ્છતા ન હતા કે પાટીદારોને અનામત મળે. તેથી તેમણે ક્યારેય સરવે કરવાની માંગણી માટે મુખ્ય પ્રધાન પર દબાણ કર્યું ન હતું. નીતિન પટેલે પાટીદાર અનામતનો મુદ્દો ગંભીરતાથી લેવાના બદલે હંમેશ રાજકીય બનાવી દીધો છે. ભાજપના રાજકીય આગેવાનો મૌન છે તે માંગણી કરે તે પણ એટલું જ જરૂરી છે. પ્રધાનોની સમિતિ સમક્ષ અમે કરેલી અરજી સરકારે આયોગને મોકલાવી હશે, તે આજે પણ પડતર છે.

5 - 2016માં હાલના ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્ર વાઘાણીએ સૌથી રહેલું નિવેદન આપ્યું હતું કે પાટીદારોને અનામત મળશે જ નહીં. તેમણે સમાજને ગુમરાહ કર્યો છે. OBC આયોગથી ઉપર જઈને તેઓ વાત કરી રહ્યાં છે. તેઓ એવું નક્કી કરીને જ બેઠા છે કે સરવેની જરૂર નથી. ભાજપ કહે તે જ કાયદો. ખરેખર તો તેમણે સરવે કરવાની માંગ કરવાની જરૂર હતી.

6 - પાટીદારોની લડત ઓબીસી અનામત અંગેની છે. સરકાર પાટીદારોને ઓબીસીમાં સમાવવા માંગતી નથી, તે વારંવાર ફલિત થઇ ગયું છે. થોડા વર્ષો અગાઉની સ્થિતિ અને આજની પરિસ્થિતીએ પાટીદાર સમાજ કાયદેસર રીતે ઓબીસીમાં આવતો સમાજ છે. થોડા સુધારા વધારા કરીને ભાજપ સરકાર પાટીદારોને ઓબીસીમાં સમાવી શકે છે પરંતુ ભાજપ આવું કરવા ક્યારેય તૈયાર થયો નથી. અનેક પાટીદારો એવા છે જે ભાઈ ભાગમાં જમીનો ઓછી થતાં તેઓ હવે જમીનમાં ખાતેદાર રહ્યાં નથી.

7 - 26 સપ્ટેમ્બર 2017માં સરકાર સાથે બેઠક થઈ ત્યારે કહ્યું હતું કે પાટીદાર આયોગ આપવાની માંગણી કરી હતી. પણ સરકારે સવર્ણ આયોગ આપ્યું હતું. સરકારે પાટીદારોને અનામત આપવાની માંગ સ્વીકારી નથી એટલે, ત્યારે અમે સ્પષ્ટ રીતે જાહેર કર્યું હતું કે, જ્યાં સુધી પાટીદાર જ્ઞાતિને અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અનામત એ મુખ્ય લગત છે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને પાટીદાર એવા જીતેન્દ્ર વાઘાણી હાજર રહ્યાં ન હતા. જે બતાવે છે કે, અનામત આપવાની સરકારની સહેજે ઈચ્છા નથી.

8 - 9 ઓગસ્ટ 2018માં ઉમિયા પરિવાર અને સરદાર પટેલ ગૃપે ગુજરાતની વડી અદાલતમાં અન્ય પછાત વર્ગની કામગીરીને પડકારતી જાહેર હીતની અરજી કરી છે.

9 - સપ્ટેમ્બર 2018માં ફરીથી 182 ધારાસભ્યો, 26 સાંસદ સભ્યો અને રાજ્યસભાના સભ્યોને પુછવામાં આવ્યું હતું કે તેઓ અનામત આપવા અંગે શું કરશે.

10 - ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી પડતર છે.

અગાઉ OBC આયોગે શું કર્યું હતું

અગાઉ OBC આયોગે શું કર્યું હતું

28 એપ્રિલ 2016માં રાજ્યના 20 લાખ પાટીદાર પરિવારોનો સરવે કરવાનું નક્કી કરાયું હતું. પાટીદાર સમાજે સાત મુદ્દાઓ સાથે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી કરી હતી. આજ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઓબીસી સમિતિએ પ્રશ્નોત્તરી તૈયાર કરી હતી. સરવે માટે ઓબીસીના વડા સુજ્ઞા બેન ભટ્ટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. સરકારી પ્રક્રિયા પ્રમાણે કોઇ પણ સમાજને ઓબીસીમાં દાખલ કરવો કે નહીં તે માટેની કાર્યવાહિનો આ એક ભાગ હોય છે. આયોગ દ્વારા સરવે કર્યા પછી સરકાર નિર્ણય કરતી હોય છે કે કોઇ પણ સમાજને અનામત આપવી કે નહીં. આનંદીબેન પટેલે પાટીદારોને અનામત આપવાની આ કાર્યવાહી કરવા આયોગને કહ્યું હતું, આનંદીબેન પટેલે જેવી કાર્યવાહી શરૂ કરી એટલે તેમને મુખ્ય પ્રધાન પદેથી ખસેડવાનું રાજકીય રીતે દિલ્હીથી પાટીદાર વિરોધી નેતાઓએ નક્કી કર્યું હતું. ભાજપમાં ટોચ પર રહેલાં નેતાઓ પાટીદારોના વિરોધી હોવાથી તેઓ અનામત આપવા માંગતા નથી. જેમાં નીતિન પટેલ ઊંચા પદ પર રહેવા માટે રાજકીય નિર્ણયો લઈને પાટીદારોને સૌથી મોટું નુકસાન કરી રહ્યાં છે. તેઓ દિલ્હીના ઈશારે કામ કરે છે.

 જેટલા સમાજે OBCના લાભોની માગણી કરી હતી

જેટલા સમાજે OBCના લાભોની માગણી કરી હતી

અમારા સમાજોને OBCના લાભો આપવાની માગણી કરવામાં આવી હતી. જાન્યુઆરી 2016માં 5 જેટલા સમાજે OBCના લાભો આપવા માટે માગણી કરી હતી. ત્યારબાદ વધુ 8 સમાજે ફેબ્રુઆરીથી એપ્રિલ 2016 સુધીમાં અરજી કરી છે. જેમાં 17 નવેમ્બર 2018 સુધીમાં અલગ-અલગ પાટીદાર જુથો અને સમાજના કૂલ 65 અરજીઓ ઓબીસી આયોગ સમક્ષ પાટીદારોની થઈ છે. જેમાં ગોળ અને નાના પાટીદાર સમાજ-જૂથનો સમાવેશ થાય છે. તેની કોઈ જ કાર્યવાહી આ આયોગે કરી નથી. તેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે 65 પાટીદાર સમાજની અરજીનો તુરંત સરવે હાથ ધરવામાં આવે. સરવે થાય તે લાખો યુવાનોના ભવિષ્યનો સવાલ છે. સરકારે સવર્ણ આયોગ બનાવ્યું છે તે પણ પૂરતી સહાય આપતું નથી. મેડિકલમાં પહેલાં વર્ષે ફી ભરે છે તો બીજા વર્ષે ફી આપવામાં આવતી નથી. આ આયોગને રૂ.700 કરોડ આપ્યા છે તે વાપરવામાં આવતાં નથી.

સર્વે કરવાની કામગીરી શરૂ

સર્વે કરવાની કામગીરી શરૂ

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના ઓબીસી કમીશન (સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ઓબીસી સ્ટેટસની ભલામણ કરતી સ્વાયત સંસ્થા)એ પાટીદારો સહિત 27 જેટલા સમુદાયોના પછાતપણાનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી હતી.

65 પાટીદાર સમાજે અનામતની માંગણી કરી

65 પાટીદાર સમાજે અનામતની માંગણી કરી

ગુજરાત હાઇકોર્ટના પુર્વ જ્જ સુગજ્ઞાબેન ભટ્ટના વડપણવાળા આ કમીશનને 28 જેટલા સમુદાયો-ગ્રુપો દ્વારા ઓબીસી સ્ટેટસ માટેની અરજીઓ 2016માં પ્રાપ્ત થઇ હતી. જે આજે વધીને કૂલ 65 અરજીઓ પાટીદાર ગોળ અને સમાજ દ્વારા અલગ અગલ રીતે અરજી કરીને અનામતની માંગણી કરી હોવા છતાં તે અંગે આજ સુધી સરવે કરાયો નથી. આ અંગે એસપીજીના લાલજી પટેલ અને પૂર્વીન પટેલ પણ કોર્ટમાં ગયા છે.

2017માં સરવેની કાર્યવાહી શરુ થઈ હતી

2017માં સરવેની કાર્યવાહી શરુ થઈ હતી

સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ પેનલે ડોર ટુ ડોર સર્વે કરવાનો હતો. સરવે શરૂ કરવા માટે કમીશને મે 2017માં એજન્સીઓ પાસેથી ભાવ મંગાવ્યા હતા. જેમને આવા કામમાં ૩ વર્ષનો અનુભવ હોય તે એજન્સીઓને બોલાવવામાં આવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણી પુરી થયે તેને કામ શરૂ કરવાનું હતું. આ માટે પંચ સમક્ષ જ્યારે યુવાનો મળવા જાય છે ત્યારે અઢી કલાક સુધી રાહ જોવી પડે છે. તેમ છતાં તેઓ બેસી રહે છે. પણ સરવેની કામગીરી હાથ ધરાતી નથી.

આઝાદી પછી અમારી સમીક્ષા કરો

આઝાદી પછી અમારી સમીક્ષા કરો

આઝાદીના 70 વર્ષ પછી અનામતની કદી ગંભીર સમીક્ષા થઈ નથી. અમારી સમીક્ષા કરો. હાલ જેઓ અનામત મેળવે છે, તેમને હજુ વધારે અનામતની જરૂર હશે જ. પણ બીજા બીન અનામત સમુદાય ને પણ બદલાતા સમયે અનામતની જરૂર છે. ગુજરાતમાં 65 પાટીદાર ગોળ અને સમાજ દ્વારા ઓબીસી પંચ સમક્ષ અનામતની માંગણી કરી છે. હવે સમીક્ષા કરવાની જરૂર છે. જયારે 50%થી વધારાની અનામત આપવાનો વિવાદ સર્જાયો તો તે સમયે સુપ્રીમ કોર્ટે તે રદ કરી છે.

1960 પછી જેને નોકરી મળી તે સમૃદ્ધ થયા

1960 પછી જેને નોકરી મળી તે સમૃદ્ધ થયા

ગુજરાત રાજ્ય અલગ થયું ત્યાર પછી જે પાટીદારો સંયુક્ત કુટુંબમાં રહેતાં હતા તેમની નાણાં ઉછીના લેવાની ક્ષમતા વધતાં તેઓ સમૃદ્ધ થયા હતા. જે પાટીદારોને 1960 પછી સરકારી નોકરી મળી તે કુટુંબો આર્થિક રીતે મજબૂત થયા અને તેઓ ધંધામાં પણ આગળ વધ્યા હતા. પરંતુ જે લોકો માત્ર ખેતી સાથે જોડાયેલા હતા તે ગરીબ રહ્યાં છે. તેમની જમીન જતી રહી છે અને સમાજીક રીતે પાછળ ધકેલાઈ ગયા છે. જેમને અનામતની જરૂર છે.

જ્યા સિંચાઈ મળી ત્યાં આર્થિક મજબૂત થયા

જ્યા સિંચાઈ મળી ત્યાં આર્થિક મજબૂત થયા

જે વિસ્તારમાં ભૂગર્ભ અને નહેરની સિંચાઈની સગવડ હતી તેઓ સમૃદ્ધ થયા છે. પણ ત્યાં કુદરતી ખેતી હતી ત્યાં આર્થિક પછાત રહ્યાં છે. જો નર્મદાનું પાણી 20 વર્ષ પહેલાં 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકી હોત. ઉપરાંત જો કલ્પસર થઈ હોત તો સૌરાષ્ટ્રમાં કોઈ પણ જ્ઞાતિને અનામત આપવાની જરૂર ન પડત. આ ત્રણેયથી જે કુટુંબો વંચિત રહ્યાં તેને કારણે રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે અનેક પ્રશ્નો ઊભા થયા છે. તેથી પાટીદારોને અનામતની જરૂર છે. તેથી, તુરંત સરવે હાથ પર લેવામાં આવે. કારણ કે જ્યાં સિંચાઈ મળી નથી ત્યાં પાટીદારો આર્થિક અને સામાજિક રીતે પછાત થયા છે.

ગુજરાત પછાત વર્ગ આયોગનો 1983નો અહેવાલ

ગુજરાત પછાત વર્ગ આયોગનો 1983નો અહેવાલ

રિપોર્ટ ઓફ ઘી સોસાયટી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ કમીશનનો અહેવાલ કહે છે કે, પાટીદારોએ રજૂઆતો કરી હતી જે આ પ્રમાણે છે. કલાલ પટેલ સમાજના દેવીલાલ પટેલ, મોઢ પટેલના મણેકલાલ ત્રિકમલાલ પટેલ અને બીજા ત્રણ, પટેલ લેઉવા સમાજના નરહીંહભાઈ પટેલ, ડાંગી પટેલીયા સમાજના રામલાલ પટેલ, ગુર્જર પટેલ સમાજના રોહીદાસ પટેલ વગેરે. ત્યારે આંજણા ચૌધરી પટેલની 6 લાખની વસતી ગણી હતી. ગુર્જર પટેલની વસતી 10,000 હતી. 239 જ્ઞાતિઓ એ સમયે હતી.

58 લાખ કુટુંબો ગામોમાં રહે છે

58 લાખ કુટુંબો ગામોમાં રહે છે

ગુજરાતની કુલ વસતિના 48 ટકા એટલે કે, 58.71 લાખ કુંટુંબો ગામડામાં જીવે છે. એમાંથી 39.30 લાખ કુંટુંબો ખેતીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. એમાંથી પણ 10.30 લાખ ખેડૂતો આદિજાતિના છે. 1.52 લાખ કુંટુંબો અનુસૂચિત જાતિના છે. 16.56 લાખ કુંટુંબો પછાત વર્ગોના છે. જ્યારે 9.91 લાખ કુટુંબો પાટીદાર અને અન્ય સામાજિક વર્ગોના છે. 1.96 લાખ ખેડૂતો શહેરી વિસ્તારમાં રહે છે.

58 લાખ કુટુંબો ગામોમાં રહે છે

58 લાખ કુટુંબો ગામોમાં રહે છે

ગુજરાતની કુલ વસતિના 48 ટકા એટલે કે, 58.71 લાખ કુંટુંબો ગામડામાં જીવે છે. એમાંથી 39.30 લાખ કુંટુંબો ખેતીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. એમાંથી પણ 10.30 લાખ ખેડૂતો આદિજાતિના છે. 1.52 લાખ કુંટુંબો અનુસૂચિત જાતિના છે. 16.56 લાખ કુંટુંબો પછાત વર્ગોના છે. જ્યારે 9.91 લાખ કુટુંબો પાટીદાર અને અન્ય સામાજિક વર્ગોના છે. 1.96 લાખ ખેડૂતો શહેરી વિસ્તારમાં રહે છે.

પાટીદાર ખેડૂતો ઘટ્યા છે

પાટીદાર ખેડૂતો ઘટ્યા છે

ભાજપની ખેડૂતવિરોધી નીતિને પગલે ગુજરાતમાં 2017ની સ્થિતીએ 10 વર્ષમાં 3.55 લાખ ખેડૂતો ઘટ્યા છે. 17 લાખ ખેતમજૂરોની સંખ્યામાં વધારો થયો છે. 2001માં કુલ વસતિમાં ખેડૂતોનું પ્રમાણ 27.30 ટકા હતું તે 2011માં ઘટીને 22 ટકા જ થઈ ગયું હતું. 2018ના નવેમ્બરમાં તે પ્રમાણ 20 ટકા સુધી થઈ ગયું હોવાનો અંદાજ છે. ગુજરાતમાં ખેત મજૂરો કામદારો 2001માં 51,62,000 હતા. 2011માં વધીને 88,39,415 થઈ ગઈ છે. તેનો મતલબ કે ભાજપની નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષમાં 16,77,415 ખેત મજૂરો વધી ગયા હતા. જે 2018 સુધીમાં 20 લાખથી વધું ખેત મજૂરો વધીને એક કરોડ કૂલ ખેતીના મજૂરો હોવાનો અંદાજ છે. આનો સીધો અર્થ એ થાય કે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે. બીજી બાજુ ખેતીની જમીન વિહોણા થઈ ગયેલા અને ખેડૂત મટી ગયેલા ખેડૂતો અંતે ખેત મજૂરી તરફ વળી રહ્યા છે. પરિણામે ખેત મજૂરોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. જેમાં પાટીદારોની સંખ્યા વધું છે. તેથી અનામત હવે જરૂરી છે. 2001માં 24.30 ટકા ખેત મજૂરો હતા જે વધીને 2011માં 27.6 ટકા અને 2018માં 35 ટકા થયું હોવાનો અંદાજ છે. જેમાં ચિંતાજનક રીતે પાટીદારો ખેત મજૂર બની રહ્યાં છે. 1947માં પાટીદારના એક પરિવાર પાસે 10 એકજ જમીન હોય તો તે આજે એક એકર થઈ ગઈ છે. નાના ટુકડામાં ખેતી પોશાતી નથી તેથી તે વેંચીને ખેત મજૂરી કરવા લાગે છે. જમીન પર લોન લીધી હોવાથી જમીન વેચી દેવી પડે છે. કાંતો આત્મ હત્યા કરવી પડે છે. 72 વર્ષમાં ખેડૂત સમાજ ખતમ થઈ ગયો છે. વિશ્વ વેપાર સંસ્થા પણ એવું ઈચ્છે છે કે ખેડૂતો ખતમ થાય અને તે જમીન જમીનદારોની બને એવું હવે દેશના રાજકારણીઓ તેનો અમલ કરી રહ્યાં છે. આગામી 50 વર્ષમાં ખેડૂત મજૂરો 80 ટકા હશે અને ગામડાની ગરીબ પ્રજા વધશે. જો તેમ થતું અટકાવવું હોય તો ગ્રામ્ય પાટીદાર સમાજને અનામત આપવા તુરંત સરવે હાથ ધરવામાં આવે.

પાટીદાર ખેડૂતો પર દેવું

પાટીદાર ખેડૂતો પર દેવું

ગુજરાતના ખેડૂતોને રૂ.24 હજાર કરોડના દેવા હેઠળ છે. આવું થવા પાછળનું કારણ ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્તિથિ ખરાબ થઈ છે તે છે. જેમાં સૌથી વધું ભોગ પાટીદાર સમાજના ખેડૂતો બન્યા છે. કારણ કે 1980 સુધી પાટીદારો પાસે સૌથી વધું જમીન હતી. હવે એવું રહ્યું નથી. ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક માંડ રૂ.7926 છે અને 42.60 ટકા ખેડૂતોને પરિવારદીઠ રૂ.38,100નું દેવું છે. 1 હેકટરથી વધુ જમીન હોય તેવા ખેડૂતોને માથે સરેરાશ રૂ.24,700 રૂપિયાનું દેવું છે. એવી જ રીતે 1થી 2 હેકટર જમીન હોય તેવા ખેડૂતોના માથે રૂ.31,100, 2થી 4 હેકટર સુધી જમીન ધરાવનાર ખેડૂતને માથે રૂ.82,600, 4થી 10 હેકટર સુધી જમીન હોય તેવા ખેડૂતને માથે રૂ.1.14 લાખ રૂપિયાનું દેવું છે.

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની આવક 12મા ક્રમે છે અને દેવામાં ગુજરાતનો નંબર 14મો છે. જેમાં ગામડાના પાટીદારો અન્ય સમાજ કરતાં વધું છે. હવે અનામત માટે દાવો ઊભો થાય છે જ.

પાટીદારોની ખેતીની જમીન ઘટી છે

પાટીદારોની ખેતીની જમીન ઘટી છે

પાટીદાર ખેતી કરનારો વર્ગ છે. ગુજરાતમાં ખેતી લાયક જમીન ઘટી રહી છે. 2001-2માં 1.06 કરોડ હેક્ટર જમીન ઘટી હતી. 2005-6માં 1.03 કરોડ હેક્ટર, 2010-11માં 99.98 લાખ હેક્ટર જમીન હતી. 2015-16માં તે ઘટીને 95 લાખ હેક્ટર જમીન રહી હોવાનો અંદાજ ખેડૂત સંગઠન દ્વારા મૂકવામાં આવી રહ્યો છે. 2001થી 2005 સુધીમાં 2.50 લાખ હેક્ટર, 2005-6થી 2010-11 સુધીમાં 3,70,798 હેક્ટર જમીન ઘટી હતી. 2010-11થી 2015-16 સુધીમાં બીજી 5 લાખ હેક્ટર જમીન ઘટી છે. આમ 10 વર્ષમાં 11 લાખ અને 22 વર્ષમાં 18 લાખ હેક્ટરથી વધારે જમીન ભાજપના લાંબા શાસનમાં ઘટી છે. તેમાં ખેડૂત વિરોધી નવો કાયદો લાવવામાં આવતાં તે ઝડપ વધી રહી છે. આવી ફળદ્રુપ જમીન ઉદ્યોગોમાં બિન ઉત્પાદકિય રીતે જઈ રહી છે. જે નાના ખેડૂતો છે. તેમાં 50 ટકા પાટીદારોની જમીન હોવાનું અનુમાન છે. આમ લાખો ખેડૂતો જમીન વિહોણા કે ઓછી જમીન ધરાવતાં થયા છે.

સિમાંત – નાના ખેડૂતોને જમીન આધારિત અનામત આપો

સિમાંત – નાના ખેડૂતોને જમીન આધારિત અનામત આપો

વિધાનસભામાં સરકારે આપેલી વિગતો પ્રમાણે 2005માં નાના ખેડૂતો 13.45 લાખ, મધ્યમ ખેડૂતો 5.82 લાખ, સીમાંત ખેડૂતો 15.18 લાખ હતી તે 2010માં નાના ખેડૂતો 14.29 લાખ, મધ્યમ ખેડૂતો 5.12 લાખ, સીમાંત ખેડૂતો 18.15 લાખ થયા હતા. પાંચ જ વર્ષમાં આ ત્રણ પ્રકારના 2.50 લાખ નાના ખેડૂતો વધી ગયા હતા. મોટા ખેડૂતો તો 48,771 છે. એટલે કે કૂલ 48 લાખ ખેડૂતોમાંથી જેમની પાસે 1 હેક્ટરથી 2 હેક્ટર જમીન હતી એવા નાના અને અતિ નાના-સીમંત ખેડૂતો 32 લાખ થઈ ગયા છે. જે પોતાની જમીન વેચી રહ્યાં છે. તે મજૂરી કરતાં થયા છે અથવા રૂ.10 હજારમાં ખાનગી કારખાના કે હીરા ઘસવા લાગ્યા છે. જેમાં પાટીદારોની સંખ્યા સારી એવી છે, તેથી અનામત હવે જરૂરી છે. ઊંચી શિક્ષણ ફી ગરીબ પરિવારો ભરી શકતાં નથી તેથી તેઓ હવે સરકારી નોકરીથી વંચિત રહે છે. શિક્ષણ અને નોકરીમાં હવે અનામત જરૂરી છે.

અમદાવાદ અને ગાંધીનગર

અમદાવાદ અને ગાંધીનગર

દેશ એ કૃષિ પ્રધાન છે અને ખેતીની જમીન ખેડૂતો પાસે જ રહે તે માટે ભૂતકાળમાં ખુબજ બુદ્ધિપૂર્વક ખેડૂત ન હોય તે ખેતીની જમીન ખરીદી ન શકે તેવો રાષ્ટ્રીય કાયદો કેન્દ્ર સરકારે બનાવેલો. 2018ની સ્થિતીએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કુલ 2.73 કરોડ ચોરસ મીટર જેટલી ખેતીની જમીનને બિન-ખેતી (નોન-એગ્રીકલ્ચર-એન.એ.)માં ફેરવવામાં આવી છે. દર વર્ષે 1 કરોડ ચોકસ મીટર જમીન અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લાં 22 વર્ષથી ઘટી છે. જે ખેડૂત નથી એવા સમૃદ્ધ લોકો ખેડૂત બની રહ્યાં છે. ખેડૂતોને ખેતીની આવક ઇન્કમટેક્ષના કાયદામાંથી મુક્તિને પાત્ર છે, માટે ખોટા ખેડૂતો બનીને ઇન્કમટેક્ષના કાયદાની ખેડૂતો માટેની જોગવાઈનો દુરપયોગ ન થાય તે માટે પણ બિન ખેડૂત ખેતીની જમીન ન ખરીદી શકે તે કાયદો જરૂરી છે. આવા લોકો ખેડૂતોની જમીન ખરીદી રહ્યાં છે. ઉદ્યોગો ખરીદી રહ્યાં છે. મહેમદાવાદ તાલુકાના ગોકળપુરા ગામના સર્વે નંબર 92માં બીન ખેડૂત પોતે ખેડૂત તરીકે દાખલ થઈ ગયા હતા અને વારસાઈ એન્ટ્રી મંજુર થાય તે પહેલા ખેડૂત બની ગયા હતા. આવા હજારો ગરીબ ખેડૂતોની જમીન બીજા પાસે જતી રહી છે તેથી ખેડૂત પાટીદારો મજૂરી કરતાં થઈ ગયા છે. ગુજરાતના તમામ કલેકટરોને આ પ્રકારના કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરીને તેની વિગતો મેળવે તો પણ ખરી હકીકતો બહાર આવે તેમ છે.

નરેન્દ્ર મોદી કરી શકે છે નિર્ણય

નરેન્દ્ર મોદી કરી શકે છે નિર્ણય

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે મોઢ ઘાંચી (મોદી) જ્ઞાતિનો OBCમાં સામાવેશ કર્યો હતો. તેનો સર્વે કયારે કર્યો અને કેવી રીતે થયો તે તેમને પછાત માની ને અનામત આપી તે સાર્વજનિક કરવામાં આવે. તે રીતે જ પાટીદાર જ્ઞાતિ માટે સરવે કરવામાં આવે.

બ્રહ્મ સમાજની અનામતની માંગણી

બ્રહ્મ સમાજની અનામતની માંગણી

11 ફેબ્રુઆરીએ બ્રહ્મ સમાજને અનામત આપવા અંગે સર્વે કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણ સમાજે જ્યારે અનામત આપવાની પંચ સમક્ષ માગણી કરી હતી ત્યારે બ્રાહ્મણ સમાજના પાલીવાલ શાખાએ અન્ય પછાત વર્ગો એટલે કે, સામાજિક, રાજકીય, સરકારી અને શૈક્ષણિકમાં લાભો આપવા માટે પછાત જાહેર કરવાની માગણી કરી હતી. આ સમાજ ભાવનગર આસપાસનો છે. સુજ્ઞાબેન ભટ્ટ કમિશનની મુદત પૂરી થઈ ગઈ પછી સરકારે લંબાવી આપી હતી.

અનામતમાં પણ અનામતની માંગણી

અનામતમાં પણ અનામતની માંગણી

આરક્ષણનો ફાયદો દેશના વંચિતો સુધી પહોંચાડવા માટે OBC આરક્ષણમાં દરેક જાતિઓના ક્વોટા નક્કી કરવાની સમીક્ષા માટે રાષ્ટ્રપતિએ કમીશન બનાવ્યું છે. ગુજરાતમાં ઠાકોર સમાજ 27 ટકા ઓબીસીમાં 15 ટકા તેમને અનામતમાં હિસ્સો મળે તે માટે અમદાવાદની થલતેજના સંમેલનમાં માંગણી કરી ચૂક્યો છે.

39 જ્ઞાતિઓને ખોટી રીતે અનામત આપી

39 જ્ઞાતિઓને ખોટી રીતે અનામત આપી

2017માં ગુજરાત રાજયમાં ઓબીસી અનામતમાં રાજય સરકારે 1994ના ઠરાવના આધારે ઓબીસી કમીશનની ભલામણો કે, કોઇ સર્વે વિના જ બારોબાર ખોટી રીતે દાખલ કરાયેલી 39 જ્ઞાતિઓને અનામતમાંથી દૂર કરવા ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહતિની રિટ અરજી દાખલ થઇ હતી. કોઇપણ જ્ઞાતિને ઓબીસી પંચની ભલામણ સિવાય ઓબીસી અનામત આપી શકાતી નથી. 2012થી ગુજરાતમાં 146 સમુદાયો ઓબીસી કેટેગરી હેઠળ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત મેળવવાને પાત્ર છે. જેમાં દર વર્ષે ઉમેરો થતો રહ્યો છે. સરકારે માત્ર ને માત્ર મતબેંકના રાજકારણમાં કાયદાઓનો ભંગ કરીને ખોટી રીતે જ્ઞાતિઓને ઓબીસી અનામતમાં ઉમેરી દીધી છે. તે માટે સરકાર તપાસ કરે અને તેનો અહેવાલ જાહેર કરે. ગુજરાત હાઈકોર્ટ અને દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ પાટીદારોએ ઓબીસી પંચની આ જ્ઞાતિઓ અંગે વિગતો માંગતી અને ન્યાય માંગતી અરજી એસપીજીના પૂર્વિન પટેલ અને લાલજીભાઈ પટેલે કરી છે. જે વિગતો હજુ આપવામાં આવી નથી. ભારતમાં જાતિ સંબંધિત આ આંકડા એટલા જટિલ અને વૈવિધ્યપૂર્ણ છે કે તેમનું વર્ગીકરણ કરવું શક્ય જણાતું નથી, 46 લાખ પ્રકારની જાતિઓ અને પેટાજાતિઓ બતાવવામાં આવે છે.

50 ટકા અનામત ક્યાંથી આવ્યું

50 ટકા અનામત ક્યાંથી આવ્યું

50% સુધી જ અનામત અંગે બંધારણમાં લખાયું કે નથી કોઈ કાનૂન નથી. હાલની OBC અનામત 1931ની વસતિ ગણતરી આધારિત છે. ભાજપ જો હવે પાટીદાર અનામતની માંગણીને ગેરવાજબી- ગેરબંધારણીય અને ગેરકાનુની ગણાવતો હોય તો શા માટે અગાઉ 10% ઈબીસી આપી હતી. શા માટે તે સમયે સીધી વાત ન કરી કે આ અનામત અદાલતની મંજુરીને આધીન છે. હવે જયારે હાઈકોર્ટ તે રદ કરી તો શા માટે સુપ્રિમ કોર્ટમાં તારીખ પડી રહી છે.

50%થી વધુ અનામત આપી શકાય નહી તેવું બંધારણનો હવાલો અપાય છે. પરંતુ વાસ્તવમાં આપણા બંધારણમાં કયાંય લખાયું નથી કે અનામત 50%થી વધવી જોઈએ નહી. બંધારણમાં અનામતની જોગવાઈ સમયે એ નિર્ણય થયું હતું કે દર દશ વર્ષ- તેની સમીક્ષા થવી જોઈએ તે થતી નથી, હા- વધારો થાય છે.

રાજસ્થાનમાં અનામત

રાજસ્થાનમાં અનામત

રાજસ્થાનની ભાજપ એક વિધેયક પાસ કરીને પાંચ જાતિઓને 5% અનામત આપી અને નવી કેટેગરી સોશ્યલ બેકવર્ડ કલાસ (એસબીસી) ઉભી કરી છે. રાજસ્થાનમાં પણ ગુજરાત કે અન્ય રાજયોની જેમ 49% અનામત છે જ. હવે આ નવી એસબીસી કેટેગરીથી તો વધીને 54% થઈ ગઈ છે. તો તે કઈ રીતે કાનુની? તો પછી શા માટે ગુજરાતમાં હવે વધુ અનામત આપી શકાય નહી. તે અગાઉ પણ રાજસ્થાન સરકારે આ જ રીતે એસબીસ5 ૫% અનામત આપી હતી પણ તે હાઈકોર્ટે જ રદ કરી તો ફરી તેવી જ અનામત કઈ રીતે શકય બનશે.

બંધારણમાં ક્યાંય 50 ટકાનો ઉલ્લેખ નથી

બંધારણમાં ક્યાંય 50 ટકાનો ઉલ્લેખ નથી

રાજય કે કેન્દ્રનો કાનૂન નથી કે 50 ટકા અનામત રાખવી. 1992માં સુપ્રીમ કોર્ટે આ મર્યાદા લાદી છે. પણ તે એક માર્ગરેખા છે કાયદો નથી. સુપ્રીમ કોર્ટે રાજયો અને રાજકીય પક્ષો ફકત વોટ બેન્કની રાજનીતિને કારણે આડેધડ-અનામતની લહાણી ન કરે તે માટે આ 50:50ની ફોર્મ્યુલા બનાવી છે. તેમાં કોઈ કાનૂની પીઠબળ નથી.

મંડલ કમિશન

મંડલ કમિશન

મંડલપંચે 1980માં 27% ઓબીસી અનામત નકકી કરી હતી. પણ તેનો રીપોર્ટ જેણે ઓબીસી કે પછાત વર્ગની ગણતરી કરી તેવો મંડલ કમીશને સ્પષ્ટ જાહેર કર્યુ હતું કે દેશમાં અન્ય પછાત વર્ગની સંખ્યા 52% છે. આ 52%એ એસટી 17% અને આદીવાસી એસસી 8% ઉપરાંત છે. હવે મંડલ કમીશને આ આંકડા 1931ની આઝાદી પુર્વની વસતિ ગણતરી મુજબ કર્યા હતા. મતલબ કે 1980માં 50 વર્ષ પુર્વેની વસતિના આધારે 52%ને અન્ય પછાત વર્ગમાં સમાવેશ કર્યા હતા. આજે 87 વર્ષ પછી તો તે સ્થિતી તો સાવ બદલાઈ ગઈ છે. કેટલીક પછાત જાતિ સમૃદ્ધ થઈ છે અને કેટલીક સમૃદ્ધ જાતિઓ પછાત થઈ ગઈ છે. પૂર્વ વડાપ્રધાન વી પી સીંહે તો મંડલ કમીશમાં પછાત વર્ગ તરીકે 3763 જ્ઞાતિ જાહેર કરી હતી. પણ 2006 સુધીમાં તો તે વધીને 5013 થઈ ગઈ છે. જે બતાવે છે કે, જ્ઞાતિઓ સમૃદ્ધ થવાના બદલે પછાત થઈ રહી છે. તેઓ આર્થિક રીતે બરબાદ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યારથી આજ સુધી નવી 58 જાતિઓને પછાત જાહેર કરી છે. તો પાટીદાર કેમ નહીં ?

2011ની વસતી પ્રમાણે જ્ઞાતિ પ્રમાણે વસતી જાહેર કરાઈ નથી. હવે સરકાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાનું આયોજન કરે છે. મંડલ પંચને યોગ્ય માનીએ તો 17% એસટી અને 8 ટકા એસસી એમ કુલ 25% તથા ઓબીસી 27% એમ કુલ 49% નહી 52% ઓબીસી છે. મંડલ પંચ કહે છે કે, હાલની અનામતની મર્યાદા છે તે યોગ્ય નથી.

સરદાર પટેલની મૂર્તિ કરતા પણ ઉંચી, આ રાજ્યની વિધાનસભા બનશેસરદાર પટેલની મૂર્તિ કરતા પણ ઉંચી, આ રાજ્યની વિધાનસભા બનશે

English summary
PAAS leader Hardik patel has submitted a memorandum to OBC commission and demand to gave patidar reservation quota in obc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X