• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાર્દિક પટેલ ભાજપ માટે માથાનો દુખાવો કે ગુજરાતના રાજકારણનો નાયક

|

વર્ષ 2015 ની વિસનગરની વિશાળ રેલીથી લઈને અમદાવાદમાં ચાલી રહેલ આમરણાંત ઉપવાસ સુધી હાર્દિક પટેલે પોતાને ગુજરાતની રાજનીતિમાં એક મહત્વના ચહેરાના રૂપમાં સ્થાપિત કર્યો છે. છેલ્લા ચાર વર્ષોમાં એક ફ્રેશ કોલેજ પાસ આઉટની ગણતરી હવે રાજ્યના અમુક ખાસ નેતાઓમાં થવા લાગી છે. તેની લોકપ્રિયતાને ગ્રાફ એ રીતે વધી રહ્યો છે કે તેની ચર્ચા રાષ્ટ્રીય રાજકારણમાં પણ થવા લાગી છે.

વિધાનસભા ચૂંટણી દરમિયાન આ છબીની અસર પણ જોવા મળી. જો કે સત્તાધારી પક્ષ તેની લોકપ્રિયતાની વાતને ફગાવી દે છે અને ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની હારને તેમનું પરિણામ ગણાવતા રહે છે. ત્રણ વર્ષના સાર્વજનિક જીવનમાં રાજદ્રોહના આરોપમાં તેણે નવ મહિના જેલમાં રહેવુ પડ્યુ, દેશનિકાલનો સામનો કરવો પડ્યો અને છ મહિના પડોશી રાજ્યમાં પસાર કરવા પડ્યા. ગુજરાતના વિભિન્ન પોલિસ સ્ટેશનોમાં તેના પર 56 કેસો ફાઈલ છે. તેના સમર્થકો એ માને છે કે હાર્દિકના પ્રભાવના કારણે જ ભાજપને પોતાના મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા.

હાર્દિકની શરૂઆત

હાર્દિકની શરૂઆત

રાજકારણના જાણકાર માને છે કે હાર્દિકની લોકપ્રિયતા જે રીતે વધી છે કદાચ જ કોઈ નેતાએ આટલા ઓછા સમયમાં આટલી લોકપ્રિયતા મેળવી હશે. વળી, ટીકાકારોનું કહેવુ છે કે 2017 બાદથી હાર્દિકની લોકપ્રિયતા ઘટવા લાગી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંસ્થાપક અને સંયોજક હાર્દિક પટેલની લોકપ્રિયતાની શરૂઆત વિસનગર રેલીથી થઈ. પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિકના નજીક રહેલા મનોજ પનારાએ બીબીસી ગુજરાતીને કહ્યુ, ‘તેમને ભણેલા-ગણેલા પાટીદાર યુવાનોના સારા જીવન માટે અવાજ ઉઠાવ્યો. આ જ કારણ છે કે તેમને લોકોનો સાથ મળ્યો. સમગ્ર રાજ્યના પાટીદાર તેમને સાંભળવા માટે અમદાવાદમાં થયેલી રેલીમાં આવ્યા હતા.'

આ પણ વાંચોઃ હાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકી

લોકપ્રિયતા વધી કે ઘટી?

લોકપ્રિયતા વધી કે ઘટી?

આ આંદેલનમાં ઉઠેલી અનામતની માંગ બાદ ઘણા ભાગોમાં હિંસાની ઘટનાઓ થઈ ત્યારબાદ પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન 14 લોકોના મોત થઈ ગયા હતા. હાર્દિક લપટેલની લોકપ્રિયતામાં તે વખતે વધુ વધારો થયો જ્યારે તેને નવ મહિના માટે દેશદ્રોહના આરોપમાં સુરતના લાજપોર જેલ મોકલી દેવામાં આવ્યો હતો.

જો કે હિંસા બાદ ઘણા સમર્થકોઓ પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધુ હતુ. વિજાપુરના શિક્ષક વિષ્ણુ પટેલ કહે છે કે, ‘2015 માં થયેલી ઘટનાઓમાં માસૂમ યુવાનોના જીવ ગયા જે બાદ મે આંદોલનમાંથી પોતાને અલગ કરવાનો નિર્ણય કર્યો.' આમરણાંત ઉપવાસમાં અમદાવાદ પહોંચેલા વિષ્ણુ પટેલ કહે છે કે, ‘પરંતુ હવે મારુ મન બદલાઈ ગયુ છે. આજે હું અહીં હાર્દિકને સમર્થન આપવા આને તેને જોવા માટે પહોંચ્યો છુ. તેનું આંદોલન હવે અહિંસક અને યોગ્ય છે. પાટીદારોની ભલાઈ માટે છે.'

હવે તેમને લોકો પાસે કેમ સમર્થન માંગવુ પડે છે?

હવે તેમને લોકો પાસે કેમ સમર્થન માંગવુ પડે છે?

આમરણાંત ઉપવાસના શરૂઆતના દિવસોમાં હાર્દિક પટેલ ફેસબુક પર લોકો સાથે લાઈવ વાતચીત કરતા હતા અને લોકો પાસે સમર્થન માંગી રહ્યા હતા. ટીકાકારોનું કહેવુ છે કે તેણે આવુ એટલા માટે કર્યુ કારણકે તેની લોકપ્રિયતા ઘટી રહી છે અને તેની રેલીઓ અને ઉપવાસમાં લોકો જોડાતા નથી. અમદાવાદના બાપુનગરમાં રહેતા નરેશ પટેલ કહે છે, ‘હવે તેમને લોકો પાસે કેમ સમર્થન માંગવુ પડે છે?' હાર્દિકની ઘટતી લોકપ્રિયતાના સવાલ પર મનોજ પનારા કહે છે કે હાર્દિકને હજુ પણ પાટીદારોનું સમર્થન છે અને દિવસેને દિવસે તે વધી રહ્યુ છે.

બીજી તરફ હાર્દિકના જૂના સાથી પનારાના તર્કોથી સંમત નથી દેખાતા. હાર્દિક પટેલના ક્યારેક સહયોગી રહેલા અતુલ પટેલ કહે છે કે તે જમીની સ્તર પર પોતાનું જોડાણ ગુમાવી ચૂક્યો છે અને લોકો સાથે પોતાનો સંપર્ક કાપી ચૂક્યો છે. વળી સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલ કહે છે, ‘જો હાર્દિક પટેલ લોકો સાથે કામ કરતા શીખી લે તો એક સારો નેતા બની શકે છે. અમે લોકોએ પોતાના રસ્તા અલગ કરી લીધા છે કારણકે તે એકલો જ બધા નિર્ણયો લે છે.' જો કે આ ટીકાઓ છતાં અતુલ અને લાલદી હાર્દિકના ઉપવાસનું સમર્થન કરે છે અને તેને મળવા તેના ઘરે પણ પહોંચ્યા હતા.

કયા પટેલનું સમર્થન - કડવા કે લેઉવા?

કયા પટેલનું સમર્થન - કડવા કે લેઉવા?

પાટીદાર આંદોલનોમાં હંમેશા કડવા અને લેઉવા પાટીદારોનું અલગ અલગ નેતૃત્વ દેખાયુ છે. બંને પાટીદારો છે પરંતુ અલગ અલગ દેવતાઓને પૂજે છે. ઉપવાસ દરમિયાન ઘણી વાર ‘જય ઉમિયા-ખોડલ' ના નારા સાંભળવા મળાયા છે. કડવા પાટીદાર ઉમિયા માતાની પૂજા કરે છે. વળી લેઉવા પાટીદાર ખોડિયાર માતાની પૂજા કરે છે. મનોજ પનારા કહે છે, ‘જય ઉમિયા-ખોડલનો અર્થ છે કે બંને પ્રકારના પાટીદાર હવે એક છે અને એક હેતુ માટે લડી રહ્યા છે. હવે 2015 જેવી સ્થિતિ નથી. કડવા અને લેઉવા બંને સાથે છે.' તેઓ માને છે કે બંને પાટીદારોને સાથે લાવવા જ એ હાર્દિક પટેલની ઉપલબ્ધિ છે.

હાર્દિક પટેલનું મહત્વ

હાર્દિક પટેલનું મહત્વ

હાર્દિક પટેલે ફરીથી એકવાર રાજ્યના રાજકારણને પ્રભાવિત કરવાની કોશિશ કરી છે. હાર્દિક હંમેશા કહેતા રહ્યા છે કે તે એક નેતા નહિ પરંતુ સામાજિક કાર્યકર્તા છે પરંતુ સત્ય એ છે કે તે જે પણ કરે છે તેની ચર્ચા રાજકીય ગલીઓમાં થતી રહે છે. હાર્દિક પટેલ પોતાના ઉપવાસના થોડા દિવસો પહેલા બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે સક્રિય રાજકારણમાં આવવા નથી માંગતા. તે શિવસેનાના બાલા સાહેબ ઠાકરેની જેમ બનવા માંગે છે.

તેમણે કહ્યુ હતુ, ‘હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવા નથી માંગતો પરંતુ કિંગ મેકરની ભૂમિકામાં રહેવા ઈચ્છુ છુ.' જવાહરલાલ નહેરુના રિટાયર્ડ પ્રોફેસર અને રાજકીય વિશ્લેશક ઘનશ્યાન શાહ માને છે કે હાર્દિક પટેલ સત્તાધારી ભાજપ માટે અસલી માથાનો દુખાવો છે. ‘તેના ઉપવાસે ખોયેલુ સમર્થન પાછુ મેળવ્યુ છે. જો તેને કંઈ થશે તો તેનું ખૂબ જ ખરાબ પરિણામ આવી શકે છે.' ઘનશ્યામ શાહ માને છે કે હાર્દિકના ઉપવાસ યોગ્ય છે અને કોંગ્રેસ તેનો લાભ ઉઠાવવા માંગે છે.

પટેલોની સંખ્યા નિર્ણાયક ભૂમિકામાં

પટેલોની સંખ્યા નિર્ણાયક ભૂમિકામાં

ગુજરાતમાં પટેલોની સંખ્યા નિર્ણાયક ભૂમિકામાં છે. રાજ્યની 39 બેઠકો પર પાટીદાર મતદારોનો દબદબો છે. રાજ્યામાં હજુ સુધી ચાર પાટીદાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાર્દિક પટેલ પાટીદારો માટે અનામતની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે પાટીદારોને અનામત એસસી-એસટી અને ઓબીસીના અનામતને પ્રભાવિત કર્યા વિના આપવામાં આવે.

આંદોલનની શરૂઆત 2015 માં થઈ હતી. જેની અસર રાજ્યના રાજકારણ અને વિધાનસભા ચૂંટણી દરમિયાન જોવા મળી હતી. આ આંદોલન બાદ રાજ્યમાં કોંગ્રેસને નવા આશા જાગી છે અને આ જ કારણ છે કે વિધાનસભા ચૂંટણીમાં પક્ષનું પ્રદર્શન અપેક્ષાથી સારુ રહ્યુ. જો કે પક્ષ ચૂંટણી હારી ગયો હતો.

આ પણ વાંચોઃ Section 377: સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

English summary
Hardik Patel headache for BJP or hero of Gujarat politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more