For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલના કેસની આજે સુનાવણી, જાણો કોણે શું કહ્યું

|
Google Oneindia Gujarati News

ગુજરાત હાઇકોર્ટમાં આજે હાર્દિક પટેલના અપહરણ મામલે થયેલી અરજી પર સુનવણી હતી. હવે આ મામલે કોર્ટમાં સુનવણી 8 ઓક્ટોબર થશે. હેબિયર્સ કોપર્સ કેસ પર થયેલી આ સુનવણીમાં કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત સાંભળી.

હાઇકોર્ટના જજે હાર્દિકના વકીલ અને સરકારી વકીલને આરોપ-પ્રત્યારોપ કરવાના બદલે નિરાકરણ લાવવાની સલાહ આપી. વધુ કોર્ટે માન્યું કે આ સમગ્ર પ્રકરણથી પોલિસનું મોરાલ ડાઉન થયું છે. જેના કારણે સત્યને બહાર લાવવું જરૂરી બને છે.

વધુમાં હાઇકોર્ટની ચારે તરફ સધન કિલ્લાબંધી કરવામાં આવી હતી. 300 જેટલા પોલિસકર્મીઓ ખડે પગે રસ્તાની બન્ને બાજુએ ઊભા હતા. ગુજરાત રાજ્યની કોઇ સુનવણી માટે આટલી સધન વ્યવસ્થા કરવામાં આવી હોય તેવું પહેલી વાર બન્યું છે. ત્યારે શું રહ્યો આખો ધટનાક્રમ તે તસવીરોમાં જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

રસ્તા પર લોખંડી બંદોવસ્ત

રસ્તા પર લોખંડી બંદોવસ્ત

હાઇકોર્ટમાં હાર્દિક પટેલના કેસની સુનવણી 9 વાગે થવાની હતી. તે પહેલા જ સવારના 6 વાગ્યાથી પોલિસ દસ્તો અહીં ખડે પગે હતો

ગુજરાતના ઇતિહાસ પહેલી વાર

ગુજરાતના ઇતિહાસ પહેલી વાર

ગુજરાતના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું હતું કે હાઇકોર્ટમાં કોઇ સુનવણી માટે આટલી સધન પોલિસ વ્યવસ્થા કરવામાં આવી હોય. 300 જેટલા પોલિસ કર્મચારીઓ રસ્તા પર ઊભા હતા. સરકારને આશંકા હતી કે હાર્દિકની સુનવણી વખતે પાટીદાર સમાજના લોકો કોઇ અંદોલન ના કરે તે માટે આટલી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટ અને મીડિયા

ગુજરાત હાઇકોર્ટ અને મીડિયા

પહેલા તો મીડિયાને કોર્ટની બહાર રહેવાનો જ આદેશ અપાયો હતો પણ ત્યારબાદ સુનવણી વખતે મીડિયાને અંદર આવવા દીધી હતી.

કોર્ટમાં શું થયું

કોર્ટમાં શું થયું

હાર્દિક પટેલ તેના વકીલ સાથે કોર્ટે પહોંચ્યા બાદ સુનવણી વખતે કોર્ટે હાર્દિક અને તેના વકીલ બન્નેને સખત શબ્દોમાં કાયદામાં રહેવાની ટકોર કરી હતી. વધુમાં કોર્ટે ના પાડવા છતાં અમુક કાર્યક્રમ કરવા વાતે ધ્યાન રાખવાનું કહ્યું હતું.

હાઇકોર્ટેમાં કોણે શું કહ્યું.

હાઇકોર્ટેમાં કોણે શું કહ્યું.

કાર્ટે કહ્યું કે આ સમગ્ર ધટનાથી પોલિસનું મનોબળ નબળું થયું છે. જેથી સત્યનું બહાર આવવું જરૂરી છે. વધુ હાર્દિક અરજી સાચી છે કે નહીં તે માટેના સાચા પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવ્યું. વળી સમરીમાં પણ ભડકાઉ મુદ્દા ના લખવા અને શોર્ટ એફિડેવિડ રજૂ કરવાની વાત પણ કોર્ટે કરી.

English summary
hardik patel high court case latest update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X