For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંદોલન છોડીને હાર્દિક હવે રાજકારણમાં એન્ટ્રી કરશે? અલ્પેશ બનશે પાટીદાર આંદોલનનો નવો ચેહરો

પાટીદાર આંદોલનમાં હાર્દિકની જગ્યા લેશે અલ્પેશ કથિરિયા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ હાર્દિક પટેલ એક અરસાથી ગુજરાતમાં પાટદાર આંદોલનનો ચેહરો બની રહ્યો છે. પરંતુ હવે બની શકે છે કે હાર્દિક પટેલ આંદોલન સાથે સીધી રીતે જોડાયેલ ન રહે. પાટીદાર આંદોલન સમિતિએ અલ્પેશ કથારિયાને પાટીદાર આંદોલનનો નવો ચેહરો બનાવવાની કવાયત તેજ કરી દીધી છે. અલ્પેશ કથિરિયાને રવિવારે 8 ડિસેમ્બરે જેલ મુક્ત કરવામાં આવ્યો છે. અલ્પેશ કથિરિયા હાર્દિકનો જૂનો સાથે છે અને બંને 2015થી જ અનામત આંદોલન સાથે જોડાયેલા છે. વર્ષ 2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર આંદોલન સમિતિની રચના કરી, અલ્પેશ કથિરિયા પણ જોર-શોરથી તેમાં જોડાયો હતો.

hardik

અમદાવાદના જીએમડીસીમાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થયા. જ્યાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ગોળીઓ ચાલી અને ભાગદોડ મચી જવા પામી હતી, જેને પગલે 12 જેટલા શખ્સ મૃત્યુ પામ્યા હતા. એવામાં પોલીસે દેશદ્રોહના કેસ હેઠળ આંદોલન સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા લોકોમાં હાર્દિક પટેલ પણ સામેલ હતો પરંતુ અલ્પેશ કથિરિયા અહીંથી ફરાર થઈ ગયો અને પોલીસના હાથે ન લાગ્યો. પકડાયેલા લોકો વિરુદ્ધ કેસ ચાલ્યો અને બાદમાં તેમને રાહત આપી છોડી દેવામાં આવ્યા હતા, આ સમયે પણ અલ્પેશ ફરાર હતો. એક વર્ષ બાદ 2016માં જ્યારે તે બીજા કોઈ કારણસર અમદાવાદ આવ્યો ત્યારે પોલીસે અલ્પેશને પકડી લીધો અને દેશદ્રોહનો કેસ ચલાવી તેને સુરત જેલમાં બંધ કરી દીધો. વચ્ચે એકવાર તેની છોડી મૂકવામાં આવ્યો અને 111 દિવસ પહેલા ફરી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

111 દિવસ સુધી સુરત જેલમાં રહ્યા બાદ 9 ડિસેમ્બરે અલ્પેશ કથારિયા જેલ મુક્ત થઈ ગયો છે. જેલમાંથી છૂટ્યા બાદ અલ્પેશ કથારિયાને ફરી એકવાર પાટીદાર આંદોનનો નવો ચહેરો બનાવવાની કોશિશ તેજ થઈ રહી છે. પાટીદાર સમિતિનો નિયમ છે કે આંદોલનનો ભાગ હોઈએ ત્યાં સુધી કોઈપણ શખ્સ રાજનીતિમાં પ્રવેશ ન કરી શકે. હવે હાર્દિક ટેલ એક્ટિવ રાજનીતિનો ભાગ બનતાં લોકસભા ચૂંટણી લડી શકે છે. માટે તેની જગ્યાએ પાટીદાર આંદોલન માટે નવો ચેહરો જોઈએ જે શાંત જણાતો હોય પણ તેનામાં આંદોલનને આગળ લઈ જવાનું જીગર હોય. પાટીદારોને અલ્પેશમાં આ ચેહરો જોવા મળી રહ્યો છે.

પાટીદારોની વચ્ચે અલ્પેશ કથિરિયાને ગબ્બરના નામે બોલાવવામાં આવે છે. જેલ મુક્ત થતાની સાથે જ ગબ્બર ઈઝ બેકના નારા અને પોસ્ટર્સ લાગ્યાં હતાં. હાલ અલ્પેશ ત્રણ દિવસીય રોડ શો દ્વારા પોતાની જેલ મુક્ત થવાની ખુશી અને આગામી આંદોલનનો ચેહરો નક્કી કરી રહ્યો છે.

આ પણ વાંચો- સરકાર સાથે બબાલ બાદ RBIના ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું

English summary
Hardik Patel naming new quota leader a sign of his larger political ambition?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X