મહેસાણામાં પ્રવેશ માટે હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી માગી
અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલે સોમવારે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. મહેસાણામાં પ્રવેશવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટની મંજૂરી માંગી છે. જણાવી દઈએ કે કોર્ટે 15થી 24 ડિસેમ્બર દરમિયાન મહેસાણામાં પ્રવેશ ના કરવાની શરતે જામીન આપ્યા હતા. જો કે હવે હાર્દિક પટેલે શરતમાં રાહત આપવાની કોર્ટ પાસે માગણી કરી છે.
જણાવી દઈએ કે ઉમિયા માતા મંદિરમાં યોજાનાર ધાર્મિક વિધિમાં હાજર રહેવા માટે હાર્દિક પટેલના વકિલે કોર્ટમાં જામીનની શરતોમાં રાહત આપવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. ગુજરાત સરકારે કહ્યું કે- હાર્દિક પટેલની એન્ટ્રીથી મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મુકાશે કે કેમ તે અંગે પોલીસનું મંતવ્ય લેવું જરૂરી છે. આ મામલે હાઈકોર્ટે સંબંધિત પોલીસ અધિકારીને મંગળવારે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.
અમદાવાદમાં અકસ્માતે મોતનો આંકડો વધ્યો, દરરોજ 1નું મોત